Rajkot Game Zone Tragedy: 4 અધિકારીઓની ધરપકડ,ACBએ કહ્યું,"કોઇને બક્ષવામાં નહીં આવે"

અગ્નિકાંડ મામલે ACBના અધિકારીનું નિવેદન5 જેટલી ટીમો બનાવવામાં આવી છે:અધિકારીસસ્પેન્ડ અને અન્ય અધિકારીઓ સામે તપાસ:અધિકારીરાજકોટમાં ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ઘરે ACB ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો સાથે સાથે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને તપાસ કરી હતી.જાણવા મળી રહ્યું છે કે રાજકોટ ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ખોડીયાર નગર ખાતે આવેલા રહેણાંક મકાનમાં ACB દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો, ACB દ્વારા જીણવટ ભરી તપાસ કર્યા બાદ ACB ની ટીમ રવાના થઈ ગઈ હતી. તો બીજી બાજુ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોને ત્યાં ACB દ્વારા સર્ચ ઓપરેશન?રાજકોટમાં RMC કાર્યાલય પર ACB ના દરોડા એમ.ડી.સાગઠીયાની ઓફિસમાં પાડ્યા દરોડા ACB નો કાફલો ક્રાઈમબ્રાંચની ટીમ સાથે પહોંચ્યો સાગઠીયાએ કયા કામમાં કર્યો ભ્રષ્ટાચાર તેની તપાસ શરૂ પૂર્વ TPO સાગઠીયાની ઓફીસ અને રહેઠાણમાં તપાસ ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાની ઓફીસમાં તપાસ ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં તપાસ રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ શરૂરાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. તમામ અધિકારીઓની છેલ્લા 24 કલાકથી પૂછપરછ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચારેય અધિકારીઓ બેદરકાર જણાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ACB અધિકારીએ શું કહ્યું?રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ તપાસમાં 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. સસ્પેન્ડ અને અન્ય ધરપકડ કરાયેલા અધિકારીઓ સામે તપાસ હાથ ધરી છે. આ સાથે કોઈપણ અધિકારીઓને છોડવામાં નહીં આવે.

Rajkot Game Zone Tragedy: 4 અધિકારીઓની ધરપકડ,ACBએ કહ્યું,"કોઇને બક્ષવામાં નહીં આવે"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડ મામલે ACBના અધિકારીનું નિવેદન
  • 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે:અધિકારી
  • સસ્પેન્ડ અને અન્ય અધિકારીઓ સામે તપાસ:અધિકારી

રાજકોટમાં ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ઘરે ACB ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો સાથે સાથે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને તપાસ કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે રાજકોટ ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ખોડીયાર નગર ખાતે આવેલા રહેણાંક મકાનમાં ACB દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો, ACB દ્વારા જીણવટ ભરી તપાસ કર્યા બાદ ACB ની ટીમ રવાના થઈ ગઈ હતી. તો બીજી બાજુ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

કોને ત્યાં ACB દ્વારા સર્ચ ઓપરેશન?

  • રાજકોટમાં RMC કાર્યાલય પર ACB ના દરોડા
  • એમ.ડી.સાગઠીયાની ઓફિસમાં પાડ્યા દરોડા
  • ACB નો કાફલો ક્રાઈમબ્રાંચની ટીમ સાથે પહોંચ્યો
  • સાગઠીયાએ કયા કામમાં કર્યો ભ્રષ્ટાચાર તેની તપાસ શરૂ
  • પૂર્વ TPO સાગઠીયાની ઓફીસ અને રહેઠાણમાં તપાસ
  • ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાની ઓફીસમાં તપાસ
  • ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં તપાસ
  • રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ
  • મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ
  • ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ શરૂ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. તમામ અધિકારીઓની છેલ્લા 24 કલાકથી પૂછપરછ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચારેય અધિકારીઓ બેદરકાર જણાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. 

ACB અધિકારીએ શું કહ્યું?

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ તપાસમાં 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. સસ્પેન્ડ અને અન્ય ધરપકડ કરાયેલા અધિકારીઓ સામે તપાસ હાથ ધરી છે. આ સાથે કોઈપણ અધિકારીઓને છોડવામાં નહીં આવે.