Weather News : ગુજરાતમાં વધતી ગરમીને લઈ AMAએ આપી ચેતવણી

અત્યારે ગરમી પરાકાષ્ટા પર છે: AMA બપોરે ચૂંટણી પ્રચારમાં પણ ન જવું જોઈએ: AMA બપોરે 1થી 5માં બહાર ન નિકળવું : AMA ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે,ત્યારે AMA (AHMEDABAD MEDICAL ASSOCIATION ) દ્વારા નાગરિકોને લઈ એક સંદેશો જારી કર્યો છે,અને કહ્યું છે કે કામ વિના ગરમીમાં બહાર નિકળવુ ના જોઈએ,સાથે સાથે હીટ સ્ટ્રોકના કારણે પણ મોત થઈ રહ્યા છે.ઉંમરલાયક લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ સાથે સાથે બીમારીથી જે લોકો પીડાઈ રહ્યા છે તેમણે ઘરમાં જ રહેવું જોઈએ. જાણો શું છે અમદાવાદ હવામાન વિભાગની આગાહી અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રના પોરબંદર અને જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ બંને જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આગામી ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.આ બંને જિલ્લાઓ પોરબંદર અને જુનાગઢમાં યલો એલર્ટ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનોને કારણે ડિસકમ્ફર્ટ કન્ડિશનનું નિર્માણ થશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે જુલાઇ મહિનામાં સૌથી વધુ વરસાદ થવાની પેટર્ન આપણે અત્યાર સુધી જોઇ છે. પરતુ ગ્લોબલ વોર્મિંગને કારણે અને તાપમાન ઊંચુ જવાને કારણે પાછોતરા વરસાદ વધ્યા છે. પરંતુ આ વર્ષે બેથી 10 જુલાઈના સેશનમાં છૂટાછવાયો વરસાદ હશે. આ આઠ દિવસમાં સાર્વત્રિક વરસાદ થાય તેવું નથી લાગતું.આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, વાવણી પછીનો ગેપ કે ઓછો વરસાદ આપણે માની શકીએ છીએ. જોકે, તેનાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતી નથી. તેમણે એમ પણ જણાવ્યુ કે, 17 જુલાઈથી સારા વરસાદના યોગ ગણી શકાય. 17થી લઇને 29 જુલાઈનું જે સેશન હશે તે 12 દિવસનું સેશન હશે. આ દિવસોમાં ધોધમાર - ભયંકર વરસાદ હશે. આ દરમિયાન પડનારો વરસાદ ચારથી પાંચ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાંખે તેવી સંભાવના છે. 2024નું ચોમાસું લાંબુ ચાલશે તે રીતે ખેડૂતોએ પાકનો નિર્ણય કરવો. જાણો આજનું મહત્તમ તાપમાન હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો વડોદરામાં 43.6, અમદાવાદમાં 42.2 ડીગ્રી, કંડલામાં 42.2, સુરતમાં 42.1, વલ્લભ વિદ્યાનગરમાં 41.5, ડીસામાં 40.7, ગાંધીનગરમાં 40.4, ભુજમાં 41.6, નડિયાદમાં 39.6 અને મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Weather News : ગુજરાતમાં વધતી ગરમીને લઈ AMAએ આપી ચેતવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અત્યારે ગરમી પરાકાષ્ટા પર છે: AMA
  • બપોરે ચૂંટણી પ્રચારમાં પણ ન જવું જોઈએ: AMA
  • બપોરે 1થી 5માં બહાર ન નિકળવું : AMA

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે,ત્યારે AMA (AHMEDABAD MEDICAL ASSOCIATION ) દ્વારા નાગરિકોને લઈ એક સંદેશો જારી કર્યો છે,અને કહ્યું છે કે કામ વિના ગરમીમાં બહાર નિકળવુ ના જોઈએ,સાથે સાથે હીટ સ્ટ્રોકના કારણે પણ મોત થઈ રહ્યા છે.ઉંમરલાયક લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ સાથે સાથે બીમારીથી જે લોકો પીડાઈ રહ્યા છે તેમણે ઘરમાં જ રહેવું જોઈએ.

જાણો શું છે અમદાવાદ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રના પોરબંદર અને જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ બંને જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આગામી ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.આ બંને જિલ્લાઓ પોરબંદર અને જુનાગઢમાં યલો એલર્ટ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનોને કારણે ડિસકમ્ફર્ટ કન્ડિશનનું નિર્માણ થશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે જુલાઇ મહિનામાં સૌથી વધુ વરસાદ થવાની પેટર્ન આપણે અત્યાર સુધી જોઇ છે. પરતુ ગ્લોબલ વોર્મિંગને કારણે અને તાપમાન ઊંચુ જવાને કારણે પાછોતરા વરસાદ વધ્યા છે. પરંતુ આ વર્ષે બેથી 10 જુલાઈના સેશનમાં છૂટાછવાયો વરસાદ હશે. આ આઠ દિવસમાં સાર્વત્રિક વરસાદ થાય તેવું નથી લાગતું.આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, વાવણી પછીનો ગેપ કે ઓછો વરસાદ આપણે માની શકીએ છીએ. જોકે, તેનાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતી નથી. તેમણે એમ પણ જણાવ્યુ કે, 17 જુલાઈથી સારા વરસાદના યોગ ગણી શકાય. 17થી લઇને 29 જુલાઈનું જે સેશન હશે તે 12 દિવસનું સેશન હશે. આ દિવસોમાં ધોધમાર - ભયંકર વરસાદ હશે. આ દરમિયાન પડનારો વરસાદ ચારથી પાંચ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાંખે તેવી સંભાવના છે. 2024નું ચોમાસું લાંબુ ચાલશે તે રીતે ખેડૂતોએ પાકનો નિર્ણય કરવો.

જાણો આજનું મહત્તમ તાપમાન

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો વડોદરામાં 43.6, અમદાવાદમાં 42.2 ડીગ્રી, કંડલામાં 42.2, સુરતમાં 42.1, વલ્લભ વિદ્યાનગરમાં 41.5, ડીસામાં 40.7, ગાંધીનગરમાં 40.4, ભુજમાં 41.6, નડિયાદમાં 39.6 અને મહત્તમ તાપમાન નોંધાયું હતું.