Vadodaraના શિનોરમાં ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી,ખેડૂતોને થયુ મોટુ નુકસાન

વરસાદી પાણીથી ખેતરો થયા તરબોળ વરસાદી પાણી ખેતરોમાંથી રોડ પર આવ્યા સાધલી-મીંઢોળ રોડ ઉપર વહેતા થયા વરસાદી પાણી વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની વચ્ચે શિનોર પંથકમાં વહેલી સવારથી વરસાદની અનરાધાર બેટીંગ ચાલી રહી છે.વહેલી સવારથી બપોરના 2 વાગ્યા સુધી સવાચાર ઈંચ વરસાદ વરસ્યો છે ત્યારે હજી પણ મેઘરાજાની બેટીંગ ચાલુ છે.વરસાદી પાણીમાં ખેતરો તરબોળ થયા છે.ભારે વરસાદ વરસતા કપાસના પાકને નુકસાન થયું છે.વડોદરાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાઘોડીયા રોડ આવેલી તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને અવર જવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. જેમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના ક્લીનિક પાસે પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અનેક સોસાયટીમાં તો લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. શહેરમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકના સમયગાળામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ વહેલી સવારથી શિનોર, અવાખલ, માલપુર, સુરાશામળ ગામમાં વરસાદ શરૂ થયો છે.છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.

Vadodaraના શિનોરમાં ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી,ખેડૂતોને થયુ મોટુ નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી પાણીથી ખેતરો થયા તરબોળ
  • વરસાદી પાણી ખેતરોમાંથી રોડ પર આવ્યા
  • સાધલી-મીંઢોળ રોડ ઉપર વહેતા થયા વરસાદી પાણી

વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની વચ્ચે શિનોર પંથકમાં વહેલી સવારથી વરસાદની અનરાધાર બેટીંગ ચાલી રહી છે.વહેલી સવારથી બપોરના 2 વાગ્યા સુધી સવાચાર ઈંચ વરસાદ વરસ્યો છે ત્યારે હજી પણ મેઘરાજાની બેટીંગ ચાલુ છે.વરસાદી પાણીમાં ખેતરો તરબોળ થયા છે.ભારે વરસાદ વરસતા કપાસના પાકને નુકસાન થયું છે.

વડોદરાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ

વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાઘોડીયા રોડ આવેલી તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને અવર જવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. જેમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના ક્લીનિક પાસે પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અનેક સોસાયટીમાં તો લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. શહેરમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકના સમયગાળામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ વહેલી સવારથી શિનોર, અવાખલ, માલપુર, સુરાશામળ ગામમાં વરસાદ શરૂ થયો છે.


છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ

નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી

બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.