Suart: સુમુલ ડેરીના નામથી નકલી ઘી પાઉચમાં વેચતા આરોપીઓ ઝડપાયા

સુમુલ ડેરીનાં નામથી ઘી પાઉચમાં વેચતા હતા હલકી ગુણવત્તાનું દેશી ઘી વેચતી ગેંગનો પર્દાફાશ 15 પાઉચ કબજે લેવાયા, 4 આરોપીઓ પકડાયા સુરતમાં ડુપ્લીકેટ ઘી વેચતા આરોપીઓ પકડાયા છે. સુમુલ ડેરીનાં નામથી ઘી પાઉચમાં વેચતા હતા. તેમાં હલકી ગુણવત્તાનું દેશી ઘી વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે. ડભોલી વિસ્તારમાં શ્રી હરિમાર્ટમાં દરોડા પાડતા 15 પાઉચ કબજે લેવાયા છે. તેમજ 4 આરોપીઓ પકડાયા છે. જેમાં પ્રતિક ઠક્કર, લલીત ઇટાલિયા તથા વિશાલ શાહ અને આશિષ દુધવાલાની ધરપકડ થઇ છે. વિશાલ શાહ પાઉચ બનાવડાવી સપ્લાય કરતો વિશાલ શાહ પાઉચ બનાવડાવી સપ્લાય કરતો હતો. સુમુલ ડેરીમાં લીગલ ઓફીસરે પોલીસ સાથે રાખી રેડ કરી હતી. જેમાં સિંગણપોર-ડભોલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાંદેરનો વિશાલ શાહ પાઉચ બનાવડાવી સપ્લાય કરતો હતો. જેમાં સુમુલ ડેરીમાં લીગલ ઓફીસરે પોલીસ સાથે રેડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.બી.ગોહિલે જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશન ખાતે સુરત જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ લિમિટેડના અધિકારી દિપેશ ચંપકલાલ ભટ્ટ તથા સુમુલ ડેરીના અન્ય સ્ટાફના માણસો આવ્યા હતા. જેમણે જણાવ્યું હતું કે, અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ડભોલી ગામના હેની આર્કેટ કોમ્પલેક્ષમાં શ્રી હરી માર્ટ શોપમાં સુમુલ શુધ્ધ ઘીના પાઉચવાળા આબેહુબ દેખાય તેમા ડુપ્લીકેટ ઘીના પાઉચ બનાવી તેમાં ડુપ્લીકેટ ઘી વેચાઇ રહ્યું છે. નકલી ઘીને અસલી પાઉચમાં પેકીંગ કરી ભોળા ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકાય તે રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સુમુલ ડેરીના સ્ટાફ દ્રારા તે જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી. લોગોનો દૂરઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હક્કનો ભંગ કર્યો આરોપી પ્રતિક કનુભાઇ ઠક્કર, વિશાલભાઇ સતીષભાઇ શાહ તથા લલીતભાઇ ઘનશ્યામભાઇ ઇટાલીયા અને આશિષભાઇ કાંતિભાઇ દુધવાલા એમ કુલ 4 આરોપીઓ ઘીનું વેચાણ કરતા પકડાઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળે સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઇ કરતા સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ઘીના પાઉચવાળા આબેહુબ દેખાય તેવા ડુપ્લીકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લીકેટ ધી બનાવી તે ઘીનું પાઉચમાં પેકીંગ કરી વેચાણ કરી લોકોના સ્વાસ્થયને જોખમમાં મુક્યુ છે. તેમજ સુમુલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તથા લોગોનો દૂરઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હક્કનો ભંગ કર્યો છે.

Suart: સુમુલ ડેરીના નામથી નકલી ઘી પાઉચમાં વેચતા આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુમુલ ડેરીનાં નામથી ઘી પાઉચમાં વેચતા હતા
  • હલકી ગુણવત્તાનું દેશી ઘી વેચતી ગેંગનો પર્દાફાશ
  • 15 પાઉચ કબજે લેવાયા, 4 આરોપીઓ પકડાયા

સુરતમાં ડુપ્લીકેટ ઘી વેચતા આરોપીઓ પકડાયા છે. સુમુલ ડેરીનાં નામથી ઘી પાઉચમાં વેચતા હતા. તેમાં હલકી ગુણવત્તાનું દેશી ઘી વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે. ડભોલી વિસ્તારમાં શ્રી હરિમાર્ટમાં દરોડા પાડતા 15 પાઉચ કબજે લેવાયા છે. તેમજ 4 આરોપીઓ પકડાયા છે. જેમાં પ્રતિક ઠક્કર, લલીત ઇટાલિયા તથા વિશાલ શાહ અને આશિષ દુધવાલાની ધરપકડ થઇ છે.

વિશાલ શાહ પાઉચ બનાવડાવી સપ્લાય કરતો

વિશાલ શાહ પાઉચ બનાવડાવી સપ્લાય કરતો હતો. સુમુલ ડેરીમાં લીગલ ઓફીસરે પોલીસ સાથે રાખી રેડ કરી હતી. જેમાં સિંગણપોર-ડભોલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાંદેરનો વિશાલ શાહ પાઉચ બનાવડાવી સપ્લાય કરતો હતો. જેમાં સુમુલ ડેરીમાં લીગલ ઓફીસરે પોલીસ સાથે રેડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.બી.ગોહિલે જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશન ખાતે સુરત જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ લિમિટેડના અધિકારી દિપેશ ચંપકલાલ ભટ્ટ તથા સુમુલ ડેરીના અન્ય સ્ટાફના માણસો આવ્યા હતા. જેમણે જણાવ્યું હતું કે, અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ડભોલી ગામના હેની આર્કેટ કોમ્પલેક્ષમાં શ્રી હરી માર્ટ શોપમાં સુમુલ શુધ્ધ ઘીના પાઉચવાળા આબેહુબ દેખાય તેમા ડુપ્લીકેટ ઘીના પાઉચ બનાવી તેમાં ડુપ્લીકેટ ઘી વેચાઇ રહ્યું છે. નકલી ઘીને અસલી પાઉચમાં પેકીંગ કરી ભોળા ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકાય તે રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સુમુલ ડેરીના સ્ટાફ દ્રારા તે જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી.

લોગોનો દૂરઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હક્કનો ભંગ કર્યો

આરોપી પ્રતિક કનુભાઇ ઠક્કર, વિશાલભાઇ સતીષભાઇ શાહ તથા લલીતભાઇ ઘનશ્યામભાઇ ઇટાલીયા અને આશિષભાઇ કાંતિભાઇ દુધવાલા એમ કુલ 4 આરોપીઓ ઘીનું વેચાણ કરતા પકડાઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળે સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઇ કરતા સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ઘીના પાઉચવાળા આબેહુબ દેખાય તેવા ડુપ્લીકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લીકેટ ધી બનાવી તે ઘીનું પાઉચમાં પેકીંગ કરી વેચાણ કરી લોકોના સ્વાસ્થયને જોખમમાં મુક્યુ છે. તેમજ સુમુલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તથા લોગોનો દૂરઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હક્કનો ભંગ કર્યો છે.