સાબરકાંઠા લોકસભા બેઠક પર આજની મિટિંગ બાદ પણ કોકડું ગુચવાયેલું

સંગઠન હોદ્દેદારો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને મુખ્યમંત્રીનું તેડુવિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશેબેઠકમાં તમામને સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવશેલોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધના સૂરો વધી રહ્યા છે. આ વચ્ચે સાબરકાંઠામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં પાંચ કલાક સુધી બેઠક યોજાઈ હતી. જે પછી પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને વિરોધને શાંત કરવા માટે હવે ગાંધીનગરમાં બેઠક થશે તેવી વિગતો સામે આવી રહી છે. આ પહેલાં સાબરકાંઠામાં જિલ્લા સંગઠનની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં બેઠકમાં માત્ર ઉમેદવાર બદલવાની નહીં પણ ઉમેદવારને સમર્થન કરવાની ચર્ચા થઈ હોવાની સાબરકાંઠા જિલ્લા પ્રમુખે વાત કરી હતી. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી હોવાની ચર્ચા હતી. હર્ષ સંઘની દ્વારા કરવામાં આવી બેઠકસાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ શાંત કરવા સંઘવી હિંમતનગર પહોંચ્યા હતા. જો કે બંધબારણે 5 કલાકથી ચાલેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઇ હતી. જો કે હવે આવતીકાલે લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આ માટે ગાંધીનગરમાં સંગઠન હોદ્દેદારો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને મુખ્યમંત્રીનું તેડુ આપવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે 10 વાગ્યા બાદ થશે મુખ્યમંત્રી સાથે બેઠક થઇ શકે છે. વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે. તેમજ બેઠકમાં તમામને સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવશે. 

સાબરકાંઠા લોકસભા બેઠક પર આજની મિટિંગ બાદ પણ કોકડું ગુચવાયેલું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંગઠન હોદ્દેદારો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને મુખ્યમંત્રીનું તેડુ
  • વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે
  • બેઠકમાં તમામને સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવશે
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધના સૂરો વધી રહ્યા છે. આ વચ્ચે સાબરકાંઠામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં પાંચ કલાક સુધી બેઠક યોજાઈ હતી. જે પછી પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને વિરોધને શાંત કરવા માટે હવે ગાંધીનગરમાં બેઠક થશે તેવી વિગતો સામે આવી રહી છે.

આ પહેલાં સાબરકાંઠામાં જિલ્લા સંગઠનની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં બેઠકમાં માત્ર ઉમેદવાર બદલવાની નહીં પણ ઉમેદવારને સમર્થન કરવાની ચર્ચા થઈ હોવાની સાબરકાંઠા જિલ્લા પ્રમુખે વાત કરી હતી. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી હોવાની ચર્ચા હતી.

હર્ષ સંઘની દ્વારા કરવામાં આવી બેઠક
સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ શાંત કરવા સંઘવી હિંમતનગર પહોંચ્યા હતા. જો કે બંધબારણે 5 કલાકથી ચાલેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઇ હતી. જો કે હવે આવતીકાલે લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

આ માટે ગાંધીનગરમાં સંગઠન હોદ્દેદારો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને મુખ્યમંત્રીનું તેડુ આપવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે 10 વાગ્યા બાદ થશે મુખ્યમંત્રી સાથે બેઠક થઇ શકે છે. વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે. તેમજ બેઠકમાં તમામને સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવશે.