વિંછીયા તાલુકાનાં સોમલપર ગામે પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈને આપઘાત

બન્ને પરિવાર લગ્ન કરાવી દેવા રાજી હતા પણ યુવતી કાકાએ ધમકી આપ્યા બાદ આપઘાત પહેલાં યુવકના ફેસબુક પોસ્ટ મૂકી હતી જેમા લખ્યું હતું કે હવે બધાને શાંતિ થશે, અમે બધાને હેરાન કર્યા તે બદલ અમે બંને બધાની માફી માંગીએ છીએ : ઉમઠની વીડીએ જઈ બન્ને ઝાડ પર લટકી ગયા, રાહદારીઓએ પોલીસને જાણ કરી, યુવતીના કાકાએ બન્ને પરિવારના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જસદણ : વિંછીયા તાલુકાના સોમલપર ગામે રહેતા જયરાજ સવજીભાઈ સદાદિયા અને તેની પ્રેમિકા હવે એક નહીં થઈ શકે તેવું લાગતા બંનેએ સોમલપર ગામની બાજુમાં આવેલ ઉમઠની વિડીમા જઈ ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંનેના પરિવારજનો અને ગામમાં અરેરાટી છવાઈ ગઈ છે. આ અંગેની વિગતો મુજબ વીડીમાંથી પસાર થતા કોઈ  રાહદારીના નજરે  બંનેની લાશ લટકતી જોવા મળી હતી. જાણ થતા જ ગામના અનેક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને જસદણ પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે  દોડી આવી હતી અને બંનેના મૃતદેહને લઈ ઉતારી જસદણ સરકારી દવાખાને  પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં ઝાડ ઉપર લટકીને બંનેએ ફાંસો ખાઇ લીધો હતો  .બન્નેનાં પરિવાર રાજી હતા .પણ પ્રેમિકાના કાકાએ ધમકી આપતા આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. બંનેએ આપઘાત પહેલા યુવકના ફેઈસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું હતું કે હવે બધાને શાંતિ થશે અમે બધાને હેરાન કર્યા તે બદલ અમે બંને બધાની માફી માંગીએ છીએ.આ ઉપરાંત અમારા બંનેના લગ્ન કરવા બંનેના ફેમિલી રાજી થઈ ગયા હતા પણ યુવતીના પપ્પાના ભાઈ ગેલાભાઈએ  બંને ફેમિલીના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા હતા જેને કારણે અમારે હવે જીવવું નથી. યુવતીના કાકાને આ સંબંધ મંજૂર ન હોય તેથી તેવો જોઈ લેવાની અને અવાર નવાર ટાંટીયા ભાંગી નાખવાની ધમકીઓ આપતા હોય આ બંને યુવક અને યુવતીને ડર લાગ્યો હોય બંને આ ભવમાં એક નહીં થઈ શકીએ એવું વિચારી આ પગલું ભરી લીધુ હતુ.

વિંછીયા તાલુકાનાં સોમલપર ગામે પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈને આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બન્ને પરિવાર લગ્ન કરાવી દેવા રાજી હતા પણ યુવતી કાકાએ ધમકી આપ્યા બાદ આપઘાત પહેલાં યુવકના ફેસબુક પોસ્ટ મૂકી હતી જેમા લખ્યું હતું કે હવે બધાને શાંતિ થશે, અમે બધાને હેરાન કર્યા તે બદલ અમે બંને બધાની માફી માંગીએ છીએ : ઉમઠની વીડીએ જઈ બન્ને ઝાડ પર લટકી ગયા, રાહદારીઓએ પોલીસને જાણ કરી, યુવતીના કાકાએ બન્ને પરિવારના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી 

જસદણ : વિંછીયા તાલુકાના સોમલપર ગામે રહેતા જયરાજ સવજીભાઈ સદાદિયા અને તેની પ્રેમિકા હવે એક નહીં થઈ શકે તેવું લાગતા બંનેએ સોમલપર ગામની બાજુમાં આવેલ ઉમઠની વિડીમા જઈ ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંનેના પરિવારજનો અને ગામમાં અરેરાટી છવાઈ ગઈ છે. 

આ અંગેની વિગતો મુજબ વીડીમાંથી પસાર થતા કોઈ  રાહદારીના નજરે  બંનેની લાશ લટકતી જોવા મળી હતી. જાણ થતા જ ગામના અનેક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને જસદણ પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે  દોડી આવી હતી અને બંનેના મૃતદેહને લઈ ઉતારી જસદણ સરકારી દવાખાને  પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ઝાડ ઉપર લટકીને બંનેએ ફાંસો ખાઇ લીધો હતો  .બન્નેનાં પરિવાર રાજી હતા .પણ પ્રેમિકાના કાકાએ ધમકી આપતા આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. બંનેએ આપઘાત પહેલા યુવકના ફેઈસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું હતું કે હવે બધાને શાંતિ થશે અમે બધાને હેરાન કર્યા તે બદલ અમે બંને બધાની માફી માંગીએ છીએ.

આ ઉપરાંત અમારા બંનેના લગ્ન કરવા બંનેના ફેમિલી રાજી થઈ ગયા હતા પણ યુવતીના પપ્પાના ભાઈ ગેલાભાઈએ  બંને ફેમિલીના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા હતા જેને કારણે અમારે હવે જીવવું નથી. યુવતીના કાકાને આ સંબંધ મંજૂર ન હોય તેથી તેવો જોઈ લેવાની અને અવાર નવાર ટાંટીયા ભાંગી નાખવાની ધમકીઓ આપતા હોય આ બંને યુવક અને યુવતીને ડર લાગ્યો હોય બંને આ ભવમાં એક નહીં થઈ શકીએ એવું વિચારી આ પગલું ભરી લીધુ હતુ.