Vadodaraમાં NIAના દરોડા,આરોપી મનિષ હિંગુએ વિદેશ મોકલેલા યુવક પાસે ખંડણી માંગી

વડોદરામાં NIAની તપાસમાં 57 પાસપોર્ટ મળ્યા મનિષ હિંગુ હાલ 7 દિવસના રિમાન્ડ પર સુભાનપુરામાં UESની ઓફિસમાં કર્યા હતા દરોડા કંબોડિયામાં યુવકને 34 દિવસ ગોંધી રાખી 2000 ડોલર બળજબરીથી કઢાવીને માનવ તસ્કરી અને ઠગાઇના ગુનામાં આરોપી મનિષ બળવંતરાય હિંગુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મનિષ હિંગુ હાલ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે,યુવકને નોકરી ન ગમતા ભારત પરત આવવા માટે મનિષે 2000 ડોલરની ખંડણી માંગી હતી.મનિષ હિંગુના ઘરમાંથી 57 પાસપોર્ટ મળી આવ્યા છે. શું હતો સમગ્ર કેસ મનિષે ઓરિસ્સાના યુવકને કંબોડિયા મોકલ્યો હતો અને યુવકને કોલસેન્ટરમાં નોકરી આપી હતી,જયારે યુવકને બહારના દેશમાં ન ફાવતા તેણે મનિષ હિંગુ પાસે મદદ માંગી અને કહ્યું કે,તે ભારત આવવા માંગે છે,ત્યારે મનિષે તેની પાસે રૂપિયા 2000 ડોલરની ખંડણી માંગી હતી.તો યુવકે આ સમગ્ર વાત NIAને મેઈલ મારફતે જણાવી હતી,તો NIAએ દરોડા પાડી મનિષની ધરપકડ કરી હતી,અન્ય એજન્ટ ક્રિષ્ના પાઠક અને વિકી જે પોલીસ ચોપડે ફરાર છે. મોટુ સ્કેમ આવ્યું સામે કંબોડિયામાં મોટું જોબ સ્કેમ સામે આવ્યું હતું, જેમાં અનેક ભારતીય મૂળના લોકો સ્કેમમાં ફસાઇ ગયા હતા અને તેમને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર કૌભાંડની તપાસ આજે વડોદરા સુધી પહોંચી હતી. આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી UES જોબ કન્સલ્ટન્સીની ઓફિસ પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ NIAના આધિકારીઓએ મળીને રેડ કરી હતી, જેમાં મનીષ હિંગુને સાથે રાખીને પોલીસે તેની ઓફિસમાં તપાસ કરી હતી. વડોદરા સહિત દેશભરમાં અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. કંબોડિયામાં જોબના બહાને ભારતીયો પર ત્રાસ ગુજારાયો તાજેતરમાં કંબોડિયામાં મોટી સંખ્યામાં ભારતીયોને બંધક બનાવવાની ઘટના સામે આવી હતી. ડેટા એન્ટ્રીની જોબના બહાને લઇ જઇને ભારતીય યુવાનો પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતીયોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવ્યું હતું અને તમામ નાગરિકોને પરત લાવવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી NIAને સોંપવામાં આવી હતી અને હવે આ કેસની તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો છે.

Vadodaraમાં NIAના દરોડા,આરોપી મનિષ હિંગુએ વિદેશ મોકલેલા યુવક પાસે ખંડણી માંગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં NIAની તપાસમાં 57 પાસપોર્ટ મળ્યા
  • મનિષ હિંગુ હાલ 7 દિવસના રિમાન્ડ પર
  • સુભાનપુરામાં UESની ઓફિસમાં કર્યા હતા દરોડા

કંબોડિયામાં યુવકને 34 દિવસ ગોંધી રાખી 2000 ડોલર બળજબરીથી કઢાવીને માનવ તસ્કરી અને ઠગાઇના ગુનામાં આરોપી મનિષ બળવંતરાય હિંગુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મનિષ હિંગુ હાલ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે,યુવકને નોકરી ન ગમતા ભારત પરત આવવા માટે મનિષે 2000 ડોલરની ખંડણી માંગી હતી.મનિષ હિંગુના ઘરમાંથી 57 પાસપોર્ટ મળી આવ્યા છે.

શું હતો સમગ્ર કેસ

મનિષે ઓરિસ્સાના યુવકને કંબોડિયા મોકલ્યો હતો અને યુવકને કોલસેન્ટરમાં નોકરી આપી હતી,જયારે યુવકને બહારના દેશમાં ન ફાવતા તેણે મનિષ હિંગુ પાસે મદદ માંગી અને કહ્યું કે,તે ભારત આવવા માંગે છે,ત્યારે મનિષે તેની પાસે રૂપિયા 2000 ડોલરની ખંડણી માંગી હતી.તો યુવકે આ સમગ્ર વાત NIAને મેઈલ મારફતે જણાવી હતી,તો NIAએ દરોડા પાડી મનિષની ધરપકડ કરી હતી,અન્ય એજન્ટ ક્રિષ્ના પાઠક અને વિકી જે પોલીસ ચોપડે ફરાર છે.


મોટુ સ્કેમ આવ્યું સામે

કંબોડિયામાં મોટું જોબ સ્કેમ સામે આવ્યું હતું, જેમાં અનેક ભારતીય મૂળના લોકો સ્કેમમાં ફસાઇ ગયા હતા અને તેમને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર કૌભાંડની તપાસ આજે વડોદરા સુધી પહોંચી હતી. આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી UES જોબ કન્સલ્ટન્સીની ઓફિસ પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ NIAના આધિકારીઓએ મળીને રેડ કરી હતી, જેમાં મનીષ હિંગુને સાથે રાખીને પોલીસે તેની ઓફિસમાં તપાસ કરી હતી. વડોદરા સહિત દેશભરમાં અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

કંબોડિયામાં જોબના બહાને ભારતીયો પર ત્રાસ ગુજારાયો

તાજેતરમાં કંબોડિયામાં મોટી સંખ્યામાં ભારતીયોને બંધક બનાવવાની ઘટના સામે આવી હતી. ડેટા એન્ટ્રીની જોબના બહાને લઇ જઇને ભારતીય યુવાનો પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતીયોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવ્યું હતું અને તમામ નાગરિકોને પરત લાવવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી NIAને સોંપવામાં આવી હતી અને હવે આ કેસની તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો છે.