Dabhoi: પોક્સો અને અપહરણ કેસના આરોપીને 20 વર્ષની સજા અને દંડ
પોક્સો અને અપહરણ કેસના આરોપીને 20 વર્ષની સજાસગીર વયની યુવતી પર દુષ્કર્મ કરનારને મળી સજા આરોપી સુરેશ તડવીને 20 વર્ષની સજા અને 38,000નો દંડ વડોદરાના ડભોઈમાં સગીર વયની યુવતી પર દુષ્કર્મ કરનારને મોટી સજા ફટકારવામાં આવી છે. ડભોઈ સેશન્સ કોર્ટે પોક્સો અને અપહરણના ગુન્હામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2023માં ફરિયાદ નોંધાઈ હતી. પોક્સો અને અપહરણ કેસના આરોપીને 20 વર્ષની સજા ભોગ બનનાર સગીર વયની યુવતીને ભગાડીને લઈ જવા અને ગોંધી રાખી યુવતી ઉપર અવાર નવાર દુષ્કૃત્ય કરનાર આરોપીને મોટી સજા ફટાકારવામાં આવી છે. આરોપી રાહુલ સુરેશ તડવીને કોર્ટે 20 વર્ષની સજા અને કુલ રૂપિયા 38,000નો દંડ ફટકાર્યો છે. ત્યારે અન્ય 1 આરોપી નિર્દોષ હોવાના કારણે તેને છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. મોડાસા સેશન્સ કોર્ટ પણ દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજા આજે અરવલ્લીના મેઘરજ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં મોડાસા સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપતા આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે સગીરા બકરા ચરાવવા ગઈ હતી, તે સમયે આરોપી સંદીપ ફનાતે દુષ્કર્મ આચર્યુ હતું, ત્યારે આજે આ કેસમાં કોર્ટે આરોપી સંદીપ ફનાતને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. પેટલાદમાં 22 વર્ષની યુવતી પર નરાધમે આચર્યુ દુષ્કર્મ પેટલાદના ધર્મજથી માણેજ જવાના હાઈવે રસ્તા નજીક કાણીયા ગામ આવેલું છે. આ ગામની અંદર 22 વર્ષની યુવતી જ્યારે ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી, ત્યારે આ ગામમાં રહેતો ભરત જેસંગભાઈ તળપદાએ એક 22 વર્ષની યુવતી ઉપર નજર બગાડી હતી અને આ યુવતીનો પીછો કરતો હતો. તે દરમિયાન એક દિવસ સવારના 10 વાગ્યાના સમયે યુવતી કાણીયા ગામની સીમમાં પશુઓ માટે ઘાસચારો લેવા માટે નીકળી હતી. યુવતીને પાછળથી પકડીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને આ બાબતની વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી ડરી ગયેલી યુવતીએ પોતાના ઘરે આવીને આ બાબતની જાણ કોઈને કરી ન હતી પણ યુવતી ગર્ભવતી થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પોક્સો અને અપહરણ કેસના આરોપીને 20 વર્ષની સજા
- સગીર વયની યુવતી પર દુષ્કર્મ કરનારને મળી સજા
- આરોપી સુરેશ તડવીને 20 વર્ષની સજા અને 38,000નો દંડ
વડોદરાના ડભોઈમાં સગીર વયની યુવતી પર દુષ્કર્મ કરનારને મોટી સજા ફટકારવામાં આવી છે. ડભોઈ સેશન્સ કોર્ટે પોક્સો અને અપહરણના ગુન્હામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2023માં ફરિયાદ નોંધાઈ હતી.
પોક્સો અને અપહરણ કેસના આરોપીને 20 વર્ષની સજા
ભોગ બનનાર સગીર વયની યુવતીને ભગાડીને લઈ જવા અને ગોંધી રાખી યુવતી ઉપર અવાર નવાર દુષ્કૃત્ય કરનાર આરોપીને મોટી સજા ફટાકારવામાં આવી છે. આરોપી રાહુલ સુરેશ તડવીને કોર્ટે 20 વર્ષની સજા અને કુલ રૂપિયા 38,000નો દંડ ફટકાર્યો છે. ત્યારે અન્ય 1 આરોપી નિર્દોષ હોવાના કારણે તેને છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મોડાસા સેશન્સ કોર્ટ પણ દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજા
આજે અરવલ્લીના મેઘરજ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં મોડાસા સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપતા આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે સગીરા બકરા ચરાવવા ગઈ હતી, તે સમયે આરોપી સંદીપ ફનાતે દુષ્કર્મ આચર્યુ હતું, ત્યારે આજે આ કેસમાં કોર્ટે આરોપી સંદીપ ફનાતને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.
પેટલાદમાં 22 વર્ષની યુવતી પર નરાધમે આચર્યુ દુષ્કર્મ
પેટલાદના ધર્મજથી માણેજ જવાના હાઈવે રસ્તા નજીક કાણીયા ગામ આવેલું છે. આ ગામની અંદર 22 વર્ષની યુવતી જ્યારે ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી, ત્યારે આ ગામમાં રહેતો ભરત જેસંગભાઈ તળપદાએ એક 22 વર્ષની યુવતી ઉપર નજર બગાડી હતી અને આ યુવતીનો પીછો કરતો હતો.
તે દરમિયાન એક દિવસ સવારના 10 વાગ્યાના સમયે યુવતી કાણીયા ગામની સીમમાં પશુઓ માટે ઘાસચારો લેવા માટે નીકળી હતી. યુવતીને પાછળથી પકડીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને આ બાબતની વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી ડરી ગયેલી યુવતીએ પોતાના ઘરે આવીને આ બાબતની જાણ કોઈને કરી ન હતી પણ યુવતી ગર્ભવતી થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.