Suratના ઉધનામાં બાળક રમતા-રમતા ટ્રેનમાં બેસી નંદુબાર પહોંચી ગયો,પોલીસે શોધ્યુ બાળકને

ઉધનામાં રમતું બાળક અચાનક થયું ગુમ CCTV ચેક કરતા ગુમ થયો હોવાની હકીકત આવી સામે ઉધના પોલીસે 4 ટીમ બનાવી બાળકનો શોધ્યું તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,જેમાં સુરતના ઉધનામાં રમતા રમતા માસુમ ટ્રેનમાં બેસીને નંદુરબાર પહોંચી ગયો હતો.પોલીસે સીસીટીવી ચેક કર્યા અને અલગ-અલગ ટીમો બનાવીને બાળક શોધ્યો હતો અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.8 વર્ષીય ઈરફાન હકીમમીયા શાહુસેન મિયા ગુમ થયો હતો. પોલીસની મહેનત રંગ લાવી બાળક ના મળતા માતા-પિતાએ પોલીસનો સહારો લીધો હતો,તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી અને અલગ-અલગ ટીમ બનાવી બાળકને શોધવાની કામગીરી કરી હતી,પોલીસને પહેલા શંકા ગઈ કે બાળકનું અપહરણ થયું છે પણ સીસીટીવીમાં દેખાયું કે બાળક તો ટ્રેનમાં એકલો જઈ રહ્યો છે તે આધારે પોલીસ શોધતી શોધતી મહારાષ્ટ્રના નંદુબાર ખાતે પહોંચી જયાં બાળક હેમખેમ રીતે મળી આવ્યું તો નંદુબારથી બાળકને લઈ પોલીસ સુરત પહોંચી અને પરિવારને બાળક સોંપ્યું હતું. નંદુબાર રેલવે પોલીસ પણ એલર્ટ મોર્ડમાં હતી સીસીટીવીમાં યુસુફ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો. ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો. ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ હતી કે, તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે. જેથી તાત્કાલિક એ નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી ઉતારી લેવામાં આવ્યો હતો. 8 જુલાઈએ બાળક ગુમ થયુ ઉધના વિસ્તારમાંથી 8 જુલાઈના રોજ 8 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. તેના પિતા ઉધના વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનની દુકાનમાં તેને સાથે લઈને ગયા હતા. ત્યાં રમતા રમતા આશરે બપોરે 12:30 વાગ્યે તે કોઈને પણ કંઈક કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે ચાર ટીમ બનાવી હતી. સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથધરી હતી.

Suratના ઉધનામાં બાળક રમતા-રમતા ટ્રેનમાં બેસી નંદુબાર પહોંચી ગયો,પોલીસે શોધ્યુ બાળકને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉધનામાં રમતું બાળક અચાનક થયું ગુમ
  • CCTV ચેક કરતા ગુમ થયો હોવાની હકીકત આવી સામે
  • ઉધના પોલીસે 4 ટીમ બનાવી બાળકનો શોધ્યું

તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,જેમાં સુરતના ઉધનામાં રમતા રમતા માસુમ ટ્રેનમાં બેસીને નંદુરબાર પહોંચી ગયો હતો.પોલીસે સીસીટીવી ચેક કર્યા અને અલગ-અલગ ટીમો બનાવીને બાળક શોધ્યો હતો અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.8 વર્ષીય ઈરફાન હકીમમીયા શાહુસેન મિયા ગુમ થયો હતો.

પોલીસની મહેનત રંગ લાવી

બાળક ના મળતા માતા-પિતાએ પોલીસનો સહારો લીધો હતો,તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી અને અલગ-અલગ ટીમ બનાવી બાળકને શોધવાની કામગીરી કરી હતી,પોલીસને પહેલા શંકા ગઈ કે બાળકનું અપહરણ થયું છે પણ સીસીટીવીમાં દેખાયું કે બાળક તો ટ્રેનમાં એકલો જઈ રહ્યો છે તે આધારે પોલીસ શોધતી શોધતી મહારાષ્ટ્રના નંદુબાર ખાતે પહોંચી જયાં બાળક હેમખેમ રીતે મળી આવ્યું તો નંદુબારથી બાળકને લઈ પોલીસ સુરત પહોંચી અને પરિવારને બાળક સોંપ્યું હતું.


નંદુબાર રેલવે પોલીસ પણ એલર્ટ મોર્ડમાં હતી

સીસીટીવીમાં યુસુફ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો. ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો. ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ હતી કે, તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે. જેથી તાત્કાલિક એ નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી ઉતારી લેવામાં આવ્યો હતો.

8 જુલાઈએ બાળક ગુમ થયુ

ઉધના વિસ્તારમાંથી 8 જુલાઈના રોજ 8 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. તેના પિતા ઉધના વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનની દુકાનમાં તેને સાથે લઈને ગયા હતા. ત્યાં રમતા રમતા આશરે બપોરે 12:30 વાગ્યે તે કોઈને પણ કંઈક કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે ચાર ટીમ બનાવી હતી. સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથધરી હતી.