Dahodમા નાયબ વન સંરક્ષક કચેરીના વનકર્મીએ એસિડ ગટગટાવીને કર્યો આપઘાત

નાયબ વન સંરક્ષક કચેરીના કર્મચારીનો આપઘાત મહેશ બારીયા નામના કર્ચમારીએ કર્યો આપઘાત મહેશ બારીયાએ એસિડ પીને કર્યો આપઘાત દાહોદમાં નાયબ વન સંરક્ષક કચેરીના વનકર્મીએ આપઘાત કર્યો છે. મહેશ બારીયા નામનો કર્મચારી રોજમદાર તરીકે ફરજ બજાવતો હતો.નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળેલા વનકર્મીના આપઘાતથી ચકચાર મચી છે. સંત રોડ પર બોટલનું એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે. વનકર્મીના આપઘાતથી હાહાકાર મચ્યો અઠવાડિયા અગાઉ કલાસ વન ઓફિસરે તેમના ઘરે રિવોલ્વરથી આપઘાત કર્યો હતો,અને તે વનકર્મી પણ દાહોદ વિભાગમાં આવતા ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા,ત્યારે આજે એજ કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ એસિડ પીને આપઘાત કર્યો છે.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથધરી હતી,હજી મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી આવી. થોડા દિવસ અગાઉ એક IFS અધિકારીએ કર્યો હતો આપઘાત દાહોદ જિલ્લામાં વર્ષ 2017માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક (DCF) તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. આજરોજ વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આપઘાત કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર ગઈકાલે ખજુરીયા ખાતે ગયા હતા. ત્યાંથી મોડી રાતે જમી-પરવારીને દાહોદ ગોદી રોડ નજીક અંબિકા સોસાયટીમાં આવેલ ઘરે આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકના ભડાકાનો અવાજ થતા સોસાયટીના સ્થાનિક અને પરિવારજનો દોડી આવ્યા હતા. ગાંધીનગરમાં મહિલાએ આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કર્યો 13 છાપરામાં રહેતી 40 વર્ષીય શ્રમજીવી મહિલાએ આર્થિક સંકળામણથી કંટાળીને છ દિવસ અગાઉ ઊધઈ મારવાની દવા ગટગટાવી લીધી હતી. જેનું સારવાર દરમ્યાન સિવિલમાં મોત નિપજતા સેકટર - 7 પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી તપાસ કરતાં મૃતકનો પતિ કોઈ કામધંધો કરતો નહીં હોવાથી કંટાળીને મહિલાએ જીવન ટૂંકાવી લીધું હોવાનું બહાર આવ્યું છે.

Dahodમા નાયબ વન સંરક્ષક કચેરીના વનકર્મીએ એસિડ ગટગટાવીને કર્યો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાયબ વન સંરક્ષક કચેરીના કર્મચારીનો આપઘાત
  • મહેશ બારીયા નામના કર્ચમારીએ કર્યો આપઘાત
  • મહેશ બારીયાએ એસિડ પીને કર્યો આપઘાત

દાહોદમાં નાયબ વન સંરક્ષક કચેરીના વનકર્મીએ આપઘાત કર્યો છે. મહેશ બારીયા નામનો કર્મચારી રોજમદાર તરીકે ફરજ બજાવતો હતો.નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળેલા વનકર્મીના આપઘાતથી ચકચાર મચી છે. સંત રોડ પર બોટલનું એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે.

વનકર્મીના આપઘાતથી હાહાકાર મચ્યો

અઠવાડિયા અગાઉ કલાસ વન ઓફિસરે તેમના ઘરે રિવોલ્વરથી આપઘાત કર્યો હતો,અને તે વનકર્મી પણ દાહોદ વિભાગમાં આવતા ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા,ત્યારે આજે એજ કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ એસિડ પીને આપઘાત કર્યો છે.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથધરી હતી,હજી મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી આવી.

થોડા દિવસ અગાઉ એક IFS અધિકારીએ કર્યો હતો આપઘાત

દાહોદ જિલ્લામાં વર્ષ 2017માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક (DCF) તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. આજરોજ વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આપઘાત કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર ગઈકાલે ખજુરીયા ખાતે ગયા હતા. ત્યાંથી મોડી રાતે જમી-પરવારીને દાહોદ ગોદી રોડ નજીક અંબિકા સોસાયટીમાં આવેલ ઘરે આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકના ભડાકાનો અવાજ થતા સોસાયટીના સ્થાનિક અને પરિવારજનો દોડી આવ્યા હતા.

ગાંધીનગરમાં મહિલાએ આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કર્યો

13 છાપરામાં રહેતી 40 વર્ષીય શ્રમજીવી મહિલાએ આર્થિક સંકળામણથી કંટાળીને છ દિવસ અગાઉ ઊધઈ મારવાની દવા ગટગટાવી લીધી હતી. જેનું સારવાર દરમ્યાન સિવિલમાં મોત નિપજતા સેકટર - 7 પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી તપાસ કરતાં મૃતકનો પતિ કોઈ કામધંધો કરતો નહીં હોવાથી કંટાળીને મહિલાએ જીવન ટૂંકાવી લીધું હોવાનું બહાર આવ્યું છે.