પરશોત્તમ રૂપાલા સામે રોષ, ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે

દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે આવતીકાલે રાજકોટમાં 11 વાગે બેઠક યોજાશે ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. જેમાં ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે. તેમાં દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સૂત્ર દ્વારા માહિતી મળી છે કે ઉપલેટાના રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે. કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે. તેમજ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરતા ક્ષત્રિય સમાજ આકરાપાણીએ છે. ત્યારે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાશે. તથા આવતીકાલે રાજકોટમાં 11 વાગે બેઠક યોજાશે. રાજકોટમાં સંમેલન અને આગામી કાર્યક્રમ માટે બેઠક યોજાશે. બેઠકમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો હાજર રહેશે. ઉમેદવાર પત્ર ભરાયા બાદ રાજકોટમાં મહાસંમેલન યોજવા ક્ષત્રિયોની તૈયારી છે. બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, કે હવે પક્ષ નિર્ણય લેશે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજમાં આક્રોશ બાદગઈકાલે રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો અને ભાજપના ક્ષત્રિય નેતાઓ વચ્ચે અમદાવાદના ગોતામાં બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજે એક જ વાત કરી, માફી નહીં રૂપાલાની ટિકિટ રદ્દ કરો. સાથે જ ક્ષત્રિય સમાજના દેખાવો અને વિરોધ યથાવત રાખવાની પણ જાહેરાત કરાઈ હતી. આ સાથે તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની આ છેલ્લી બેઠક છે તેમ પણ જણાવ્યુ હતુ. તો બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, કે હવે પક્ષ નિર્ણય લેશે. બેઠકમાં કોઈ સમાધાન આવ્યું નથી. 

પરશોત્તમ રૂપાલા સામે રોષ, ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ
  • કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે
  • આવતીકાલે રાજકોટમાં 11 વાગે બેઠક યોજાશે

ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. જેમાં ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે. તેમાં દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સૂત્ર દ્વારા માહિતી મળી છે કે ઉપલેટાના રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે.

કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે

કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે. તેમજ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરતા ક્ષત્રિય સમાજ આકરાપાણીએ છે. ત્યારે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાશે. તથા આવતીકાલે રાજકોટમાં 11 વાગે બેઠક યોજાશે. રાજકોટમાં સંમેલન અને આગામી કાર્યક્રમ માટે બેઠક યોજાશે. બેઠકમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો હાજર રહેશે. ઉમેદવાર પત્ર ભરાયા બાદ રાજકોટમાં મહાસંમેલન યોજવા ક્ષત્રિયોની તૈયારી છે.

બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, કે હવે પક્ષ નિર્ણય લેશે

ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજમાં આક્રોશ બાદગઈકાલે રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો અને ભાજપના ક્ષત્રિય નેતાઓ વચ્ચે અમદાવાદના ગોતામાં બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજે એક જ વાત કરી, માફી નહીં રૂપાલાની ટિકિટ રદ્દ કરો. સાથે જ ક્ષત્રિય સમાજના દેખાવો અને વિરોધ યથાવત રાખવાની પણ જાહેરાત કરાઈ હતી. આ સાથે તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની આ છેલ્લી બેઠક છે તેમ પણ જણાવ્યુ હતુ. તો બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, કે હવે પક્ષ નિર્ણય લેશે. બેઠકમાં કોઈ સમાધાન આવ્યું નથી.