જુહાપુરામાં એમ ડી ડ્રગ્સ સાથે મહિલા અને યુવકને ઝડપી લેવાયા

અમદાવાદ, બુધવારશહેરના જુહાપુરા અને ફતેવાડી વિસ્તારમાં એમ ડી ડ્રગ્સના  કારાબોરમાં હવે ડ્રગ્સ માફિયાઓ દ્વારા મહિલાઓને જોડવામાં આવી રહી છે. વેજલપુર પોલીસે મંગળવારે સાંજના સમયે એક રીક્ષાચાલક યુવકને એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં જુહાપુરામાં રહેતી એક સ્થાનિક મહિલાનું નામ ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી પણ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જે દરિયાપુરમાં રહેતી એક મહિલાએ તેને વેચાણ માટે આપ્યો હતો. હાલ પોલીસે  આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ડીસીપી ઝોન-૭ એલસીબીના પીએસઆઇ  વી બી ચૌધરી અને તેમનો સ્ટાફ મંગળવારે સાંજના સમયે  જુહાપુરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે એક રીક્ષાચાલક યુવક પાસે એમ ડી ડ્ગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વેજલપુર પોલીસ સાથે રાખીને જુહાપુરા સરકારી હાઇસ્કૂલ પાસેથી  રીક્ષામાં શંકાસ્પદ રીતે જઇ રહેલા શાહરૂખખાન પઠાણ (રહે.સીપાઇ વાસ,  સરખેજ)ને રોકીને તપાસ કરતા તેની પાસેથી એમ ડી ડ્રગ્સનું પાઉચ મળી આવ્યું હતું. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ચૌહાણે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એમ ડી ડ્રગ્સનો જથ્થો તે સંકલિતનગરમાં રહેતી સાબિયાબાનું અંસારી પાસેથી લાવ્યો હતો. સાબિયાબાનું સ્થાનિક સ્તરે એમ ડી ડ્રગ્સમાં સંકળાયેલી હોવાની જાણ થતા પોલીસે રીક્ષાચાલક યુવકને સાથે રાખીને સાબિયાબાનુના ઘરે દરોડો પાડીને તેને ઝડપી લીધી હતી. તેના ઘરે તપાસ કરતા તેની પાસેથી એક ઝીપ પાઉચમાં એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે તેને વેચાણ માટે દરિયાપુરમાં રહેતી જાસ્મીનબાનું નામની મહિલાએ આપ્યું હતું. વેજલપુર પોલીસે કુલ ૨.૫૦ લાખના એમ ડી ડ્રગ્સ સહિત કુલ ૩.૧૫ લાખનો જથ્થો જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જુહાપુરામાં એમ ડી ડ્રગ્સ સાથે મહિલા અને યુવકને ઝડપી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

શહેરના જુહાપુરા અને ફતેવાડી વિસ્તારમાં એમ ડી ડ્રગ્સના  કારાબોરમાં હવે ડ્રગ્સ માફિયાઓ દ્વારા મહિલાઓને જોડવામાં આવી રહી છે. વેજલપુર પોલીસે મંગળવારે સાંજના સમયે એક રીક્ષાચાલક યુવકને એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં જુહાપુરામાં રહેતી એક સ્થાનિક મહિલાનું નામ ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી પણ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જે દરિયાપુરમાં રહેતી એક મહિલાએ તેને વેચાણ માટે આપ્યો હતો. હાલ પોલીસે  આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ડીસીપી ઝોન-૭ એલસીબીના પીએસઆઇ  વી બી ચૌધરી અને તેમનો સ્ટાફ મંગળવારે સાંજના સમયે  જુહાપુરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે એક રીક્ષાચાલક યુવક પાસે એમ ડી ડ્ગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વેજલપુર પોલીસ સાથે રાખીને જુહાપુરા સરકારી હાઇસ્કૂલ પાસેથી  રીક્ષામાં શંકાસ્પદ રીતે જઇ રહેલા શાહરૂખખાન પઠાણ (રહે.સીપાઇ વાસ,  સરખેજ)ને રોકીને તપાસ કરતા તેની પાસેથી એમ ડી ડ્રગ્સનું પાઉચ મળી આવ્યું હતું. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ચૌહાણે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એમ ડી ડ્રગ્સનો જથ્થો તે સંકલિતનગરમાં રહેતી સાબિયાબાનું અંસારી પાસેથી લાવ્યો હતો. સાબિયાબાનું સ્થાનિક સ્તરે એમ ડી ડ્રગ્સમાં સંકળાયેલી હોવાની જાણ થતા પોલીસે રીક્ષાચાલક યુવકને સાથે રાખીને સાબિયાબાનુના ઘરે દરોડો પાડીને તેને ઝડપી લીધી હતી. તેના ઘરે તપાસ કરતા તેની પાસેથી એક ઝીપ પાઉચમાં એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે તેને વેચાણ માટે દરિયાપુરમાં રહેતી જાસ્મીનબાનું નામની મહિલાએ આપ્યું હતું. વેજલપુર પોલીસે કુલ ૨.૫૦ લાખના એમ ડી ડ્રગ્સ સહિત કુલ ૩.૧૫ લાખનો જથ્થો જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.