હળવદ પાસે ટ્રકમાંથી 99 કિલો પોશડોડાના જથ્થા સાથે 2 ઝડપાયા

ઊડતા સૌરાષ્ટ્રઃ અવિરત ઝડપાઇ રહેલા માદક પદાર્થો : જામનગરમાં 1 કિલો 429 ગ્રામ ગાંજા સાથે શખ્સની અટકાયતઃ બનાસકાંઠાના સપ્લાયરનું નામ ખુલ્યુંમોરબી, જામનગર,: હળવદ નજીકથી એસઓજી ટીમે ટ્રકમાં પોશડોડા માદક પદાર્થના જથ્થાની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને 99  કિલોથી વધુ પોશડોડાનો જથ્થો, 2 મોબાઈલ અને ટ્રક સહીત કુલ રૂા. 23 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે જામનગરના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે તેને ગાંજો સપ્લાય કરનાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ના રહેવાસી એક શખ્સને સપ્લાયર તરીકે ફરારી જાહેર કર્યો છે.મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અમદાવાદ તરફથી હળવદ થઈને કચ્છ તરફ જતી ટ્રકમાં ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાં પોશડોડાનો જથ્થો ભરીને લઇ જતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. અને હળવદ નજીકથી ટ્રક પસાર થતા ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશડોડા વજન 99 કિલો અને 680 ગ્રામ કિંમત રૂા. 2,99,040 નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે પોશડોડા જથ્થો મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂા. 10,000 અને ટ્રક સહિત કુલ રૂા. 23.09,040નો મુદામાલ જપ્ત કરી આરોપી દેદારામ નારણારામ જાટ અને બાબુલાલ ગંગારામ જાટ (રહે. બંને રાજસ્થાન)ને ઝડપી લઈને હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.જામનગરની એસ.ઓ.જી. શાખાએ  બાતમીના આધારે જામનગરમાં પવનચક્કી નજીક હિંગળાજ ચોક મીલ વાળી ગલીમાં રહેતા જગદીશ મોહનભાઈ પરમારને એક કિલો અને 349 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત ગાંજો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વતની પવનસિંહ સપ્લાય કર્યો હોવાનું કબૂલતાં તેને ફરારી જાહેર કરાયા છે. જેને પોલીસ શોધી રહી છે.

હળવદ પાસે ટ્રકમાંથી 99  કિલો પોશડોડાના જથ્થા સાથે 2 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ઊડતા સૌરાષ્ટ્રઃ અવિરત ઝડપાઇ રહેલા માદક પદાર્થો : જામનગરમાં 1 કિલો 429 ગ્રામ ગાંજા સાથે શખ્સની અટકાયતઃ બનાસકાંઠાના સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી, જામનગર,: હળવદ નજીકથી એસઓજી ટીમે ટ્રકમાં પોશડોડા માદક પદાર્થના જથ્થાની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને 99  કિલોથી વધુ પોશડોડાનો જથ્થો, 2 મોબાઈલ અને ટ્રક સહીત કુલ રૂા. 23 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે જામનગરના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે તેને ગાંજો સપ્લાય કરનાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ના રહેવાસી એક શખ્સને સપ્લાયર તરીકે ફરારી જાહેર કર્યો છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અમદાવાદ તરફથી હળવદ થઈને કચ્છ તરફ જતી ટ્રકમાં ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાં પોશડોડાનો જથ્થો ભરીને લઇ જતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. અને હળવદ નજીકથી ટ્રક પસાર થતા ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશડોડા વજન 99 કિલો અને 680 ગ્રામ કિંમત રૂા. 2,99,040 નો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે પોશડોડા જથ્થો મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂા. 10,000 અને ટ્રક સહિત કુલ રૂા. 23.09,040નો મુદામાલ જપ્ત કરી આરોપી દેદારામ નારણારામ જાટ અને બાબુલાલ ગંગારામ જાટ (રહે. બંને રાજસ્થાન)ને ઝડપી લઈને હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાએ  બાતમીના આધારે જામનગરમાં પવનચક્કી નજીક હિંગળાજ ચોક મીલ વાળી ગલીમાં રહેતા જગદીશ મોહનભાઈ પરમારને એક કિલો અને 349 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત ગાંજો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વતની પવનસિંહ સપ્લાય કર્યો હોવાનું કબૂલતાં તેને ફરારી જાહેર કરાયા છે. જેને પોલીસ શોધી રહી છે.