સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં ગત બે ટર્મની વર્ષ 2024માં સૌથી ઓછું મતદાન થયું

વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં 39.72 ટકા મતદાન બાદ ગત તા.7મી મેએ 55.09 ટકા મતદાન નોંધાયુંઝાલાવાડની બેઠક માટે વર્ષ 2014માં 57.02 ટકા અને વર્ષ 2019માં સરેરાશ 56.86 ટકા મતદાન થયુ અત્યાર સુધીના મતદાનમાં સૌથી વધુ મતદાન વર્ષ 1967માં 63.16 ટકા થયુ હતુ.    સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણીમાં સૌપ્રથમ વખત મતદાન વર્ષ 1962માં થયુ હતુ. જેમાં 54.28 ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદની ચૂંટણીઓમાં જિલ્લામાં સતત મતદાન વધતુ અને ઘટતુ રહ્યુ છે. ત્યારે મંગળવારે યોજાયેલા મતદાનમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર 55.09 ટકા મતદાન થયુ છે. જે વર્ષ 2009ના 39.72 ટકા મતદાન બાદ છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછુ મતદાન છે.   સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં તા. 7મી મેને મંગળવારના રોજ મતદાન યોજાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા તથા અમદાવાદ જિલ્લા ગ્રામ્યની ધંધૂકા અને વિરમગામ વિધાનસભા બેઠક વિસ્તારમાં મતદાન વધે તે માટે તંત્રના મતદાન જાગૃતિના પ્રયાસો છતાં મતદાનની ટકાવારી વધી નથી. અને ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન થયુ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1962માં સૌ પ્રથમ સુરેન્દ્રનગર બેઠકની લોકસભાની ચૂંટણી થઈ ત્યારથી અત્યાર સુધીના મતદાનમાં સૌથી વધુ મતદાન વર્ષ 1967માં 63.16 ટકા થયુ હતુ. જયારે જિલ્લામાં સૌથી ઓછુ મતદાન વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં થયુ હતુ. 2009ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભા હેઠળ આવતી 7 બેઠકો પર એવરેજ મતદાન 39.72 ટકા મતદાન નોંધાયુ હતુ. જે ઝાલાવાડના ઈતીહાસમાં લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન છે. ત્યારે તા. 07 મેને મંગળવારે યોજાયેલા મતદાનમાં જિલ્લાના 55.09 ટકા મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો છે. જે મતદાન છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછુ મતદાન છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં 39.72 ટકા મતદાન નોંધાયુ હતુ. જયારે વર્ષ 2014માં 57.02 ટકા અને વર્ષ 2019માં 56.86 ટકા મતદાન થયુ હતુ. ત્યારે આ વખતે ચૂંટણી વિભાગના મતદાન જાગૃતીના કાર્યક્રમો જોતા મતદાન અગાઉના વર્ષોના બધા રેકોર્ડ તોડશે તેમ લાગતુ હતુ. પરંતુ મતદાનના દિવસે મતદાન મથકો પર મતદારોનો જોઈએ તેટલો ધસારો જોવા મળ્યો નહી. અને વર્ષ 2009 બાદ સૌથી ઓછુ મતદાન મંગળવારે નોંધાયુ છે. ઓછુ મતદાન કોને મારશે અને કોને તારશે તેનો ખ્યાલ તા.4 જુનના રોજ મતદાન ગણતરીના દિવસે આવી જશે.

સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં ગત બે ટર્મની વર્ષ 2024માં સૌથી ઓછું મતદાન થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં 39.72 ટકા મતદાન બાદ ગત તા.7મી મેએ 55.09 ટકા મતદાન નોંધાયું
  • ઝાલાવાડની બેઠક માટે વર્ષ 2014માં 57.02 ટકા અને વર્ષ 2019માં સરેરાશ 56.86 ટકા મતદાન થયુ
  • અત્યાર સુધીના મતદાનમાં સૌથી વધુ મતદાન વર્ષ 1967માં 63.16 ટકા થયુ હતુ.

   સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણીમાં સૌપ્રથમ વખત મતદાન વર્ષ 1962માં થયુ હતુ. જેમાં 54.28 ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદની ચૂંટણીઓમાં જિલ્લામાં સતત મતદાન વધતુ અને ઘટતુ રહ્યુ છે. ત્યારે મંગળવારે યોજાયેલા મતદાનમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર 55.09 ટકા મતદાન થયુ છે. જે વર્ષ 2009ના 39.72 ટકા મતદાન બાદ છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછુ મતદાન છે.

  સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં તા. 7મી મેને મંગળવારના રોજ મતદાન યોજાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા તથા અમદાવાદ જિલ્લા ગ્રામ્યની ધંધૂકા અને વિરમગામ વિધાનસભા બેઠક વિસ્તારમાં મતદાન વધે તે માટે તંત્રના મતદાન જાગૃતિના પ્રયાસો છતાં મતદાનની ટકાવારી વધી નથી. અને ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન થયુ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1962માં સૌ પ્રથમ સુરેન્દ્રનગર બેઠકની લોકસભાની ચૂંટણી થઈ ત્યારથી અત્યાર સુધીના મતદાનમાં સૌથી વધુ મતદાન વર્ષ 1967માં 63.16 ટકા થયુ હતુ. જયારે જિલ્લામાં સૌથી ઓછુ મતદાન વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં થયુ હતુ. 2009ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભા હેઠળ આવતી 7 બેઠકો પર એવરેજ મતદાન 39.72 ટકા મતદાન નોંધાયુ હતુ. જે ઝાલાવાડના ઈતીહાસમાં લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન છે. ત્યારે તા. 07 મેને મંગળવારે યોજાયેલા મતદાનમાં જિલ્લાના 55.09 ટકા મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો છે. જે મતદાન છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછુ મતદાન છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં 39.72 ટકા મતદાન નોંધાયુ હતુ. જયારે વર્ષ 2014માં 57.02 ટકા અને વર્ષ 2019માં 56.86 ટકા મતદાન થયુ હતુ. ત્યારે આ વખતે ચૂંટણી વિભાગના મતદાન જાગૃતીના કાર્યક્રમો જોતા મતદાન અગાઉના વર્ષોના બધા રેકોર્ડ તોડશે તેમ લાગતુ હતુ. પરંતુ મતદાનના દિવસે મતદાન મથકો પર મતદારોનો જોઈએ તેટલો ધસારો જોવા મળ્યો નહી. અને વર્ષ 2009 બાદ સૌથી ઓછુ મતદાન મંગળવારે નોંધાયુ છે. ઓછુ મતદાન કોને મારશે અને કોને તારશે તેનો ખ્યાલ તા.4 જુનના રોજ મતદાન ગણતરીના દિવસે આવી જશે.