'પોલીસ ક્યારેય પૈસા માટે કોઈને ઓડિયો- વીડિયો કોલ કરતી નથી'

પોલીસનાં નામે થતા સાયબર ફ્રોડથી બચવા અપીલ પીએમ કિસાન નામની એપ્લીકેશન અને સ્ટોક માર્કેટનાં નામે થતી છેતરપિંડી અંગે પણ તંત્ર દ્વારા જનજાગૃતિ ફેલાવાઇપોરબંદર, : પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડના બનાવો વધ્યા છે અને તેમાં પોલીસનાં નામે પણ છેતરપિંડી થઇ રહી છે તેથી તંત્ર દ્વારા લોકોને જાગૃત બનવા અપીલ કરીને યાદ અપાવડાવ્યું છે કે સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદ વેબસાઇટમાં પણ કરી શકાય છે. પ્રજાજનોને સાવચેત કરતા તંત્ર દ્વારા જણાવાયું છે કે (1) ઇન્વેસ્ટમેન્ટ પર માર્કેટ કરતા વધુ રિટર્ન જેવી લાલચમાં પડવુ નહીં, રિયલ ટાઇમ પ્રોફિટની લોભામણી લાલચમાં અજાણી વેબસાઇટ અને એપ પર લોગ ઈન કરવું નહીં, ઇન્વેસ્ટમેન્ટ અંગેની ટિપ્સ માટે ખરાઇ કર્યા પછી જ વ્હોટસએપ, ટેલિગ્રામ ગૃપમાં સામેલ થાઓ, વધુ પ્રોફીટ કમાવાની લાલચમાં ઇન્વેસ્ટ કરેલ નાણાં પરત આવતા નથી અને તમે છેતરપીંડીનો ભોગ બની શકો છો.(2) પોલીસના નામ પર થતા ફ્રોડ ઓડીયો અને વીડીયો કોલથી સાવચેત રહેવું જોઈએ, કેમ કે 'તમારા પુત્ર કે પુત્રી ડ્રગ્સ સાથે પકડાયા છે, તમારો પુત્ર બળાત્કારમાં પકડાયો છે., તમારા દ્વારા કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટ પર ફરિયાદ થઇ છે, તમારા સગાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અર્જન્ટ પૈસાની જરૂર છે...' જેવી બાબતો માટે પોલીસ કદી પણ નાણા માટે કોઇપણ નાગરિકને ઓડીયો કે વીડીયો કોલ કરતી નથી.(3) પીએમ કિસાન નામની ખોટી એપ્લીકેશન વ્હોટસએપ પર ફરી રહી છે જે દર 3 મહીને 6000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક સાયબર ફ્રોડ છે. લિંન્ક પર કલીક કરતા જ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી જશે. માટે, આ પ્રકારની શંકાસ્પદ લીંકસ ખોલવી નહીં. કોઇ પણ સાયબર ક્રાઇમની ફરિયાદ માટે ૧૯૩૦ નંબર પર સંપર્ક કરી શકાય છે તેમ પોલીસ યાદીમાં જણાવાયુ છે.

'પોલીસ ક્યારેય પૈસા માટે કોઈને ઓડિયો- વીડિયો કોલ કરતી નથી'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પોલીસનાં નામે થતા સાયબર ફ્રોડથી બચવા અપીલ પીએમ કિસાન નામની એપ્લીકેશન અને સ્ટોક માર્કેટનાં નામે થતી છેતરપિંડી અંગે પણ તંત્ર દ્વારા જનજાગૃતિ ફેલાવાઇ

પોરબંદર, : પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડના બનાવો વધ્યા છે અને તેમાં પોલીસનાં નામે પણ છેતરપિંડી થઇ રહી છે તેથી તંત્ર દ્વારા લોકોને જાગૃત બનવા અપીલ કરીને યાદ અપાવડાવ્યું છે કે સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદ વેબસાઇટમાં પણ કરી શકાય છે. 

પ્રજાજનોને સાવચેત કરતા તંત્ર દ્વારા જણાવાયું છે કે (1) ઇન્વેસ્ટમેન્ટ પર માર્કેટ કરતા વધુ રિટર્ન જેવી લાલચમાં પડવુ નહીં, રિયલ ટાઇમ પ્રોફિટની લોભામણી લાલચમાં અજાણી વેબસાઇટ અને એપ પર લોગ ઈન કરવું નહીં, ઇન્વેસ્ટમેન્ટ અંગેની ટિપ્સ માટે ખરાઇ કર્યા પછી જ વ્હોટસએપ, ટેલિગ્રામ ગૃપમાં સામેલ થાઓ, વધુ પ્રોફીટ કમાવાની લાલચમાં ઇન્વેસ્ટ કરેલ નાણાં પરત આવતા નથી અને તમે છેતરપીંડીનો ભોગ બની શકો છો.

(2) પોલીસના નામ પર થતા ફ્રોડ ઓડીયો અને વીડીયો કોલથી સાવચેત રહેવું જોઈએ, કેમ કે 'તમારા પુત્ર કે પુત્રી ડ્રગ્સ સાથે પકડાયા છે, તમારો પુત્ર બળાત્કારમાં પકડાયો છે., તમારા દ્વારા કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટ પર ફરિયાદ થઇ છે, તમારા સગાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અર્જન્ટ પૈસાની જરૂર છે...' જેવી બાબતો માટે પોલીસ કદી પણ નાણા માટે કોઇપણ નાગરિકને ઓડીયો કે વીડીયો કોલ કરતી નથી.

(3) પીએમ કિસાન નામની ખોટી એપ્લીકેશન વ્હોટસએપ પર ફરી રહી છે જે દર 3 મહીને 6000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક સાયબર ફ્રોડ છે. લિંન્ક પર કલીક કરતા જ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી જશે. માટે, આ પ્રકારની શંકાસ્પદ લીંકસ ખોલવી નહીં. કોઇ પણ સાયબર ક્રાઇમની ફરિયાદ માટે ૧૯૩૦ નંબર પર સંપર્ક કરી શકાય છે તેમ પોલીસ યાદીમાં જણાવાયુ છે.