Mehsanaના ઊંઝામાં ધજા મહોત્સવના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટયું
મહેસાણાના ઊંઝામાં ધજા મહોત્સવના ત્રીજા દિવસે માનવ મહેરાણ ઉમટયું છે.3 લાખથી વધુ ભક્તોએ ઉમિયા માતાના દર્શન કર્યા છે.તો બીજી તરફ 4000થી વધુ ધજાઓ ભક્તો દ્વારા ચઢાવાઇ છે.તો એક લાખ કરતા વધારે ભકતોએ પ્રસાદનો લાભ લીધો છે.ઊંઝામાં ઉમિયા માતાજીનું સત સખત છે,ભકતો પણ આ પ્રસંગને લઈ ખુબ ખુશી અનુભવી રહ્યાં છે.શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજીના પ્રાગટયના 1,868 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરના શિખરે 1,868 જેટલી ઉમા પ્રાગટય ધજા અને 11,111 જેટલી ધર્મ ધજા ચઢાવાશે.ભકતોમાં અનેરો માહોલ જગત જનનીમાં ઉમિયાના નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણી માતૃ સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ધજા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી મા ઉમિયાના ભક્તો ધજામહોત્સવમાં પધારી રહ્યા છે.દેશ વિદેશમાંથી ભકતો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યાં છે તેમજ માતાજીમાં આસ્થાને લઈ ભકતોમાં અનેરો ઉત્સાહ છે.શુક્રવારે ઉમિયા સંસ્થાના પ્રણેતાઓએ ભેગા મળીને 21 ધજા ચઢાવી હતી. માં ઉમિયાના મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી મહેસાણા જિલ્લા પોલીસ પરિવાર દ્વારામાં ઉમિયાના શિખર પર ધજા ચઢાવવામાં આવી છે. મહેસાણા SP, DY SP, PI, સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચઢાવવામાં આવી છે. તેમાં પોલીસ પરિવાર બાદ અન્ય ભક્તો દ્વારા માં ઉમિયાના મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી છે. ઊંઝા ઉમિયાધામ ધ્વજા મહોત્સવનો પ્રારંભ થયો ઊંઝા ઉમિયાધામ ધ્વજા મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ઉમિયાધામ ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અપીલ છે કે વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડએ આપણી સંસ્કૃતિ છે. માટે દરેક વ્યક્તિ એક વૃક્ષ લગાવે તેવી અપીલ છે. આપણે વિરાસત સાથે વિકાસથી આગળ વધી રહ્યાં છીએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના ઊંઝામાં ધજા મહોત્સવના ત્રીજા દિવસે માનવ મહેરાણ ઉમટયું છે.3 લાખથી વધુ ભક્તોએ ઉમિયા માતાના દર્શન કર્યા છે.તો બીજી તરફ 4000થી વધુ ધજાઓ ભક્તો દ્વારા ચઢાવાઇ છે.તો એક લાખ કરતા વધારે ભકતોએ પ્રસાદનો લાભ લીધો છે.ઊંઝામાં ઉમિયા માતાજીનું સત સખત છે,ભકતો પણ આ પ્રસંગને લઈ ખુબ ખુશી અનુભવી રહ્યાં છે.શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજીના પ્રાગટયના 1,868 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરના શિખરે 1,868 જેટલી ઉમા પ્રાગટય ધજા અને 11,111 જેટલી ધર્મ ધજા ચઢાવાશે.
ભકતોમાં અનેરો માહોલ
જગત જનનીમાં ઉમિયાના નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણી માતૃ સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ધજા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી મા ઉમિયાના ભક્તો ધજામહોત્સવમાં પધારી રહ્યા છે.દેશ વિદેશમાંથી ભકતો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યાં છે તેમજ માતાજીમાં આસ્થાને લઈ ભકતોમાં અનેરો ઉત્સાહ છે.શુક્રવારે ઉમિયા સંસ્થાના પ્રણેતાઓએ ભેગા મળીને 21 ધજા ચઢાવી હતી.
માં ઉમિયાના મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી
મહેસાણા જિલ્લા પોલીસ પરિવાર દ્વારામાં ઉમિયાના શિખર પર ધજા ચઢાવવામાં આવી છે. મહેસાણા SP, DY SP, PI, સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચઢાવવામાં આવી છે. તેમાં પોલીસ પરિવાર બાદ અન્ય ભક્તો દ્વારા માં ઉમિયાના મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી છે.
ઊંઝા ઉમિયાધામ ધ્વજા મહોત્સવનો પ્રારંભ થયો
ઊંઝા ઉમિયાધામ ધ્વજા મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ઉમિયાધામ ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અપીલ છે કે વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડએ આપણી સંસ્કૃતિ છે. માટે દરેક વ્યક્તિ એક વૃક્ષ લગાવે તેવી અપીલ છે. આપણે વિરાસત સાથે વિકાસથી આગળ વધી રહ્યાં છીએ.