Surendrnagar News : સુરેન્દ્રનગરમાં ચાલક સાથે ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું

ટ્રેક્ટરનો ચાલક અને તેની પત્ની પણ પાણીમાં ડૂબ્યા કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યાનું અનુમાન કેનાલમાં પાણી બંધ કરી શોધખોળ હાથ ધરાઇ સુરેન્દ્રનગરમાં ખેરાળી ગામ નજીક દુ:ખદ ઘટના બની છે. જેમાં નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા એક દંપતીનું મોત નિપજ્યું છે. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમજ પોલીસ અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી દંપતીની શોધ શરૂ કરી હતી. આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાળ તાલુકાના ખેરાળી નજીક આવેલી નર્મદા કેનાલમાં મંગળવારે ટ્રેક્ટર ખાબક્યું હતું. જેમાં ટ્રેકટરમાં સવાર દંપતીનું મોત થયું છે. ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું. આ પછી ઘટનાની જાણ થતાં તાત્કાલિક નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ તરવૈયાઓની ટીમો પણ મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. ધારાસભ્ય જગદીશ મકવાણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને દંપતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Surendrnagar News : સુરેન્દ્રનગરમાં ચાલક સાથે ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રેક્ટરનો ચાલક અને તેની પત્ની પણ પાણીમાં ડૂબ્યા
  • કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યાનું અનુમાન
  • કેનાલમાં પાણી બંધ કરી શોધખોળ હાથ ધરાઇ

સુરેન્દ્રનગરમાં ખેરાળી ગામ નજીક દુ:ખદ ઘટના બની છે. જેમાં નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા એક દંપતીનું મોત નિપજ્યું છે. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમજ પોલીસ અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી દંપતીની શોધ શરૂ કરી હતી.

આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાળ તાલુકાના ખેરાળી નજીક આવેલી નર્મદા કેનાલમાં મંગળવારે ટ્રેક્ટર ખાબક્યું હતું. જેમાં ટ્રેકટરમાં સવાર દંપતીનું મોત થયું છે. ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું.

આ પછી ઘટનાની જાણ થતાં તાત્કાલિક નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ તરવૈયાઓની ટીમો પણ મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. ધારાસભ્ય જગદીશ મકવાણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને દંપતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.