SurendraNagar: કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં રૂ. 15,000ની લાંચ લેતો વકીલ ઝડપાયો

સરકારી પ્લોટ મેળવવા માટે અરજદાર પાસે પંદર હજાર માગ્યા હતાકલેક્ટર અને મામલતદાર કચેરી પાસે મળતિયાઓના આંટા ફેરાથી કલેકટર અજાણ ? કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સરકારી કામ માટે મળતીયાએ માઝા મુકી દીધી હતી સુરેન્દ્રનગર કલેકટર કચેરી અને મામલતદાર ઓફીસ પાસે મળતીયાઓની વ્યાપક ફરીયાદ ઉઠી હતી એવામાં જ સરકારી પ્લોટ મેળવવા માટે વકીલે રૂ.15 હજારમાંગતા અમદાવાદ એ.સી.બી.એ ટ્રેપ ગોઠવી કલેકટર ઓફીસમાં જ રંગે હાથ ઝડપી લેતા કલેકટર ઓફીસના સ્ટાફમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર કલેકટર ઓફીસ અને મામલતદાર ઓફીસ પાસે મળતીયા આંટા મારતા હોવાથી અરજદારોને દાખલા લેવા હોય, સરકારી સહાય કે સરકારી જમીન પ્લોટ મેળવવા હોય તો મળતીયા વગર સીધા કચેરીમાં જાય તો ધકકા ખાતા હોવાની અનેક ફરીયાદો ઉઠી હતી. વળી કલેકટર કચેરીમાં ચીટનીસની ખાલી જગ્યાનો અધિક ચીટનીસ કલેકટર કચેરીમાં જ સતત હાજર હોવા છતાય સુરેન્દ્રનગર સીટી મામલતદાર રાનાને ચીટનીસનો વધારાનો ચાર્જ અપાયો હોવાથી મામલતદાર મોટાભાગે કલેકટર કચેરીમાં હાજર રહેતા હોવાથી મામલતદાર કચેરીના કામ માટે વિધ્યાર્થીઓ-અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં જ અરજદાર પાસે સરકારી પ્લોટ મેળવવવા પંદર હજાર રૂપીયાની સનદી વકીલ કિશનકુમાર મગનભાઇ સોલંકીએ લાંચ માંગી હતી.આ બાબતની અરજદારે અમદાવાદ એ.સી.બી.ને જાણ કરતા મદદનીશ નિયામક એ.વી.પટેલના સુરવિઝન હેઠળ પી.એસ.આઇ.એન.બી.સોલંકીની ટીમે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં જ ટ્રેપ ગોઠવતા સાત હજાર રૂપીયા રોકડા લેતા વકીલને રંગે હાથ ઝડપી લીધો હતો.આમ હવે કલેકટર કચેરીમાં પ્લોટ મેળવવવા માટે રૂપીયા કયા ટેબલ વાળા કયા સ્ટાફને આપવાના હશે એની સામે સૌની નજર મંડાયેલી છે. આમ કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સરકારી કામ માટે મળતીયાએ માઝા મુકી દીધી હતી. મળતિયાની કામગીરીથી કલેકટર અજાણ ? કલેકટર કચેરી અને મામલતદાર કચેરી આગળ પાછળ જ છે અને કલેકટરની ગાડીની અવર જવર બંન્ને બાજુ મળતીયા અડીંગો જમાવીને બેઠા હોય સતત આંટા મારતા હોવા છતાય કલેકટર અજાણ હશે ? એવો શહેરીજનોમાં ગણગણાટ ચાલી રહયો છે.

SurendraNagar: કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં રૂ. 15,000ની લાંચ લેતો વકીલ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારી પ્લોટ મેળવવા માટે અરજદાર પાસે પંદર હજાર માગ્યા હતા
  • કલેક્ટર અને મામલતદાર કચેરી પાસે મળતિયાઓના આંટા ફેરાથી કલેકટર અજાણ ?
  • કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સરકારી કામ માટે મળતીયાએ માઝા મુકી દીધી હતી

સુરેન્દ્રનગર કલેકટર કચેરી અને મામલતદાર ઓફીસ પાસે મળતીયાઓની વ્યાપક ફરીયાદ ઉઠી હતી એવામાં જ સરકારી પ્લોટ મેળવવા માટે વકીલે રૂ.15 હજારમાંગતા અમદાવાદ એ.સી.બી.એ ટ્રેપ ગોઠવી કલેકટર ઓફીસમાં જ રંગે હાથ ઝડપી લેતા કલેકટર ઓફીસના સ્ટાફમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર કલેકટર ઓફીસ અને મામલતદાર ઓફીસ પાસે મળતીયા આંટા મારતા હોવાથી અરજદારોને દાખલા લેવા હોય, સરકારી સહાય કે સરકારી જમીન પ્લોટ મેળવવા હોય તો મળતીયા વગર સીધા કચેરીમાં જાય તો ધકકા ખાતા હોવાની અનેક ફરીયાદો ઉઠી હતી. વળી કલેકટર કચેરીમાં ચીટનીસની ખાલી જગ્યાનો અધિક ચીટનીસ કલેકટર કચેરીમાં જ સતત હાજર હોવા છતાય સુરેન્દ્રનગર સીટી મામલતદાર રાનાને ચીટનીસનો વધારાનો ચાર્જ અપાયો હોવાથી મામલતદાર મોટાભાગે કલેકટર કચેરીમાં હાજર રહેતા હોવાથી મામલતદાર કચેરીના કામ માટે વિધ્યાર્થીઓ-અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં જ અરજદાર પાસે સરકારી પ્લોટ મેળવવવા પંદર હજાર રૂપીયાની સનદી વકીલ કિશનકુમાર મગનભાઇ સોલંકીએ લાંચ માંગી હતી.આ બાબતની અરજદારે અમદાવાદ એ.સી.બી.ને જાણ કરતા મદદનીશ નિયામક એ.વી.પટેલના સુરવિઝન હેઠળ પી.એસ.આઇ.એન.બી.સોલંકીની ટીમે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં જ ટ્રેપ ગોઠવતા સાત હજાર રૂપીયા રોકડા લેતા વકીલને રંગે હાથ ઝડપી લીધો હતો.આમ હવે કલેકટર કચેરીમાં પ્લોટ મેળવવવા માટે રૂપીયા કયા ટેબલ વાળા કયા સ્ટાફને આપવાના હશે એની સામે સૌની નજર મંડાયેલી છે. આમ કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સરકારી કામ માટે મળતીયાએ માઝા મુકી દીધી હતી.

મળતિયાની કામગીરીથી કલેકટર અજાણ ?

કલેકટર કચેરી અને મામલતદાર કચેરી આગળ પાછળ જ છે અને કલેકટરની ગાડીની અવર જવર બંન્ને બાજુ મળતીયા અડીંગો જમાવીને બેઠા હોય સતત આંટા મારતા હોવા છતાય કલેકટર અજાણ હશે ? એવો શહેરીજનોમાં ગણગણાટ ચાલી રહયો છે.