Vadodara News: ઉંડેરાની બંધ સ્કૂલમાં બે મિત્રો વચ્ચે બબાલ થતા એકનું મોત

મિત્રએ જ કરી મિત્રની હત્યા હત્યા કરી આરોપી સ્થળ પરથી ફરાર પોલીસે CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી વડોદરાના ઉંડેરામાં બે મિત્રો વચ્ચે ઝઘડો થતા હત્યાનો બનાવ બન્યો છે. ઉંડેરામાં બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા બે મિત્રો વચ્ચે બોલાચારી થતા એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો હતો. બે મિત્રો વચ્ચે તીક્ષ્ણ હથિયાર વડે ખેલાયો ખુની ખેલ મળતી માહિતી મુજબ ઉંડેરામાં બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા પરપ્રાંતીય મિત્રો વચ્ચે ઝઘડો થતા 20 વર્ષીય સુરેશ દાસની તેના જ મિત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જ્યાર બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. આરોપીને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી આ બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા ગોત્રી હોસ્પિટલ ખાતે પહોંચી આરોપીને ઝડપવા વધુ તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપવા અલગ-અલગ સાત ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થળ પરથી CCTV ફૂટેજ કબજે લઈ અને આસપાસના લોકોની પુછપરછ હાથ ધરી મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Vadodara News: ઉંડેરાની બંધ સ્કૂલમાં બે મિત્રો વચ્ચે બબાલ થતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મિત્રએ જ કરી મિત્રની હત્યા
  • હત્યા કરી આરોપી સ્થળ પરથી ફરાર
  • પોલીસે CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી
વડોદરાના ઉંડેરામાં બે મિત્રો વચ્ચે ઝઘડો થતા હત્યાનો બનાવ બન્યો છે. ઉંડેરામાં બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા બે મિત્રો વચ્ચે બોલાચારી થતા એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો હતો.
બે મિત્રો વચ્ચે તીક્ષ્ણ હથિયાર વડે ખેલાયો ખુની ખેલ
મળતી માહિતી મુજબ ઉંડેરામાં બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા પરપ્રાંતીય મિત્રો વચ્ચે ઝઘડો થતા 20 વર્ષીય સુરેશ દાસની તેના જ મિત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જ્યાર બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.
આરોપીને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા ગોત્રી હોસ્પિટલ ખાતે પહોંચી આરોપીને ઝડપવા વધુ તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપવા અલગ-અલગ સાત ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થળ પરથી CCTV ફૂટેજ કબજે લઈ અને આસપાસના લોકોની પુછપરછ હાથ ધરી મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.