Porbandarના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદ, રસ્તો બંધ કરાયો

વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પોરબંદરના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. જેમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તેમાં જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાયા છે. તથા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે. તેમાં પાણીના સ્તરમાં વધારો થતા રસ્તો બંધ કરાયો છે.  ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે જિલ્લાના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદને પગલે ચોતરફ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ધોધમાર આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે વરસાદના પગલે જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાતા લોકોએ અધવચ્ચે વાહનો રોકવા પડ્યા છે. આમ છતાં કેટલાક લોકો જીવન જોખમે રસ્તા પર પોતાના વાહનો લઈ જઈ રહ્યા છે. જેના પગલે કુતિયાણા પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોખમી રીતે વાહન પસાર કરતા લોકોને રોકવામાં આવ્યા હતા. બપોર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો જૂનાગઢ પોરબંદર હાઇવે સરાડીયા નજીક પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હાલ રસ્તો બંધ કરાયો છે. પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. રવિવારે સવારથી લઇ અને સાંજ સુધી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાંપટા પડયા હતા. બાદ રવિવારની રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કુતિયાણા શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે નદી અને વોકળામાં નવા નીર આવ્યા હતા. કુતિયાણા શહેરમાં આજે સોમવારે પણ સવારથી લઇ અને બપોર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો.

Porbandarના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદ, રસ્તો બંધ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં
  • જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાયા
  • પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

પોરબંદરના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. જેમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તેમાં જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાયા છે. તથા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે. તેમાં પાણીના સ્તરમાં વધારો થતા રસ્તો બંધ કરાયો છે.

 ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે

જિલ્લાના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદને પગલે ચોતરફ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ધોધમાર આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે વરસાદના પગલે જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાતા લોકોએ અધવચ્ચે વાહનો રોકવા પડ્યા છે. આમ છતાં કેટલાક લોકો જીવન જોખમે રસ્તા પર પોતાના વાહનો લઈ જઈ રહ્યા છે. જેના પગલે કુતિયાણા પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોખમી રીતે વાહન પસાર કરતા લોકોને રોકવામાં આવ્યા હતા.

બપોર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો

જૂનાગઢ પોરબંદર હાઇવે સરાડીયા નજીક પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હાલ રસ્તો બંધ કરાયો છે. પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. રવિવારે સવારથી લઇ અને સાંજ સુધી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાંપટા પડયા હતા. બાદ રવિવારની રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કુતિયાણા શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે નદી અને વોકળામાં નવા નીર આવ્યા હતા. કુતિયાણા શહેરમાં આજે સોમવારે પણ સવારથી લઇ અને બપોર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો.