Suratમાં વિદેશ મોકલવાની લાલચે છેતરપિંડી કરી 10 લાખ પડાવનારને પોલીસે ઝડપ્યો

રૂપિયા લઈ વિદેશ મોકલનારાથી ચેતજો રૂપિયા લઈ વિદેશના મોકલતા આરોપી સામે નોંધાયો ગુનો રૂપિયા 10 લાખ લઈ ચાંઉ કરી જનાર જેલના હવાલે થયો વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સુરતના કામરેજમાં સામે આવ્યો છે,યુવક પાસે 10 લાખથી વધુની રકમ પડાવી લીધા બાદ રૂપિયા પાછા આપવામાં ગલ્લા તલ્લા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે છેતરપિંડી કરનાર આરોપીની કરી છે ધરપકડ. રૂપિયા લઈ ના કર્યુ કામ કામરેજના વેલંજા ગામે રેહતા પારસ ઠાકર નામના વ્યકિત પોતાના દીકરા મિત ઠાકરને વિદેશ ખાતે અભ્યાસ અર્થે મોકલવા માંગતા હતા,અને તેઓ વિદેશ અભ્યાસ અર્થે મોકલતી એજન્સીની તપાસ કરી રહ્યા હતા દરમિયાન વેલંજા ખાતે ઓફીસ ધરાવતા અને વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કામ કરતા પિન્ટુ મજેઠીયા નામના ઇસમ સાથે સંપર્ક થયો હતો,પિન્ટુ મજેઠીયા એ પારસ ઠાકરને વિશ્વાસમાં લીધા હતા અને પારસ ઠાકરના દીકરા મિત ઠાકરના તમામ દસ્તાવેજ ચકાસી તેમને 105 દિવસમાં વિઝા અપાવી દેવાની બાહેધરી આપી હતી અને વિદેશ મોકલવાના ચાર્જ પેટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી,પારસ ઠાકરે ટુકડે ટુકડે રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા પિન્ટુ મજેઠીયાને 10 લાખથી વધુની રકમ નક્કી કરેલા સમય મુજબ ચૂકવી પણ દીધી હતી. પોલીસે ઝડપ્યો આરોપીને જોકે 105 દિવસનો સમય વીતી જવા છતાં વિઝા નહી આવતા પારસ ઠાકર દ્વારા પિન્ટુ મજેઠીયાને વિઝા બાબતે પૂછતાં પિન્ટુ મજેઠીયા દ્વારા ગલ્લા તલ્લા શરુ કરી દેવામાં આવ્યા હતા .જોકે પિન્ટુ મજેઠીયા દ્વારા હેફોડ કેર ઓર્ગેનાઈઝેશન નામની કંપનીનો સર્ટીફીકેટ ઓફ સ્પોન્સર લેટર પણ બતાવવામાં આવ્યો હતો,અને સમય મર્યાદા વિતી ગઈ હોવાનું જણાવ્યું હતું ,જોકે પારસ ઠાકર દ્વારા પૈસા પરત લેવા માટે ઉઘરાણી શરુ કરવામાં આવતા પિન્ટુ મજેઠીયાએ જાન થી મારી નાખવાની ધમકી પણ પારસ ઠાકરને આપવામાં આવી હતી આખરે પારસ ઠાકરે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે પિન્ટુ મજેઠીયા વિરુદ્ધ છેતરપિંડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો નોંધી આરોપી પિન્ટુ મજેઠીયાની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસ પણ ચાલુ પોતાના દીકરા-દીકરીઓને વિદેશ મોકલવાની ઘેલછા ધરાવતા માતા પિતા માટે આ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે,હાલ તો એક જ વ્યક્તિ દ્વારા પિન્ટુ મજેઠીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે,પોલીસને આશંકા છે કે હજુ અનેક વ્યકિતઓને આ ઈસમે છેતર્યા હોઈ શકે છે,જેને લઈ પોલીસ તપાસ ચાલુ છે.

Suratમાં વિદેશ મોકલવાની લાલચે છેતરપિંડી કરી 10 લાખ પડાવનારને પોલીસે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપિયા લઈ વિદેશ મોકલનારાથી ચેતજો
  • રૂપિયા લઈ વિદેશના મોકલતા આરોપી સામે નોંધાયો ગુનો
  • રૂપિયા 10 લાખ લઈ ચાંઉ કરી જનાર જેલના હવાલે થયો

વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સુરતના કામરેજમાં સામે આવ્યો છે,યુવક પાસે 10 લાખથી વધુની રકમ પડાવી લીધા બાદ રૂપિયા પાછા આપવામાં ગલ્લા તલ્લા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે છેતરપિંડી કરનાર આરોપીની કરી છે ધરપકડ.

રૂપિયા લઈ ના કર્યુ કામ

કામરેજના વેલંજા ગામે રેહતા પારસ ઠાકર નામના વ્યકિત પોતાના દીકરા મિત ઠાકરને વિદેશ ખાતે અભ્યાસ અર્થે મોકલવા માંગતા હતા,અને તેઓ વિદેશ અભ્યાસ અર્થે મોકલતી એજન્સીની તપાસ કરી રહ્યા હતા દરમિયાન વેલંજા ખાતે ઓફીસ ધરાવતા અને વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કામ કરતા પિન્ટુ મજેઠીયા નામના ઇસમ સાથે સંપર્ક થયો હતો,પિન્ટુ મજેઠીયા એ પારસ ઠાકરને વિશ્વાસમાં લીધા હતા અને પારસ ઠાકરના દીકરા મિત ઠાકરના તમામ દસ્તાવેજ ચકાસી તેમને 105 દિવસમાં વિઝા અપાવી દેવાની બાહેધરી આપી હતી અને વિદેશ મોકલવાના ચાર્જ પેટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી,પારસ ઠાકરે ટુકડે ટુકડે રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા પિન્ટુ મજેઠીયાને 10 લાખથી વધુની રકમ નક્કી કરેલા સમય મુજબ ચૂકવી પણ દીધી હતી.


પોલીસે ઝડપ્યો આરોપીને

જોકે 105 દિવસનો સમય વીતી જવા છતાં વિઝા નહી આવતા પારસ ઠાકર દ્વારા પિન્ટુ મજેઠીયાને વિઝા બાબતે પૂછતાં પિન્ટુ મજેઠીયા દ્વારા ગલ્લા તલ્લા શરુ કરી દેવામાં આવ્યા હતા .જોકે પિન્ટુ મજેઠીયા દ્વારા હેફોડ કેર ઓર્ગેનાઈઝેશન નામની કંપનીનો સર્ટીફીકેટ ઓફ સ્પોન્સર લેટર પણ બતાવવામાં આવ્યો હતો,અને સમય મર્યાદા વિતી ગઈ હોવાનું જણાવ્યું હતું ,જોકે પારસ ઠાકર દ્વારા પૈસા પરત લેવા માટે ઉઘરાણી શરુ કરવામાં આવતા પિન્ટુ મજેઠીયાએ જાન થી મારી નાખવાની ધમકી પણ પારસ ઠાકરને આપવામાં આવી હતી આખરે પારસ ઠાકરે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે પિન્ટુ મજેઠીયા વિરુદ્ધ છેતરપિંડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો નોંધી આરોપી પિન્ટુ મજેઠીયાની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ તપાસ પણ ચાલુ

પોતાના દીકરા-દીકરીઓને વિદેશ મોકલવાની ઘેલછા ધરાવતા માતા પિતા માટે આ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે,હાલ તો એક જ વ્યક્તિ દ્વારા પિન્ટુ મજેઠીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે,પોલીસને આશંકા છે કે હજુ અનેક વ્યકિતઓને આ ઈસમે છેતર્યા હોઈ શકે છે,જેને લઈ પોલીસ તપાસ ચાલુ છે.