VIDEO : ભાવનગરમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વંટોળમાં મંડપ અને પતરા ઉડ્યા

Unseasonal rain in Bhavnagar: ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે (13મી મે) ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે બીજી બાજુ વૈશાખ મહિનાના આ કમોસમી વરસાદથી ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે. માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ભાવનગર જિલ્લામાં કરા સાથે વરસ્યો વરસાદભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.  તો બીજી તરફ કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.ભાવનગરમાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યોબોટાદમાં ભારે પવન ફૂંકાયોબોટાદ શહેર અને બરવાળામાં પણ વરસાદ વરસ્યો છે. બોટાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેને લઈને ડિસ્ક્ટ્રીક્ટ કોર્ડના પાર્કિંગ શેડના પતરા ઉડ્યા છે.ઉમરાળામાં નદી વહેતી થઈહવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે આજે (13મી મે) ભાવનગર તથા બોટાદ જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સિહોર તાલુકાના કાજાવદર, સાગવાડી, બોરડી, દેવગાણા, ટાણા, સુરકા, મોટા સુરકા, સોનગઢ, આંબલા, સણોસરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો, ઉમરાળા વડોદ ગામે વરસાદથી નદી વહેતી થઈ હતી. ઉમરાળાના ચોગઠ, કેરિયા, હડમતાળા સહિતના ગામો તથા વલ્લભીપુરના નવાગામ, લોલિયાણા, ખેતાટિંબી, દુદાધાર હળિયાદ, વાવડી સહિતના ગામોમાં માવઠું પડયું હતું.કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારીબોટાદમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમીનું વરસાદ પડયો હતો. ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠાના લીધે ઉનાળું પાક તલ, બાજરી, ડુંગળી તથા કેરીના પાકને નુકસાન જવાની શક્યતા છે. આ ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે લીંબુના ફુલ ખરી જવાથી લીંબુનું વાવેતર કરતા ખેડૂતોને પણ નુકસાની જાય તેવી સ્થિતિ છે. ભાવનગરમાં હજુ પણ મંગળવારે (14મી મે) કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

VIDEO : ભાવનગરમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વંટોળમાં મંડપ અને પતરા ઉડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Unseasonal rain in Bhavnagar: ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે (13મી મે) ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે બીજી બાજુ વૈશાખ મહિનાના આ કમોસમી વરસાદથી ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે. માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ભાવનગર જિલ્લામાં કરા સાથે વરસ્યો વરસાદ

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.  તો બીજી તરફ કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.


ભાવનગરમાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો

બોટાદમાં ભારે પવન ફૂંકાયો

બોટાદ શહેર અને બરવાળામાં પણ વરસાદ વરસ્યો છે. બોટાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેને લઈને ડિસ્ક્ટ્રીક્ટ કોર્ડના પાર્કિંગ શેડના પતરા ઉડ્યા છે.

ઉમરાળામાં નદી વહેતી થઈ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે આજે (13મી મે) ભાવનગર તથા બોટાદ જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સિહોર તાલુકાના કાજાવદર, સાગવાડી, બોરડી, દેવગાણા, ટાણા, સુરકા, મોટા સુરકા, સોનગઢ, આંબલા, સણોસરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો, ઉમરાળા વડોદ ગામે વરસાદથી નદી વહેતી થઈ હતી. ઉમરાળાના ચોગઠ, કેરિયા, હડમતાળા સહિતના ગામો તથા વલ્લભીપુરના નવાગામ, લોલિયાણા, ખેતાટિંબી, દુદાધાર હળિયાદ, વાવડી સહિતના ગામોમાં માવઠું પડયું હતું.

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

બોટાદમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમીનું વરસાદ પડયો હતો. ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠાના લીધે ઉનાળું પાક તલ, બાજરી, ડુંગળી તથા કેરીના પાકને નુકસાન જવાની શક્યતા છે. આ ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે લીંબુના ફુલ ખરી જવાથી લીંબુનું વાવેતર કરતા ખેડૂતોને પણ નુકસાની જાય તેવી સ્થિતિ છે. ભાવનગરમાં હજુ પણ મંગળવારે (14મી મે) કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.