Bharuch: ઝઘડિયા સેવા રૂરલમાં ગેસ લીકેજથી દોડધામ

હૉસ્પિટલમાં સવારના સમયે જેસીબી વડે થતા ખોદકામ દરમિયાન પાઈપ તૂટી ગઈ હતીસ્ટાફની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી : હૉસ્પિટલમાંથી તમામ દર્દીઓને બહાર કઢાયા જેશીબીથી ખોદકામ દરમિયાન ગેસ લિકેજ થતા ભાગદોડ મચી હતી.ઝઘડિયા નગરમાં આવેલા સેવા રૂરલ હોસ્પીટલમાં આજે સવારના સમયે જેશીબી વડે થતા ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં લિકેજ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક અવાજ સાથે ગેસ વછુટતાં ભયનો માહોલ છવાયો હતો. જો કે સેવા રૂરલ હોસ્પીટલના સ્ટાફ્ની સમયસર સુચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.ઝઘડિયા સેવા રૂરલ હોસ્પીટલમાં હાલ દર્દીઓની સુવિધા માટે નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. બુધવાર સવારના નવ કલાકના સમય દરમિયાન હોસ્પીટલ સંકુલમાં જેશીબી વડે જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ગુજરાત ગેસની પાઇપ લાઇન વચ્ચે આવી જતા ઘરેલુ ધડાકાભેર ગેસ લિકેજ થયો હતો. મોટા અને ભયાનક અવાજ સાથે ગેસ લિકેજ થતા હોસ્પીટલ સ્ટાફ્ અને હાજર દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓમાં ગભરાટ ફેલાયો હતો. જો કે સેવા રૂરલ હોસ્પીટલ ના સ્ટાફ્ની સમય સુચકતાને કારણે જાનહાનિ ટળી હતી. હોસ્પીટલના સ્ટાફ્ દ્વારા યુધ્ધના ધોરણે તમામ રૂમો ખાલી કરાવાયા હતા. તે તેની સાથે સાથે તમામ દર્દીઓ સહિત તેમના સગા સંબંધીઓને પણ હોસ્પીટલ બહાર કાઢી સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડાયા હતા. ભયાનક અવાજ સાથે ગેસ લિકેજ અને દર્દીઓ તેમજ સ્ટાફ્માં થયેલી ભાગદોડને કારણે હોસ્પીટલ બહાર પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સેવા રૂરલ હોસ્પીટલ દ્વારા તાત્કાલિક તમામ તંત્રને જાણ કરતા યુધ્ધના ધોરણે ગેસ લાઇન બંધ કરી તમામ સલામતીના પગલા લેવાયા હતા. ઝઘડિયા જીઆઇડીસીના અગ્નિ શામક દળો પણ તુરંત ઘટના સ્થળ ઉપર ધસી આવ્યા હતા. જો કે કોઇપણ અઘટિત ઘટના નહીં બનતા હોસ્પીટલ તેમજ તંત્રને હાશકારો થયો હતો. ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા ગેસ પુરવઠો બંધ કરી તેનું સમારકામ કરતા સેવા રૂરલ હોસ્પીટલમાં તમામ દર્દીઓને સુરક્ષિત પુનઃ દાખલ કરી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હોસ્પીટલમાં નવું મકાન બંધાઈ રહ્યું છે. તેમાં જેસીબી દ્વારા કામ થઈ રહ્યું હતું તે વેળાએ ગેસ લાઈનને ડેમેજ થતાં ગેસ વછૂટયો હતો.જેથી દોડધામ મચી ગઈ હતી.

Bharuch: ઝઘડિયા સેવા રૂરલમાં ગેસ લીકેજથી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હૉસ્પિટલમાં સવારના સમયે જેસીબી વડે થતા ખોદકામ દરમિયાન પાઈપ તૂટી ગઈ હતી
  • સ્ટાફની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી : હૉસ્પિટલમાંથી તમામ દર્દીઓને બહાર કઢાયા
  • જેશીબીથી ખોદકામ દરમિયાન ગેસ લિકેજ થતા ભાગદોડ મચી હતી.

ઝઘડિયા નગરમાં આવેલા સેવા રૂરલ હોસ્પીટલમાં આજે સવારના સમયે જેશીબી વડે થતા ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં લિકેજ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક અવાજ સાથે ગેસ વછુટતાં ભયનો માહોલ છવાયો હતો. જો કે સેવા રૂરલ હોસ્પીટલના સ્ટાફ્ની સમયસર સુચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

ઝઘડિયા સેવા રૂરલ હોસ્પીટલમાં હાલ દર્દીઓની સુવિધા માટે નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. બુધવાર સવારના નવ કલાકના સમય દરમિયાન હોસ્પીટલ સંકુલમાં જેશીબી વડે જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ગુજરાત ગેસની પાઇપ લાઇન વચ્ચે આવી જતા ઘરેલુ ધડાકાભેર ગેસ લિકેજ થયો હતો. મોટા અને ભયાનક અવાજ સાથે ગેસ લિકેજ થતા હોસ્પીટલ સ્ટાફ્ અને હાજર દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓમાં ગભરાટ ફેલાયો હતો.

જો કે સેવા રૂરલ હોસ્પીટલ ના સ્ટાફ્ની સમય સુચકતાને કારણે જાનહાનિ ટળી હતી. હોસ્પીટલના સ્ટાફ્ દ્વારા યુધ્ધના ધોરણે તમામ રૂમો ખાલી કરાવાયા હતા. તે તેની સાથે સાથે તમામ દર્દીઓ સહિત તેમના સગા સંબંધીઓને પણ હોસ્પીટલ બહાર કાઢી સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડાયા હતા. ભયાનક અવાજ સાથે ગેસ લિકેજ અને દર્દીઓ તેમજ સ્ટાફ્માં થયેલી ભાગદોડને કારણે હોસ્પીટલ બહાર પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સેવા રૂરલ હોસ્પીટલ દ્વારા તાત્કાલિક તમામ તંત્રને જાણ કરતા યુધ્ધના ધોરણે ગેસ લાઇન બંધ કરી તમામ સલામતીના પગલા લેવાયા હતા. ઝઘડિયા જીઆઇડીસીના અગ્નિ શામક દળો પણ તુરંત ઘટના સ્થળ ઉપર ધસી આવ્યા હતા. જો કે કોઇપણ અઘટિત ઘટના નહીં બનતા હોસ્પીટલ તેમજ તંત્રને હાશકારો થયો હતો.

ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા ગેસ પુરવઠો બંધ કરી તેનું સમારકામ કરતા સેવા રૂરલ હોસ્પીટલમાં તમામ

દર્દીઓને સુરક્ષિત પુનઃ દાખલ કરી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે હોસ્પીટલમાં નવું મકાન બંધાઈ રહ્યું છે. તેમાં જેસીબી દ્વારા કામ થઈ રહ્યું હતું તે વેળાએ ગેસ લાઈનને ડેમેજ થતાં ગેસ વછૂટયો હતો.જેથી દોડધામ મચી ગઈ હતી.