Surat News: કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો PCBએ કર્યો પર્દાફાશ

બાતમીના આધારે PCBની મોટી કાર્યવાહી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ અજાણ્યા કાર ચાલક સામે પોલીસે નોંધ્યો ગુનો રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અનેક નુસ્ખા કરવામાં આવી રહ્યા છે. ત્યારે PCBની ટીમને વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. બુટલેગરો દ્વારા કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરી તે પહેલા PCBની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. PCBના દરોડા દરમિયાન સ્થળ પરથી કોઈ આરોપીઓ મળી આવ્યા ન હતા. PCBએ સ્થળ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. PCBની ટીમને કારમાંથી ઝડપી પાડ્યો વિદેશી દારૂ સુરત PCBની ટીમને શહેરમાંથી દારૂ પકડવામાં મોટી સફળતા મળી છે. PCBની ટીમે ચોક્કસ બાતમી આધારે ભેસ્તાન બુડિયા રોડ પર આવેલ સાંઈ રોજ રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા. PCBએ રેસિડેન્સીના પાર્કિગમાં તપાસ હાથ ધરતા એક કારમાં પાછળની સીટ નીચે ચોરખાનામાંથી સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. PCBની ટીમ દ્વારા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 572 બોટલો કબજે કરી 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ મંગાવનારની શોધખોળ હાથ ધરાઈ PCB ટીમના દરોડા દરમિયાન કાર ચલાવનાર, દારૂ મંગાવનાર કે સપ્લાયર સ્થળ પરથી મળી આવ્યા ન હતા. જોકે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. PCBએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી કોઈની પાસેથી અને કોના દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Surat News: કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો PCBએ કર્યો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાતમીના આધારે PCBની મોટી કાર્યવાહી
  • અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ
  • અજાણ્યા કાર ચાલક સામે પોલીસે નોંધ્યો ગુનો

રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અનેક નુસ્ખા કરવામાં આવી રહ્યા છે. ત્યારે PCBની ટીમને વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. બુટલેગરો દ્વારા કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરી તે પહેલા PCBની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. PCBના દરોડા દરમિયાન સ્થળ પરથી કોઈ આરોપીઓ મળી આવ્યા ન હતા. PCBએ સ્થળ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

PCBની ટીમને કારમાંથી ઝડપી પાડ્યો વિદેશી દારૂ

સુરત PCBની ટીમને શહેરમાંથી દારૂ પકડવામાં મોટી સફળતા મળી છે. PCBની ટીમે ચોક્કસ બાતમી આધારે ભેસ્તાન બુડિયા રોડ પર આવેલ સાંઈ રોજ રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા. PCBએ રેસિડેન્સીના પાર્કિગમાં તપાસ હાથ ધરતા એક કારમાં પાછળની સીટ નીચે ચોરખાનામાંથી સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. PCBની ટીમ દ્વારા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 572 બોટલો કબજે કરી 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

દારૂ મંગાવનારની શોધખોળ હાથ ધરાઈ

PCB ટીમના દરોડા દરમિયાન કાર ચલાવનાર, દારૂ મંગાવનાર કે સપ્લાયર સ્થળ પરથી મળી આવ્યા ન હતા. જોકે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. PCBએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી કોઈની પાસેથી અને કોના દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.