Morbi ઝૂલતા પુલની દુર્ઘટના કેસ ડીલે થવા મુદ્દે સરકારી વકીલે આપી માહિતી

ચાર્જશીટ થયા બાદ અલગ અલગ ત્રણ અરજી કરી જે પેન્ડિંગ છે અમે તો દરરોજ કેસ ચલાવવા તૈયાર છીએ: સરકારી વકીલ ઝૂલત પુલની દુર્ઘટના કેસમાં અત્યાર સુધીમાં 47 જેટલી મુદત પડી મોરબીમાં ઝૂલતા પુલની બનેલી દુર્ધટનાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે સરકારી વકીલ વિજય જાનીએ ઝુલતા પુલ કેસ ડીલે થવા બાબતે કરી પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે. સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું કે, ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના વકીલ દ્વારા ચાર્જશીટ થયા બાદ અલગ-લગ ત્રણ અરજી કરી જે પેન્ડિંગ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 47 જેટલી મુદત પડી છે. અત્યાર સુધીમાં 47 જેટલી મુદત પડી વધુમાં સરકારી વકીલે કહ્યું કે, અરજીઓ પેન્ડીંગ છે તેનું હિયરીંગ કરવા 47 મુદતો અત્યાર સુધી પડી છે. જેમાં 3 વખત રૂબરૂ અને 2 વખત વીડિઓ કોન્ફરન્સથી ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના વકીલ હાજર રહ્યા હતા. આ કેસ ચાલે તે માટે એસોસિએશનના વકીલ હાજર રહેવા જોઈએ અમે તો દરરોજ કેસ ચલાવવા તૈયાર છીએ. જાણો શું છે સમગ્ર કેસ વર્ષ 2022માં દિવાળીના તહેવારોમાં 30 ઓક્ટોબરની સાંજે બનેલી મોરબી બ્રિજ દુર્ઘટનામાં બાળકો-મહિલાઓ સહિત 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કેસમાં પહેલેથી જ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. આ દુર્ઘટના બાદ ભોગ બનનારાઓને બચાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ માત્ર પોણા બે કલાકમાં પોલીસે આરોપીઓના નામ-ઠામ વિનાની FIR નોંધી દીધી. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રકાશ અંબારામભાઈ દેકાવાડીયાએ રેસ્કયુ ઓપરેશનની વચ્ચે ફરિયાદ કરતા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ તપાસની સાથે-સાથે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત 9ની ધરપકડ કરી હતી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-2023ના અંતમાં જયસુખ પટેલ અદાલત સમક્ષ હાજર થતાં ધરપકડનો આંક 10 પર પહોંચ્યો હતો. આ દુર્ધટનામાં સપરાધ માનવવધનો ગુનો નોંધાયો છે મોરબી દુર્ઘટના કેસમાં સપરાધ માનવવધનો ગુનો નોંધાયો છે. જેમાં 304, 308 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. તેમજ યોગ્ય કામગીરી ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તથા મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધાયો. મોરબી હોનારાતમાં ઝૂલતો પુલ તૂટતાં 135 લોકોના મોત થયા હતા.

Morbi ઝૂલતા પુલની દુર્ઘટના કેસ ડીલે થવા મુદ્દે સરકારી વકીલે આપી માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાર્જશીટ થયા બાદ અલગ અલગ ત્રણ અરજી કરી જે પેન્ડિંગ છે
  • અમે તો દરરોજ કેસ ચલાવવા તૈયાર છીએ: સરકારી વકીલ
  • ઝૂલત પુલની દુર્ઘટના કેસમાં અત્યાર સુધીમાં 47 જેટલી મુદત પડી

મોરબીમાં ઝૂલતા પુલની બનેલી દુર્ધટનાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે સરકારી વકીલ વિજય જાનીએ ઝુલતા પુલ કેસ ડીલે થવા બાબતે કરી પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે. સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું કે, ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના વકીલ દ્વારા ચાર્જશીટ થયા બાદ અલગ-લગ ત્રણ અરજી કરી જે પેન્ડિંગ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 47 જેટલી મુદત પડી છે.

અત્યાર સુધીમાં 47 જેટલી મુદત પડી

વધુમાં સરકારી વકીલે કહ્યું કે, અરજીઓ પેન્ડીંગ છે તેનું હિયરીંગ કરવા 47 મુદતો અત્યાર સુધી પડી છે. જેમાં 3 વખત રૂબરૂ અને 2 વખત વીડિઓ કોન્ફરન્સથી ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના વકીલ હાજર રહ્યા હતા. આ કેસ ચાલે તે માટે એસોસિએશનના વકીલ હાજર રહેવા જોઈએ અમે તો દરરોજ કેસ ચલાવવા તૈયાર છીએ.

જાણો શું છે સમગ્ર કેસ

વર્ષ 2022માં દિવાળીના તહેવારોમાં 30 ઓક્ટોબરની સાંજે બનેલી મોરબી બ્રિજ દુર્ઘટનામાં બાળકો-મહિલાઓ સહિત 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કેસમાં પહેલેથી જ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. આ દુર્ઘટના બાદ ભોગ બનનારાઓને બચાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ માત્ર પોણા બે કલાકમાં પોલીસે આરોપીઓના નામ-ઠામ વિનાની FIR નોંધી દીધી.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રકાશ અંબારામભાઈ દેકાવાડીયાએ રેસ્કયુ ઓપરેશનની વચ્ચે ફરિયાદ કરતા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ તપાસની સાથે-સાથે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત 9ની ધરપકડ કરી હતી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-2023ના અંતમાં જયસુખ પટેલ અદાલત સમક્ષ હાજર થતાં ધરપકડનો આંક 10 પર પહોંચ્યો હતો.

આ દુર્ધટનામાં સપરાધ માનવવધનો ગુનો નોંધાયો છે

મોરબી દુર્ઘટના કેસમાં સપરાધ માનવવધનો ગુનો નોંધાયો છે. જેમાં 304, 308 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. તેમજ યોગ્ય કામગીરી ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તથા મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધાયો. મોરબી હોનારાતમાં ઝૂલતો પુલ તૂટતાં 135 લોકોના મોત થયા હતા.