Godhra: રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેશે : ઋષિકેશ પટેલ
ગુજરાતના ખેડૂતોને નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે.સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાશયોમાં 88 ટકા એટલે કે, 7.85 લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધો હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ 2024 દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય 207 જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. હાલ ગુજરાતના 207 જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે 88 ટકા જેટલો એટલે કે, 7.85લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકા વધુ છે. વિસ્તારવાર જોઈએ તો, ઉત્તર ગુજરાતના જળાશયોમાં 65 ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 92 ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 91 ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં 86 ટકા અને કચ્છના જળાશયોમાં 62 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ 90 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક માટે સુગમતા રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના ખેડૂતોને નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે.સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાશયોમાં 88 ટકા એટલે કે, 7.85 લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધો હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ 2024 દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય 207 જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. હાલ ગુજરાતના 207 જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે 88 ટકા જેટલો એટલે કે, 7.85લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકા વધુ છે. વિસ્તારવાર જોઈએ તો, ઉત્તર ગુજરાતના જળાશયોમાં 65 ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 92 ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 91 ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં 86 ટકા અને કચ્છના જળાશયોમાં 62 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ 90 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક માટે સુગમતા રહેશે.