વિશ્વામિત્રીના બન્ને કાંઠે બે કરોડ વૃક્ષો વાવીને વડોદરાના તાપમાનમાં ઘટાડો કરી શકાય

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિનની તા.૫ જુને ઉજવણી થશે, જે પૂર્વે વડોદરામાં આજે પર્યાવરણ દિન નિમિત્તે કમાટી બાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો અને ૧૦,૦૦૦થી વધુ છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આજે કમાટીબાગ બેન્ડ સ્ટેડન્ડ ખાતે 'વોક ફોર ગ્રીન, ક્લિન એન્ડ હેલ્ધી વડોદરા'ના સૂત્ર સાથે ગ્રીનેથોન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો, યુવા સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, એનજીઓ તથા સરકારી અને બિન સરકારી સંસ્થાનો જેમ કે ઇન્ડિયન એરફોર્સ, ઓનએનજીસી, વન વિભાગ, જીપીસીબી અને વહો વિશ્વામિત્રી અભિયાન પણ જોડાયા હતા. હજારો લોકો આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશો આપતા ફ્લોટ્સ, બેનરો અને પ્લેકાર્ડ લઇને આવ્યા હતા અને પર્યાવરણ જાળવણીના શપથ લીધા હતા.છેલ્લા ૧૨ વર્ષથી પર્યાવરણ દિન નિમિત્તે વડોદરાની સંસ્થા એઇડ દ્વારા ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ કહેતા સંસ્થાન ડાયરેક્ટર અમી રાવતે ઉમેર્યુ હતું કે 'પર્યાવરણમાં આવેલો બદલાવ આપણે અનુભવી રહ્યા છીએ. ગુજરાતમા ઉનાળામાં સરેરાશ તાપમાનનો પારો હવે ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઋતુઓ અનિયમિત બની છે. શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ જળ ખૂટી રહ્યા છે. જે ભૂગર્ભ જળ બચ્યા છે તે પણ પ્રદૂષિત થયા છે એટલે નજીકના ભવિષ્યમાં જળ સંકટનો સામનો કરવો પડશે. વિશ્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થાય છે. આ નદીના બન્ને કાંઠા પર ૨ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થઇ શકે છે. તેનાથી વડોદરા શહેર જ નહી, આસપાસના ૧૦૦ કિ.મી.ના પર્યાવરણને ફાયદો થશે અને તાપમાનમાં ઘટાડો થશે.'

વિશ્વામિત્રીના બન્ને કાંઠે બે કરોડ વૃક્ષો વાવીને વડોદરાના તાપમાનમાં ઘટાડો કરી શકાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : વિશ્વ પર્યાવરણ દિનની તા.૫ જુને ઉજવણી થશે, જે પૂર્વે વડોદરામાં આજે પર્યાવરણ દિન નિમિત્તે કમાટી બાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો અને ૧૦,૦૦૦થી વધુ છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે કમાટીબાગ બેન્ડ સ્ટેડન્ડ ખાતે 'વોક ફોર ગ્રીન, ક્લિન એન્ડ હેલ્ધી વડોદરા'ના સૂત્ર સાથે ગ્રીનેથોન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો, યુવા સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, એનજીઓ તથા સરકારી અને બિન સરકારી સંસ્થાનો જેમ કે ઇન્ડિયન એરફોર્સ, ઓનએનજીસી, વન વિભાગ, જીપીસીબી અને વહો વિશ્વામિત્રી અભિયાન પણ જોડાયા હતા. હજારો લોકો આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશો આપતા ફ્લોટ્સ, બેનરો અને પ્લેકાર્ડ લઇને આવ્યા હતા અને પર્યાવરણ જાળવણીના શપથ લીધા હતા.

છેલ્લા ૧૨ વર્ષથી પર્યાવરણ દિન નિમિત્તે વડોદરાની સંસ્થા એઇડ દ્વારા ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ કહેતા સંસ્થાન ડાયરેક્ટર અમી રાવતે ઉમેર્યુ હતું કે 'પર્યાવરણમાં આવેલો બદલાવ આપણે અનુભવી રહ્યા છીએ. ગુજરાતમા ઉનાળામાં સરેરાશ તાપમાનનો પારો હવે ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઋતુઓ અનિયમિત બની છે. શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ જળ ખૂટી રહ્યા છે. જે ભૂગર્ભ જળ બચ્યા છે તે પણ પ્રદૂષિત થયા છે એટલે નજીકના ભવિષ્યમાં જળ સંકટનો સામનો કરવો પડશે. વિશ્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થાય છે. આ નદીના બન્ને કાંઠા પર ૨ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થઇ શકે છે. તેનાથી વડોદરા શહેર જ નહી, આસપાસના ૧૦૦ કિ.મી.ના પર્યાવરણને ફાયદો થશે અને તાપમાનમાં ઘટાડો થશે.'