Rajkot: પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 24 ઓગસ્ટથી લોકમેળો થશે શરૂ
મેળામાં એક એન્ટ્રી ફન વર્લ્ડથી અને બીજી એન્ટ્રી રમેશ પારેખ રંગદર્શનથી કરી શકાશેબાળકો મેળામાં ખોવાઈ ન જાય એટલે ખિસ્સામાં ચીઠ્ઠી મુકવા અપીલ ટપોરીઓ અને અન્ય અસામાજિક તત્વો સામે પણ પોલીસની સતત વોચ રહેશે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આગામી 24 ઓગસ્ટથી શરૂ થશે. શહેરના રેસકોર્સ મેદાન ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને જન્માષ્ટમીના તહેવાર ઉપર રાજકોટના લોકમેળામાં 10 લાખથી વધુ લોકો મેળાને મહાલવા માટે આવે છે. મેળામાં એન્ટ્રી અને એકઝિટના બંને ગેટ અલગ અલગ રહેશે ત્યારે આ વખતે આ મેળામાં તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓ અને તકેદારી રાખવામાં આવશે. આ વખતે મેળામાં એન્ટ્રી અને એકઝિટના બંને ગેટ અલગ અલગ રહેશે, જેથી ભીડ ના થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે. મેળામાં 1 એન્ટ્રી ફન વર્લ્ડ ખાતેથી અને બીજી રમેશ પારેખ રંગ દર્શન તરફથી આપવામાં આવશે. ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એકઝિટ ગેટ રાખવામાં આવ્યો છે. મહિલાની સુરક્ષા માટે ખાસ પણ શી ટીમ કામ કરશે લોકમેળામાં બાળકો માટે પણ ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને બાળક ગુમ થાય તો એક ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે. બાળકોને મેળામાં લાવો તો તેના ખિસ્સામાં મોબાઈલ નંબર અને નામ સાથે ચીઠ્ઠી મૂકવા માટે પણ પોલીસે વાલીઓને અપીલ કરી છે. આ સાથે જ મહિલા સુરક્ષા માટે ખાસ પણ શી ટીમ કામ કરશે. ત્યારે ટપોરીઓ અને અન્ય અસામાજિક તત્વો સામે પણ પોલીસની સતત વોચ રહેવાની છે. લોકોને મેળામાં સોના-ચાંદીના દાગીના પહેરીને ના આવવા માટે અપીલ રાજકોટ અને આસપાસના જિલ્લામાંથી મેળામાં સુરક્ષા માટે ખાસ પોલીસ અધિકારીઓ બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ કિમતી સામાન અને મોબાઈલ ફોન બને ત્યાં સુધી સાચવીને મુકવા અને ખાસ કરીને પાછળના ખિસ્સામાં ના રાખવા કહેવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને સોના-ચાંદીના દાગીના પહેરીને ના આવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મેળામાં એક એન્ટ્રી ફન વર્લ્ડથી અને બીજી એન્ટ્રી રમેશ પારેખ રંગદર્શનથી કરી શકાશે
- બાળકો મેળામાં ખોવાઈ ન જાય એટલે ખિસ્સામાં ચીઠ્ઠી મુકવા અપીલ
- ટપોરીઓ અને અન્ય અસામાજિક તત્વો સામે પણ પોલીસની સતત વોચ રહેશે
રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આગામી 24 ઓગસ્ટથી શરૂ થશે. શહેરના રેસકોર્સ મેદાન ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને જન્માષ્ટમીના તહેવાર ઉપર રાજકોટના લોકમેળામાં 10 લાખથી વધુ લોકો મેળાને મહાલવા માટે આવે છે.
મેળામાં એન્ટ્રી અને એકઝિટના બંને ગેટ અલગ અલગ રહેશે
ત્યારે આ વખતે આ મેળામાં તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓ અને તકેદારી રાખવામાં આવશે. આ વખતે મેળામાં એન્ટ્રી અને એકઝિટના બંને ગેટ અલગ અલગ રહેશે, જેથી ભીડ ના થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે. મેળામાં 1 એન્ટ્રી ફન વર્લ્ડ ખાતેથી અને બીજી રમેશ પારેખ રંગ દર્શન તરફથી આપવામાં આવશે. ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એકઝિટ ગેટ રાખવામાં આવ્યો છે.
મહિલાની સુરક્ષા માટે ખાસ પણ શી ટીમ કામ કરશે
લોકમેળામાં બાળકો માટે પણ ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને બાળક ગુમ થાય તો એક ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે. બાળકોને મેળામાં લાવો તો તેના ખિસ્સામાં મોબાઈલ નંબર અને નામ સાથે ચીઠ્ઠી મૂકવા માટે પણ પોલીસે વાલીઓને અપીલ કરી છે. આ સાથે જ મહિલા સુરક્ષા માટે ખાસ પણ શી ટીમ કામ કરશે. ત્યારે ટપોરીઓ અને અન્ય અસામાજિક તત્વો સામે પણ પોલીસની સતત વોચ રહેવાની છે.
લોકોને મેળામાં સોના-ચાંદીના દાગીના પહેરીને ના આવવા માટે અપીલ
રાજકોટ અને આસપાસના જિલ્લામાંથી મેળામાં સુરક્ષા માટે ખાસ પોલીસ અધિકારીઓ બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ કિમતી સામાન અને મોબાઈલ ફોન બને ત્યાં સુધી સાચવીને મુકવા અને ખાસ કરીને પાછળના ખિસ્સામાં ના રાખવા કહેવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને સોના-ચાંદીના દાગીના પહેરીને ના આવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.