ચોટીલા વિદેશી દારૂ કેસના મહારાષ્ટ્રના આરોપીની જામીન અરજી નામંજૂર

પોલીસે સોયાબીનના તેલની આડમાં દારૂની હેરાફેરીનો ગત વર્ષે પર્દાફશ કર્યો હતોજેમાં ટ્રક ચાલકની પુછપરછ કરતા ટ્રકમાં સોયાબીજનું તેલ હોવાનું જણાવી પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી દારૂની 1680 બોટલ અને બિયરના 5880 ટીન મળવ્યા હતા પોલીસે દારૂ-બિયર સહિત રૂ. 17.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, ડ્રાઈવર, દારૂ મોકલનાર, મંગાવનાર, ટ્રક માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી ચોટીલા હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક નીકળનાર હોવાની બાતમી મળતા પોલીસે વોચ રાખી હતી. જેમાં રાજકોટ તરફ જતા ટ્રકને રોકી તપાસ કરતા તેમાં સોયાબીજના તેલની આડમાં દારૂ લઈ જવાતો હતો. આથી પોલીસે દારૂ, બીયર અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી પાંચ સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં બાદમાં દારૂ ભરી આપનાર શખ્સ પકડાયો હતો. આ શખ્સે જેલવાસ દરમિયાન જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. ચોટીલા પોલીસ મથકના પીઆઈ જે.જે.જાડેજા સહિતનાઓને તા. 25-10-23ના રોજ સાંજે સફેદ મહોરાવાળા ટ્રકમાં વિદેશી દારૂ અમદાવાદથી રાજકોટ તરફ જતો હોવાની વિગત મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. ત્યારે બાતમીવાળો ટ્રક આવતા તેની રોકી તપાસ કરાઈ હતી. જેમાં ટ્રક ચાલકની પુછપરછ કરતા ટ્રકમાં સોયાબીજનું તેલ હોવાનું જણાવી બીલટી પણ દર્શાવાઈ હતી. જયારે પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી દારૂની 1680 બોટલ અને બિયરના 5880 ટીન મળવ્યા હતા. પોલીસે ટ્રક ડ્રાઈવર મહારાષ્ટ્રના 42 વર્ષીય હનુમંત દત્તુ શીંદેની રૂ. 6,30,000નો દારૂ, રૂ. 5,88,000ના બીયરના ટીન અને ટ્રક સહિત રૂ. 17.23 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જયારે દારૂ મોકલનાર, ટ્રક ચાલક અને દારૂ મંગાવનાર સહિત પાંચ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં બાદમાં તા. પમી માર્ચના રોજ પોલીસે દારૂ ભરી આપનાર મુંબઈના રાહુલ શીવાજી અગતરાવની ધરપકડ કરી હતી. ત્યારે જેલવાસ ભોગવતા આરોપીએ તા. 20મી માર્ચ 2024ના રોજ સુરેન્દ્રનગર કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ એચ.એ.પરમારે દલીલો કરતા જણાવ્યુ કે, આરોપીએ ગુજરાત જેવા પ્રતીબંધીત વિસ્તારમાં દારૂ ઘુસાડવાનું કામ કર્યુ છે. આરોપી બીજા રાજયનો છે. જો તેને જામીન અપાય તો તે ફરાર થઈ જશે. આ ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓ પણ પકડવાના બાકી છે. આથી સુરેન્દ્રનગર ત્રીજા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી રાહુલ શીવાજી અગતરાવની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.

ચોટીલા વિદેશી દારૂ કેસના મહારાષ્ટ્રના આરોપીની જામીન અરજી નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે સોયાબીનના તેલની આડમાં દારૂની હેરાફેરીનો ગત વર્ષે પર્દાફશ કર્યો હતો
  • જેમાં ટ્રક ચાલકની પુછપરછ કરતા ટ્રકમાં સોયાબીજનું તેલ હોવાનું જણાવી
  • પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી દારૂની 1680 બોટલ અને બિયરના 5880 ટીન મળવ્યા હતા

પોલીસે દારૂ-બિયર સહિત રૂ. 17.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, ડ્રાઈવર, દારૂ મોકલનાર, મંગાવનાર, ટ્રક માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી

ચોટીલા હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક નીકળનાર હોવાની બાતમી મળતા પોલીસે વોચ રાખી હતી. જેમાં રાજકોટ તરફ જતા ટ્રકને રોકી તપાસ કરતા તેમાં સોયાબીજના તેલની આડમાં દારૂ લઈ જવાતો હતો. આથી પોલીસે દારૂ, બીયર અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી પાંચ સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં બાદમાં દારૂ ભરી આપનાર શખ્સ પકડાયો હતો. આ શખ્સે જેલવાસ દરમિયાન જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.

ચોટીલા પોલીસ મથકના પીઆઈ જે.જે.જાડેજા સહિતનાઓને તા. 25-10-23ના રોજ સાંજે સફેદ મહોરાવાળા ટ્રકમાં વિદેશી દારૂ અમદાવાદથી રાજકોટ તરફ જતો હોવાની વિગત મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. ત્યારે બાતમીવાળો ટ્રક આવતા તેની રોકી તપાસ કરાઈ હતી. જેમાં ટ્રક ચાલકની પુછપરછ કરતા ટ્રકમાં સોયાબીજનું તેલ હોવાનું જણાવી બીલટી પણ દર્શાવાઈ હતી. જયારે પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી દારૂની 1680 બોટલ અને બિયરના 5880 ટીન મળવ્યા હતા. પોલીસે ટ્રક ડ્રાઈવર મહારાષ્ટ્રના 42 વર્ષીય હનુમંત દત્તુ શીંદેની રૂ. 6,30,000નો દારૂ, રૂ. 5,88,000ના બીયરના ટીન અને ટ્રક સહિત રૂ. 17.23 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જયારે દારૂ મોકલનાર, ટ્રક ચાલક અને દારૂ મંગાવનાર સહિત પાંચ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં બાદમાં તા. પમી માર્ચના રોજ પોલીસે દારૂ ભરી આપનાર મુંબઈના રાહુલ શીવાજી અગતરાવની ધરપકડ કરી હતી. ત્યારે જેલવાસ ભોગવતા આરોપીએ તા. 20મી માર્ચ 2024ના રોજ સુરેન્દ્રનગર કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ એચ.એ.પરમારે દલીલો કરતા જણાવ્યુ કે, આરોપીએ ગુજરાત જેવા પ્રતીબંધીત વિસ્તારમાં દારૂ ઘુસાડવાનું કામ કર્યુ છે. આરોપી બીજા રાજયનો છે. જો તેને જામીન અપાય તો તે ફરાર થઈ જશે. આ ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓ પણ પકડવાના બાકી છે. આથી સુરેન્દ્રનગર ત્રીજા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી રાહુલ શીવાજી અગતરાવની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.