કેરટેકરે સિનિયર સિટિઝનના એકાઉન્ટમાંથી ૩.૧૯ લાખ સેરવી લીધા

અમદાવાદ, બુધવારશહેરના નવા વાડજમાં રહેતા એક સિનિયર સિટીઝનને ત્યાં ૧૧ દિવસ પહેલા નોકરી પર આવેલા કેરટેકરે વૃદ્વના મોબાઇલ ફોનમાં ગુગલ પે ડાઉન લોડ કરીને  રૂપિયા ૩.૧૯ લાખની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે નવા વાડજમાં આવેલા યોગેશ્વર એમીનેન્સમાં રહેતા સમીરભાઇ ભગતે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે  તેમના ૮૪ વર્ષના પિતા જંયતિભાઇ પરમારની કાળજી લેવા માટે  તેમણે ગત ૧૯મી એપ્રિલના રોજ ગાંધીનગર સેક્ટર-૨૨માં આવેલા ગુરૂકૃપા હોમ કેરમાંથી મહેશ વાળા નામના યુવકને પ્રતિદિન એક હજાર રૂપિયાના પગારથી નોકરી પર રાખ્યો હતો. જે ૨૪ કલાક જંયતિભાઇ સાથે રહીને કાળજી રાખતો હતો. પરંતુ, ૨૬મી એપ્રિલના રોજ તેણે જણાવ્યું હતું કે તેના સસરાનું અવસાન થયુ હોવાથી તે રજા પર જઇ રહ્યો છે. આ દરમિયાન સમીરભાઇને તેના પિતા જંયતિભાઇએ જણાવ્યું હતું કે  તેમનું સીમ કાર્ડ છેલ્લાં ત્રણ દિવસથી બંધ છે. જેથી તેમણે કાર્ડને એક્ટીવ કરાવ્યું હતું. જે શરૂ થતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જંયતિભાઇના એકાઉન્ટમાંથી ૪૦ હજાર રૂપિયા બાદ થયાનો મેસેજ આવ્યો હતો. જે અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહેશે ૨૩મી એપ્રિલથી ૨૬મી એપ્રિલ દરમિયાન જયંતિભાઇના ગુગલ પેનો ઉપયોગ કરીને કુલ ૩.૧૯ લાખની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી.વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે જંયતિભાઇના મોબાઇલમાં તેમની જાણ બહાર ગુગલ પેની એપ્લીકેશન ડાઉનલોડ કરીને પીન સેટ કરીને નાણાંની ઉચાપત કરી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કેરટેકરે સિનિયર સિટિઝનના એકાઉન્ટમાંથી ૩.૧૯ લાખ સેરવી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

શહેરના નવા વાડજમાં રહેતા એક સિનિયર સિટીઝનને ત્યાં ૧૧ દિવસ પહેલા નોકરી પર આવેલા કેરટેકરે વૃદ્વના મોબાઇલ ફોનમાં ગુગલ પે ડાઉન લોડ કરીને  રૂપિયા ૩.૧૯ લાખની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે નવા વાડજમાં આવેલા યોગેશ્વર એમીનેન્સમાં રહેતા સમીરભાઇ ભગતે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે  તેમના ૮૪ વર્ષના પિતા જંયતિભાઇ પરમારની કાળજી લેવા માટે  તેમણે ગત ૧૯મી એપ્રિલના રોજ ગાંધીનગર સેક્ટર-૨૨માં આવેલા ગુરૂકૃપા હોમ કેરમાંથી મહેશ વાળા નામના યુવકને પ્રતિદિન એક હજાર રૂપિયાના પગારથી નોકરી પર રાખ્યો હતો. જે ૨૪ કલાક જંયતિભાઇ સાથે રહીને કાળજી રાખતો હતો. પરંતુ, ૨૬મી એપ્રિલના રોજ તેણે જણાવ્યું હતું કે તેના સસરાનું અવસાન થયુ હોવાથી તે રજા પર જઇ રહ્યો છે. આ દરમિયાન સમીરભાઇને તેના પિતા જંયતિભાઇએ જણાવ્યું હતું કે  તેમનું સીમ કાર્ડ છેલ્લાં ત્રણ દિવસથી બંધ છે. જેથી તેમણે કાર્ડને એક્ટીવ કરાવ્યું હતું. જે શરૂ થતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જંયતિભાઇના એકાઉન્ટમાંથી ૪૦ હજાર રૂપિયા બાદ થયાનો મેસેજ આવ્યો હતો. જે અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહેશે ૨૩મી એપ્રિલથી ૨૬મી એપ્રિલ દરમિયાન જયંતિભાઇના ગુગલ પેનો ઉપયોગ કરીને કુલ ૩.૧૯ લાખની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી.વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે જંયતિભાઇના મોબાઇલમાં તેમની જાણ બહાર ગુગલ પેની એપ્લીકેશન ડાઉનલોડ કરીને પીન સેટ કરીને નાણાંની ઉચાપત કરી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.