Kutch: લાઈન પાઈપ ઉદ્યોગમાં વપરાતા આયાતી સ્ટીલ પર ડ્યુટી ન વધારવા અનુરોધ
દેશભરના ઉત્પાદકોએ કેન્દ્રીય પોલાદ સચિવને ડ્યુટી ન ધારવા રજૂઆત કરી દેશના કોર સેક્ટરના વિકાસમાં લાઈન પાઈપનો સિંહ ફાળો ચીન, દક્ષિણ કોરિઆ, જાપાન, યુરોપના દેશો જેવા દેશોમાંથી તેની આયાત થાય છે વિશ્વમાં લાઈન પાઈપના ઉત્પાદનમાં સૌથી મોટા હબ એવા કચ્છના ઉત્પાદકો અને ઇન્ડિયન પાઈપ મેન્યુફેક્ચરીંગ એસોશિએશનના (આઈપીએમએ) હોદેદારો ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના (ફોકિઆ) નેજા હેઠળ કેન્દ્ર સરકારના પોલાદ મંત્રાલયના સચિવ સંદીપ પોન્દ્રિકને મળ્યા હતા અને લાઈન પાઈપના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા એપીઆઈ ગ્રેડ સ્ટીલ પર હવે આયાત શુલ્ક ન વધારવા માટે અપીલ કરી હતી. દેશના કોર સેક્ટરના વિકાસમાં લાઈન પાઈપનો સિંહ ફાળો છે. એપીઆઈ ગ્રેડ સ્ટીલ પર 7.5 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી એક અખબારી યાદીમાં ફોકિઆ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાઈન પાઈપના ઉત્પાદનમાં વપરાશમાં લેવાતા એપીઆઈ ગ્રેડ સ્ટીલ પર 7.5 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી છે અને ચીન, દક્ષિણ કોરિઆ, જાપાન, યુરોપના દેશો જેવા દેશોમાંથી તેની આયાત થાય છે. સ્થાનિકે જેએસડબ્લ્યુ, આર્સેલર મિતલ સ્ટીલ, સેઈલ, તાતા જેવી કંપનીઓ ઉત્પાદન કરે છે. શ્રેષ્ઠ ગુણવતા, ઉત્પાદન ક્ષમતા અને સમયસર ઉપલબ્ધતાને કારણે મોટા ભાગના લાઈન પાઈપ ઉત્પાદકો આયાતી સ્ટીલ પર અવલંબિત રહે છે. જો હવે સ્ટીલના આયાત શુલ્કમાં વધુ વધારો થશે આંતર રાષ્ટ્રીય માર્કેટમાં આપણા ઉત્પાદકો સ્પર્ધાત્મક નહીં રહી શકે. કચ્છમાં 8 મિલિયન મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ફોકિઆના જણાવ્યા મુજબ વાર્ષિક ધોરણે 8 મિલિયન મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે કચ્છ એ સમગ્ર વિશ્વનું આ ક્ષેત્રનું સૌથી મોટું હબ છે. જેમાં રૂ.40000 કરોડથી વધુનું ઉત્પાદન થાય છે અને સીધી કે આડકતરી રીતે 1.5 લાખ જેટલાં લોકોને રોજગારી મળી રહી છે. હાલે ઉત્પાદન ક્ષમતાના 40 ટકા જેટલું જ ઉત્પાદન થઇ રહ્યું છે.વધુમાં જણાવવાનું કે લાઈન પાઈપના કુલ ઉત્પાદનના 50 ટકા ઉત્પાદનની 60 જેટલાં દેશો માં નિકાસ થઇ રહી છે.કેન્દ્રીય પોલાદ સચિવને રજૂઆત કરાઈ સ્ટીલ સચિવ સાથેની વાતચીતમાં ફોકિઆના એમડી નિમિષ ફડકે, વેલસ્પનના સુરેશ દરક, ડો. મનીષ લુંકર, કરુનેશ ચતુર્વેદી, રત્નમણી ગ્રુપના ધીરેન્દ્ર શર્મા, માન ઇન્ડસ્ટ્રીઝના શેઠી અને ઈન્ડિયન પાઈપ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સિમરનજીત સીંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દેશભરના ઉત્પાદકોએ કેન્દ્રીય પોલાદ સચિવને ડ્યુટી ન ધારવા રજૂઆત કરી
- દેશના કોર સેક્ટરના વિકાસમાં લાઈન પાઈપનો સિંહ ફાળો
- ચીન, દક્ષિણ કોરિઆ, જાપાન, યુરોપના દેશો જેવા દેશોમાંથી તેની આયાત થાય છે
વિશ્વમાં લાઈન પાઈપના ઉત્પાદનમાં સૌથી મોટા હબ એવા કચ્છના ઉત્પાદકો અને ઇન્ડિયન પાઈપ મેન્યુફેક્ચરીંગ એસોશિએશનના (આઈપીએમએ) હોદેદારો ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના (ફોકિઆ) નેજા હેઠળ કેન્દ્ર સરકારના પોલાદ મંત્રાલયના સચિવ સંદીપ પોન્દ્રિકને મળ્યા હતા અને લાઈન પાઈપના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા એપીઆઈ ગ્રેડ સ્ટીલ પર હવે આયાત શુલ્ક ન વધારવા માટે અપીલ કરી હતી. દેશના કોર સેક્ટરના વિકાસમાં લાઈન પાઈપનો સિંહ ફાળો છે.
એપીઆઈ ગ્રેડ સ્ટીલ પર 7.5 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી
એક અખબારી યાદીમાં ફોકિઆ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાઈન પાઈપના ઉત્પાદનમાં વપરાશમાં લેવાતા એપીઆઈ ગ્રેડ સ્ટીલ પર 7.5 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી છે અને ચીન, દક્ષિણ કોરિઆ, જાપાન, યુરોપના દેશો જેવા દેશોમાંથી તેની આયાત થાય છે. સ્થાનિકે જેએસડબ્લ્યુ, આર્સેલર મિતલ સ્ટીલ, સેઈલ, તાતા જેવી કંપનીઓ ઉત્પાદન કરે છે. શ્રેષ્ઠ ગુણવતા, ઉત્પાદન ક્ષમતા અને સમયસર ઉપલબ્ધતાને કારણે મોટા ભાગના લાઈન પાઈપ ઉત્પાદકો આયાતી સ્ટીલ પર અવલંબિત રહે છે. જો હવે સ્ટીલના આયાત શુલ્કમાં વધુ વધારો થશે આંતર રાષ્ટ્રીય માર્કેટમાં આપણા ઉત્પાદકો સ્પર્ધાત્મક નહીં રહી શકે.
કચ્છમાં 8 મિલિયન મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા
ફોકિઆના જણાવ્યા મુજબ વાર્ષિક ધોરણે 8 મિલિયન મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે કચ્છ એ સમગ્ર વિશ્વનું આ ક્ષેત્રનું સૌથી મોટું હબ છે. જેમાં રૂ.40000 કરોડથી વધુનું ઉત્પાદન થાય છે અને સીધી કે આડકતરી રીતે 1.5 લાખ જેટલાં લોકોને રોજગારી મળી રહી છે. હાલે ઉત્પાદન ક્ષમતાના 40 ટકા જેટલું જ ઉત્પાદન થઇ રહ્યું છે.વધુમાં જણાવવાનું કે લાઈન પાઈપના કુલ ઉત્પાદનના 50 ટકા ઉત્પાદનની 60 જેટલાં દેશો માં નિકાસ થઇ રહી છે.
કેન્દ્રીય પોલાદ સચિવને રજૂઆત કરાઈ
સ્ટીલ સચિવ સાથેની વાતચીતમાં ફોકિઆના એમડી નિમિષ ફડકે, વેલસ્પનના સુરેશ દરક, ડો. મનીષ લુંકર, કરુનેશ ચતુર્વેદી, રત્નમણી ગ્રુપના ધીરેન્દ્ર શર્મા, માન ઇન્ડસ્ટ્રીઝના શેઠી અને ઈન્ડિયન પાઈપ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સિમરનજીત સીંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.