Junagadh News: પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સી સીલ કરાઇ

ચોકી-વડાલ રોડ ઉપર ધમધમતી હતી ગેસ એજન્સીરૂ. 10 લાખની કિંમતની 93 બોટલ કબજે ખુલ્લામાં રાખવામાં આવતા ગેસના બાટલા રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ચાલતા અને ફાયર સેફટી વગરના એકમો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આજે જુનાગઢમાં પુરવઠા વિભાગની તપાસ દરમિયાન એક ગેરકાયદેસર ગેસ એજન્સી ઝડપાઇ આવી છે. જૂનાગઢમાં ચોકી-વડાલ રોડ ઉપર ધમધમતી ગેસ એજન્સી પર આજે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ગુરુકૃપા ગેસ એજન્સી પાસે કોઈપણ પ્રકારનો પરવાનો કે લાયસન્સ નહોતા. જેને પગલે ગુરુકૃપા ગેસ એજન્સી સીલ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે પરવાના વગર ચાલતી ગેસ એજન્સી ખાતે જિલ્લા પુરવઠા તંત્રની ટીમની કાર્યવાહી દરમિયાન રૂ. 10 લાખની કિંમતની 93 ગેસની બોટલ પણ મળી આવી હતી. તેમજ, આવી કાળઝાળ ગરમીમાં પણ ખુલ્લામાં રાખવામાં આવેલ ગેસના બટલા પણ મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

Junagadh News: પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સી સીલ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોકી-વડાલ રોડ ઉપર ધમધમતી હતી ગેસ એજન્સી
  • રૂ. 10 લાખની કિંમતની 93 બોટલ કબજે
  • ખુલ્લામાં રાખવામાં આવતા ગેસના બાટલા

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ચાલતા અને ફાયર સેફટી વગરના એકમો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આજે જુનાગઢમાં પુરવઠા વિભાગની તપાસ દરમિયાન એક ગેરકાયદેસર ગેસ એજન્સી ઝડપાઇ આવી છે.


જૂનાગઢમાં ચોકી-વડાલ રોડ ઉપર ધમધમતી ગેસ એજન્સી પર આજે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ગુરુકૃપા ગેસ એજન્સી પાસે કોઈપણ પ્રકારનો પરવાનો કે લાયસન્સ નહોતા. જેને પગલે ગુરુકૃપા ગેસ એજન્સી સીલ કરવામાં આવી હતી.

વધુમાં જાણવા મળી રહ્યું છે કે પરવાના વગર ચાલતી ગેસ એજન્સી ખાતે જિલ્લા પુરવઠા તંત્રની ટીમની કાર્યવાહી દરમિયાન રૂ. 10 લાખની કિંમતની 93 ગેસની બોટલ પણ મળી આવી હતી. તેમજ, આવી કાળઝાળ ગરમીમાં પણ ખુલ્લામાં રાખવામાં આવેલ ગેસના બટલા પણ મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.