C.R.Patil News : ક્ષત્રિય સમાજની બેઠકમાં પાટીલે આખરે કરી કબૂલાત,જાણો શું કહ્યું

સુરતમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે પાટીલ કરશે સંવાદ હર્ષ સંઘવીએ પણ અનેક ક્ષત્રિય આગેવાનો સાથે કરી છે બેઠક ક્ષત્રિય આંદોલનને શાંત પાડવા ભાજપ કરી રહ્યું ડેમેજ કન્ટ્રોલ ક્ષત્રિય આંદોલન વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતના ક્ષત્ર્ય આગેવાનો સાથે બેઠક કરી હતી,અને આ બેઠક સકારત્મક થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ બેઠકમાં 108 ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.હર્ષ સંઘવી કે જે ગુજરાત રાજયના ગૃહરાજયમંત્રી છે તેમણે પણ અલગ-અલગ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. શું કહ્યું સી.આર.પાટીલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ મિડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી,સી.આર.પાટીલનું કહેવું છે કે,રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ છે,આજે દક્ષિણ ગુજરાતા 108 જેટલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી.અમે તમે આગેવાનોને વિનંતી કરી છે કે આ આંદોલન શાંત પડે,ક્ષત્રિય સમાજને રૂપાલા સામે રોષ છે,પણ પીએમ મોદી માટે રોષ નથી.રૂપાલાને ક્ષત્રિય સમાજ ક્ષમાં આપે એવી વિનંતી કરી છે. ક્ષત્રિય આંદોલનને શાંત કરવા નેતાઓ મેદાને ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ ભાજપના રૂપાલા સામે વિરોધ કરી રહ્યો છે, ક્ષત્રિય સમાજની માંગણી હતી કે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવામાં આવે, પરંતુ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હોવા છતાં રૂપાલાએ ઉમેદવારી પાછી ખેંચી નહીં, હવે આ મુદ્દાને આગળ સુધી લઇ જવા માટે ક્ષત્રિય સમાજે ગુજરાતભરમાં ધર્મરથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં ભાજપે ક્ષત્રિયોને સમજાવવા માટે પ્રયાસો તેજ કર્યા છે, અને ગૃહમંત્રીથી લઇને ભાજપના મોટા મોટા નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. શું આંદોલન થશે શાંત ? રાજ્યમાં ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજને સમજાવવાના ભાજપના પ્રયાસ તેજ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી ભાજપ વતી કરી આ મુદ્દે સમાધાન કરવા ખુબ પ્રયાસો કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે 10થી વધુ વાર બેઠકો થઇ ચૂકી છે. ક્ષત્રિય સમાજની લાગણીનો આદર કરવાની સૂચના અપાઈ છે. સમાજની લાગણી વ્યકત કરતા સમયે ઘર્ષણ ના થાય તેની સૂચના પણ અપાઇ છે. ક્ષત્રિયોની સમજાવટ માટે કરાયેલા પ્રયાસની જાણકારી પણ અપાય છે. ક્ષત્રિયો અને ભાજપ સિક્કાની બે બાજુ હોવાની જાણકારી અપાય છે. કોઈ પણ પ્રકારનો વર્ગવિગ્રહ ન થાય તે માટેની પણ સૂચના અપાય છે. માફી માગવા હંમેશા તૈયાર હોવાની પણ જાણકારી અપાઈ છે.

C.R.Patil News : ક્ષત્રિય સમાજની બેઠકમાં પાટીલે આખરે કરી કબૂલાત,જાણો શું કહ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે પાટીલ કરશે સંવાદ
  • હર્ષ સંઘવીએ પણ અનેક ક્ષત્રિય આગેવાનો સાથે કરી છે બેઠક
  • ક્ષત્રિય આંદોલનને શાંત પાડવા ભાજપ કરી રહ્યું ડેમેજ કન્ટ્રોલ

ક્ષત્રિય આંદોલન વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતના ક્ષત્ર્ય આગેવાનો સાથે બેઠક કરી હતી,અને આ બેઠક સકારત્મક થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ બેઠકમાં 108 ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.હર્ષ સંઘવી કે જે ગુજરાત રાજયના ગૃહરાજયમંત્રી છે તેમણે પણ અલગ-અલગ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.

શું કહ્યું સી.આર.પાટીલે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ મિડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી,સી.આર.પાટીલનું કહેવું છે કે,રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ છે,આજે દક્ષિણ ગુજરાતા 108 જેટલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી.અમે તમે આગેવાનોને વિનંતી કરી છે કે આ આંદોલન શાંત પડે,ક્ષત્રિય સમાજને રૂપાલા સામે રોષ છે,પણ પીએમ મોદી માટે રોષ નથી.રૂપાલાને ક્ષત્રિય સમાજ ક્ષમાં આપે એવી વિનંતી કરી છે.

ક્ષત્રિય આંદોલનને શાંત કરવા નેતાઓ મેદાને

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ ભાજપના રૂપાલા સામે વિરોધ કરી રહ્યો છે, ક્ષત્રિય સમાજની માંગણી હતી કે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવામાં આવે, પરંતુ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હોવા છતાં રૂપાલાએ ઉમેદવારી પાછી ખેંચી નહીં, હવે આ મુદ્દાને આગળ સુધી લઇ જવા માટે ક્ષત્રિય સમાજે ગુજરાતભરમાં ધર્મરથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં ભાજપે ક્ષત્રિયોને સમજાવવા માટે પ્રયાસો તેજ કર્યા છે, અને ગૃહમંત્રીથી લઇને ભાજપના મોટા મોટા નેતાઓ મેદાનમાં ઉતર્યા છે.

શું આંદોલન થશે શાંત ?

રાજ્યમાં ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજને સમજાવવાના ભાજપના પ્રયાસ તેજ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી ભાજપ વતી કરી આ મુદ્દે સમાધાન કરવા ખુબ પ્રયાસો કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે 10થી વધુ વાર બેઠકો થઇ ચૂકી છે. ક્ષત્રિય સમાજની લાગણીનો આદર કરવાની સૂચના અપાઈ છે. સમાજની લાગણી વ્યકત કરતા સમયે ઘર્ષણ ના થાય તેની સૂચના પણ અપાઇ છે. ક્ષત્રિયોની સમજાવટ માટે કરાયેલા પ્રયાસની જાણકારી પણ અપાય છે. ક્ષત્રિયો અને ભાજપ સિક્કાની બે બાજુ હોવાની જાણકારી અપાય છે. કોઈ પણ પ્રકારનો વર્ગવિગ્રહ ન થાય તે માટેની પણ સૂચના અપાય છે. માફી માગવા હંમેશા તૈયાર હોવાની પણ જાણકારી અપાઈ છે.