Ahmedabadમાં IPOમાં રોકાણ કરવાની લાલચે 1 કરોડ 53 લાખની કરાઈ છેતરપિંડી

આઇપીઓમાં ઓછા રોકાણમાં વધુ નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી રૂપિયા 1 કરોડ 53 લાખની છેતરપિંડીની સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા પડાવ્યા અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે,જેમાં માહિતી સામે આવી રહી છે કે,આઈપીઓમાં ઓછા રોકાણમાં વધુ નફો આપવાની લાલચે છેતરપિડીં કરાઈ છે,આ છેતરપિંડી કોઈ નાની નહી પણ 1 કરોડ 53 લાખ રૂપિયાની થઈ છે,પોલીસે એપ્લિકેશનના આધારે વધુ તપાસ હાથધરી છે.એપ્લિકેશન મારફતે છેતરપિંડી શેરબજારમાં વધુ નફો કમાવવાની લાલચે એક વ્યકિતને તેની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે.અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે કે,એપ્લિકેશન મારફતે તેની સાથે અલગ-અલગ શેરોમાં અને આઈપીઓમાં રોકાણની લાલચે 1 કરોડ 53 લાખની છેતરપિંડી કરાઈ છે.પોલીસે એપ્લિકેશનના આઈડી પરથી જે તે વ્યકિત સુધી પહોંચવાની કવાયત હાથધરી છે. એક મહિના અગાઉ છેતરપિંડી કરનાર દંપતિ ઝડપાયું અમદાવાદના જગતપુર રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃત્તિ બાદ આવેલી બચતની રકમ પર સારૂં વળતર મેળવવા માટે તેમના મિત્રની સલાહથી DIFM નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગઇન કરી રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું હતું. આ એપ્લિકેશનની માલિકી ધરાવનાર બ્લીસ કન્સલ્ટન્ટના આશિષ શૈલેષ મહેતા અને તેના પત્ની શિવાંગી મહેતાએ શોભનાબેનને ખાતરી આપી હતી કે, રોકાણ પર જે નફો મળશે તે નફાના 70 ટકા ભાગ આપશે.શરૂઆતના તબક્કાના વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા હતા. જો કે, ત્યાર બાદ જમા કરાવવાનું બંધ કર્યું હતું. બીજી તરફ નાણાંની જરૂરિયાત પડતા શોભનાબેને નાણાં પરત માંગતા આપવાની મનાઈ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 6-6-2024ના રોજ એક જ દિવસમાં છેતરપિંડીની 3 ફરિયાદ નોંધાઈ અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે,જેમાં એપ્લિકેશનમાં 86 લાખના રોકાણ સામે 2.50 કરોડનો નફો બતાવી છેતરપિંડી આચરી હતી,ડોક્ટર પાસે 10 લાખનુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી.તો એક મહિલાને વોટસઅપ ગ્રુપ મારફતે શેર માર્કેટની માહિતી મોકલી છેતરપિડી આચરી હતી સાથે સાથે મહિલાને રોકાણ કરાવ્યા બાદ ટેકસ ભરવાના નામે રૂપિયા માંગ્યા હતા. 31 મે 2024ના રોજ એક આરોપી સાયબર ક્રાઈમે ઝડપ્યો હતો સાયબર ક્રાઇમ દ્વારા શેરમાર્કેટના નામે નાગરિકો સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવી છે. નાગરીકો સાથે STOCK VANGUARD નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરીને જુદા જુદા ગ્રુપમાં એડ કરી શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટી નફો કરાવી આપશે તેવી હકીકત જણાવતા હતા. તેમજ આ રોકાણ ટીપો આપવા બનાવેલ ખોટી બનાવટી APP.ALICEXA.COM નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનું ખરીદ વેચાણ કરાવી તેઓની બનાવટી એપ્લીકેશનમાં ખુબ જ ઉચ્ચ વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવતી ગેંગના સભ્યને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

Ahmedabadમાં IPOમાં રોકાણ કરવાની લાલચે 1 કરોડ 53 લાખની કરાઈ છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આઇપીઓમાં ઓછા રોકાણમાં વધુ નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી
  • રૂપિયા 1 કરોડ 53 લાખની છેતરપિંડીની સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
  • એપ્લિકેશન ડાઉનલોડ કરાવી જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા પડાવ્યા

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે,જેમાં માહિતી સામે આવી રહી છે કે,આઈપીઓમાં ઓછા રોકાણમાં વધુ નફો આપવાની લાલચે છેતરપિડીં કરાઈ છે,આ છેતરપિંડી કોઈ નાની નહી પણ 1 કરોડ 53 લાખ રૂપિયાની થઈ છે,પોલીસે એપ્લિકેશનના આધારે વધુ તપાસ હાથધરી છે.

એપ્લિકેશન મારફતે છેતરપિંડી

શેરબજારમાં વધુ નફો કમાવવાની લાલચે એક વ્યકિતને તેની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે.અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે કે,એપ્લિકેશન મારફતે તેની સાથે અલગ-અલગ શેરોમાં અને આઈપીઓમાં રોકાણની લાલચે 1 કરોડ 53 લાખની છેતરપિંડી કરાઈ છે.પોલીસે એપ્લિકેશનના આઈડી પરથી જે તે વ્યકિત સુધી પહોંચવાની કવાયત હાથધરી છે.

એક મહિના અગાઉ છેતરપિંડી કરનાર દંપતિ ઝડપાયું

અમદાવાદના જગતપુર રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃત્તિ બાદ આવેલી બચતની રકમ પર સારૂં વળતર મેળવવા માટે તેમના મિત્રની સલાહથી DIFM નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગઇન કરી રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું હતું. આ એપ્લિકેશનની માલિકી ધરાવનાર બ્લીસ કન્સલ્ટન્ટના આશિષ શૈલેષ મહેતા અને તેના પત્ની શિવાંગી મહેતાએ શોભનાબેનને ખાતરી આપી હતી કે, રોકાણ પર જે નફો મળશે તે નફાના 70 ટકા ભાગ આપશે.શરૂઆતના તબક્કાના વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા હતા. જો કે, ત્યાર બાદ જમા કરાવવાનું બંધ કર્યું હતું. બીજી તરફ નાણાંની જરૂરિયાત પડતા શોભનાબેને નાણાં પરત માંગતા આપવાની મનાઈ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

6-6-2024ના રોજ એક જ દિવસમાં છેતરપિંડીની 3 ફરિયાદ નોંધાઈ

અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે,જેમાં એપ્લિકેશનમાં 86 લાખના રોકાણ સામે 2.50 કરોડનો નફો બતાવી છેતરપિંડી આચરી હતી,ડોક્ટર પાસે 10 લાખનુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી.તો એક મહિલાને વોટસઅપ ગ્રુપ મારફતે શેર માર્કેટની માહિતી મોકલી છેતરપિડી આચરી હતી સાથે સાથે મહિલાને રોકાણ કરાવ્યા બાદ ટેકસ ભરવાના નામે રૂપિયા માંગ્યા હતા.

31 મે 2024ના રોજ એક આરોપી સાયબર ક્રાઈમે ઝડપ્યો હતો

સાયબર ક્રાઇમ દ્વારા શેરમાર્કેટના નામે નાગરિકો સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવી છે. નાગરીકો સાથે STOCK VANGUARD નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરીને જુદા જુદા ગ્રુપમાં એડ કરી શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટી નફો કરાવી આપશે તેવી હકીકત જણાવતા હતા. તેમજ આ રોકાણ ટીપો આપવા બનાવેલ ખોટી બનાવટી APP.ALICEXA.COM નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનું ખરીદ વેચાણ કરાવી તેઓની બનાવટી એપ્લીકેશનમાં ખુબ જ ઉચ્ચ વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવતી ગેંગના સભ્યને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.