સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીઓ બંધ રહેતા કરોડોના વ્યવહારો ઠપ

ક્રિકેટના સટ્ટાને લઈને સુરત,અમદાવાદમાં પોલીસના દરોડામાં રૂ. 18 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ હતીલોકસભા ચૂંટણીમાં મતદાન બાદ શરૂ થયેલી આંગડિયા પેઢીઓ ફરી બંધ થતા વેપારીઓની મુશ્કેલી વધી  અમદાવાદ અને સુરતમાં આંગડીયા પેઢીઓ પર દરોડા કરાયા રાજયની આંગડીયા પેઢીઓ વ્યવહારો ઠપ   આઈપીએલની મેચોમાં ક્રીકેટના સટ્ટાની શકયતાને લીધે નાણાકીય વ્યવહારોની તપાસ બાબતે અમદાવાદ અને સુરતમાં આંગડીયા પેઢીઓ પર દરોડા કરાયા હતા. જેને પગલે સમગ્ર રાજયની આંગડીયા પેઢીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 30થી વધુ આંગડીયા પેઢીઓને તાળા લાગી જતા કરોડોના વ્યવહારો ઠપ થયા હતા.   લોકસભા ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ રોકવા મતદાન પહેલા આંગડીયાઓ પેઢીઓને બંધ રખાઈ હતી. ત્યારે મતદાન બાદ ધીમે ધીમે આંગડીયા પેઢીઓ ખુલવા લાગી હતી. અને રોજીંદા વ્યવહારો ચાલુ થયા હતા. ત્યારે હાલ ચાલી રહેલ આઈપીએલની મેચોમાં ક્રીકેટના સટ્ટાનો મોટી રકમની હેરફેરની શકયતાને ધ્યાને લઈ અમદાવાદ અને સુરતમાં પોલીસે રેડ કરી હતી. જેમાં 18 કરોડની રકમ, સોનુ અને બેંક ખાતાઓની વિગતો હસ્તગત કરાઈ છે. ત્યારે આ સમાચારની અસર ઝાલાવાડમાં પણ પડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નાની-મોટી 30થી વધુ આંગડીયા પેઢીઓ આવેલી છે. અને શનીવારે સવારે એકપણ આંગડીયા પેઢી ખુલી ન હતી. જેના લીધે કરોડોના વ્યવહારો ઠપ થઈ ગયા હતા. જયારે કેટલીક આંગડીયા પેઢીઓએ ઓફીસ ખોલી હતી. પરંતુ નાણાકીય વ્યવહારો બંધ કરી દીધા હતા અને માત્ર પાર્સલ સુવીધા ચાલુ રાખી હતી. આધારભુત્ર સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ આગામી દિવસોમાં પણ આંગડીયા પેઢીઓ પહેલા જેવી ધમધમતી થાય તેમ લાગતુ નથી. અને વેપારીઓને મુશ્કેલી વધી શકે છે.

સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીઓ બંધ રહેતા કરોડોના વ્યવહારો ઠપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્રિકેટના સટ્ટાને લઈને સુરત,અમદાવાદમાં પોલીસના દરોડામાં રૂ. 18 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ હતી
  • લોકસભા ચૂંટણીમાં મતદાન બાદ શરૂ થયેલી આંગડિયા પેઢીઓ ફરી બંધ થતા વેપારીઓની મુશ્કેલી વધી
  •  અમદાવાદ અને સુરતમાં આંગડીયા પેઢીઓ પર દરોડા કરાયા રાજયની આંગડીયા પેઢીઓ વ્યવહારો ઠપ

  આઈપીએલની મેચોમાં ક્રીકેટના સટ્ટાની શકયતાને લીધે નાણાકીય વ્યવહારોની તપાસ બાબતે અમદાવાદ અને સુરતમાં આંગડીયા પેઢીઓ પર દરોડા કરાયા હતા. જેને પગલે સમગ્ર રાજયની આંગડીયા પેઢીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 30થી વધુ આંગડીયા પેઢીઓને તાળા લાગી જતા કરોડોના વ્યવહારો ઠપ થયા હતા.

  લોકસભા ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ રોકવા મતદાન પહેલા આંગડીયાઓ પેઢીઓને બંધ રખાઈ હતી. ત્યારે મતદાન બાદ ધીમે ધીમે આંગડીયા પેઢીઓ ખુલવા લાગી હતી. અને રોજીંદા વ્યવહારો ચાલુ થયા હતા. ત્યારે હાલ ચાલી રહેલ આઈપીએલની મેચોમાં ક્રીકેટના સટ્ટાનો મોટી રકમની હેરફેરની શકયતાને ધ્યાને લઈ અમદાવાદ અને સુરતમાં પોલીસે રેડ કરી હતી. જેમાં 18 કરોડની રકમ, સોનુ અને બેંક ખાતાઓની વિગતો હસ્તગત કરાઈ છે. ત્યારે આ સમાચારની અસર ઝાલાવાડમાં પણ પડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નાની-મોટી 30થી વધુ આંગડીયા પેઢીઓ આવેલી છે. અને શનીવારે સવારે એકપણ આંગડીયા પેઢી ખુલી ન હતી. જેના લીધે કરોડોના વ્યવહારો ઠપ થઈ ગયા હતા. જયારે કેટલીક આંગડીયા પેઢીઓએ ઓફીસ ખોલી હતી. પરંતુ નાણાકીય વ્યવહારો બંધ કરી દીધા હતા અને માત્ર પાર્સલ સુવીધા ચાલુ રાખી હતી. આધારભુત્ર સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ આગામી દિવસોમાં પણ આંગડીયા પેઢીઓ પહેલા જેવી ધમધમતી થાય તેમ લાગતુ નથી. અને વેપારીઓને મુશ્કેલી વધી શકે છે.