હું આ લોકસભા ચૂંટણીમાં પણ ગેરંટી લઈને આવ્યો છું, જે આપવા હિંમત જોઈએઃ વડાપ્રધાન મોદી

Gujarat Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. આજે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ જાહેરસભાને મા અંબાના જયકારથી સંબોધન શરૂ કર્યું હતું. ‘હું દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું’તેમણે કહ્યું કે, 2014 પહેલા ભ્રષ્ટાચારના જ સમાચાર મળતા હતા અને દેશ નિરાશામાં ડૂબેલો હતો, પરંતુ અમે દેશ માટે મહેનત કરવામાં કોઈ કચાસ છોડી નથી. આમ છતાં 2019માં અમારી સરકાર ન બને તે માટે તમામ પ્રયાસો કરાયા છે. હવે હું દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું, ગેરંટી હિંમતથી આપી છે. હિંદુસ્તાન દેશનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. નવી સરકારનો પ્લાન તો અત્યારથી જ તૈયાર છે.‘અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો’તેમણે જનસભાને સંબોધતા કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. તેમણે કહ્યું કે, અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.વડાપ્રધાન રાજ્યમાં 6 જાહેરસભાઓ ગજવશેઆ પહેલા અમદાવાદ એરપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન રાજ્યની 25 લોકસભા બેઠકો માટે બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ માટેની જાહેરસભાઓ કરશે. સુરતની બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ડીસા બાદ હિંમતનગરમાં જાહેરસભા યોજાશેઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ પહેલા વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. આજે તેઓ ઉત્તર ગુજરાતની ડીસા બાદ હિંમતનગરમાં જાહેરસભામાં સંબોધન કરશે.રાત્રિ દરમિયાન ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠકચૂંટણી આચાર સંહિતાના કારણે તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રખાયું છે. આ દરમિયાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરશે, તેવું માનવામાં આવે છે. વડાપ્રધાનનો ગુજરાતનો આવતીકાલનો કાર્યક્રમવડાપ્રધાન આવતીકાલે બીજી મેના રોજ મધ્ય ગુજરાતના આણંદ (Anand)માં સવારે 10 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ (Surendranagar-Rajkot) રોડ પર ત્રિમંદર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢ (Junagadh)માં 2.15 કલાકે અને જામનગર (Jamnagar)માં સાંજના 4.15 કલાકે જાહેરસભા સંબોધશે. તેમના બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર (Bhavnagar) મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે.અગાઉ વડાપ્રધાન 22મીએ રાજકોટ આવવાના હતાઅગાઉ નક્કી થયા મુજબ વડાપ્રધાન 22મી એપ્રિલે રાજકોટથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા, પરંતુ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલ (Parshottam Rupala)ના સામે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ના વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા માટે ફરી છઠ્ઠી મેએ રાત્રીએ ગુજરાત આવશે.

હું આ લોકસભા ચૂંટણીમાં પણ ગેરંટી લઈને આવ્યો છું, જે આપવા હિંમત જોઈએઃ વડાપ્રધાન મોદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. આજે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ જાહેરસભાને મા અંબાના જયકારથી સંબોધન શરૂ કર્યું હતું.

‘હું દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું’

તેમણે કહ્યું કે, 2014 પહેલા ભ્રષ્ટાચારના જ સમાચાર મળતા હતા અને દેશ નિરાશામાં ડૂબેલો હતો, પરંતુ અમે દેશ માટે મહેનત કરવામાં કોઈ કચાસ છોડી નથી. આમ છતાં 2019માં અમારી સરકાર ન બને તે માટે તમામ પ્રયાસો કરાયા છે. હવે હું દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું, ગેરંટી હિંમતથી આપી છે. હિંદુસ્તાન દેશનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. નવી સરકારનો પ્લાન તો અત્યારથી જ તૈયાર છે.

‘અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો’

તેમણે જનસભાને સંબોધતા કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. તેમણે કહ્યું કે, અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.

વડાપ્રધાન રાજ્યમાં 6 જાહેરસભાઓ ગજવશે

આ પહેલા અમદાવાદ એરપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન રાજ્યની 25 લોકસભા બેઠકો માટે બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ માટેની જાહેરસભાઓ કરશે. સુરતની બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. 

ડીસા બાદ હિંમતનગરમાં જાહેરસભા યોજાશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ પહેલા વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. આજે તેઓ ઉત્તર ગુજરાતની ડીસા બાદ હિંમતનગરમાં જાહેરસભામાં સંબોધન કરશે.

રાત્રિ દરમિયાન ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક

ચૂંટણી આચાર સંહિતાના કારણે તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રખાયું છે. આ દરમિયાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરશે, તેવું માનવામાં આવે છે. 

વડાપ્રધાનનો ગુજરાતનો આવતીકાલનો કાર્યક્રમ

વડાપ્રધાન આવતીકાલે બીજી મેના રોજ મધ્ય ગુજરાતના આણંદ (Anand)માં સવારે 10 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ (Surendranagar-Rajkot) રોડ પર ત્રિમંદર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢ (Junagadh)માં 2.15 કલાકે અને જામનગર (Jamnagar)માં સાંજના 4.15 કલાકે જાહેરસભા સંબોધશે. તેમના બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર (Bhavnagar) મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે.

અગાઉ વડાપ્રધાન 22મીએ રાજકોટ આવવાના હતા

અગાઉ નક્કી થયા મુજબ વડાપ્રધાન 22મી એપ્રિલે રાજકોટથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા, પરંતુ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલ (Parshottam Rupala)ના સામે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ના વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા માટે ફરી છઠ્ઠી મેએ રાત્રીએ ગુજરાત આવશે.