Ahmedabad: LD એન્જિનિયરિંગ કોલેજનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ,હોસ્ટેલની તમામ વિંગમાં લગાવશે CCTV

L.D એન્જિનિયરિંગ હોસ્ટેલની તમામ વિંગમાં CCTV લાગશેવિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ કોલેજ તંત્રએ નિર્ણય લીધો CCTV ના હોવાથી વાલીઓએ સુરક્ષા પર કર્યા હતા સવાલ સંદેશ ન્યુઝના અહેવાલ બાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજનું તંત્ર સફાળુ જાગી ઉઠ્યુ છે અને એલ.ડી. એન્જિનિયરિંગ હોસ્ટેલમાં સીસીટીવી લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. હવે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલની તમામ વિંગમાં સીસીટીવી લગાવવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોલેજ તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ અને સીસીટીવી કેમેરા લાગવવાનો કર્યો નિર્ણય ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીનો એલ.ડી. એન્જિનિયરિંગ હોસ્ટેલની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિવારે હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ના હોવાથી વાલીઓએ પોતાના સંતાનોની સુરક્ષાને લઈને તંત્રને સવાલ કર્યા હતા. ત્યારબાદ વાલીઓએ સંતાનોની ચિંતા વ્યક્ત કરી હોસ્ટેલમાં સીસીટીવી કેમેરાની સંદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા માગ કરી હતી, ત્યારે આખરે હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ છે અને સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીના મૃતદેહ પાસેથી બ્લેડ મળી આવી હતી એક અઠવાડિયા પહેલા જ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરની LD કોલેજની હોસ્ટેલના રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા હોસ્ટેલમાં ચર્ચાએ જોર પકડ્યુ હતું. LD કોલેજની હોસ્ટેલના D બ્લોકમાં આ બનાવ બન્યો હતો. વિદ્યાર્થીએ હાથ અને ગળાના ભાગે બ્લેડના ઘા માર્યા હતા અને વિદ્યાર્થીના મૃતદેહ પાસેથી બ્લેડ મળી આવી હતી. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો અને ત્યારબાદ સતત તે ટેન્શનમાં રહેતો હતો, વિદ્યાર્થી પાસેથી સજાના ભાગરૂપે તેનો મોબાઈલ જમા લઈ લેવામાં આવ્યો હતો.ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી  ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે રહેતા હોય છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ વિદ્યાર્થીની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કોલેજની હોસ્ટેલમાં ઘણા પ્રકારના બનાવ બન્યા છે પણ હવે આખરે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી ઉઠ્યુ છે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મોટો નિર્ણય લીધો છે.

Ahmedabad: LD એન્જિનિયરિંગ કોલેજનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ,હોસ્ટેલની તમામ વિંગમાં લગાવશે CCTV

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • L.D એન્જિનિયરિંગ હોસ્ટેલની તમામ વિંગમાં CCTV લાગશે
  • વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ કોલેજ તંત્રએ નિર્ણય લીધો
  • CCTV ના હોવાથી વાલીઓએ સુરક્ષા પર કર્યા હતા સવાલ

સંદેશ ન્યુઝના અહેવાલ બાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજનું તંત્ર સફાળુ જાગી ઉઠ્યુ છે અને એલ.ડી. એન્જિનિયરિંગ હોસ્ટેલમાં સીસીટીવી લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. હવે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલની તમામ વિંગમાં સીસીટીવી લગાવવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોલેજ તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આખરે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ અને સીસીટીવી કેમેરા લાગવવાનો કર્યો નિર્ણય

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીનો એલ.ડી. એન્જિનિયરિંગ હોસ્ટેલની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિવારે હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ના હોવાથી વાલીઓએ પોતાના સંતાનોની સુરક્ષાને લઈને તંત્રને સવાલ કર્યા હતા. ત્યારબાદ વાલીઓએ સંતાનોની ચિંતા વ્યક્ત કરી હોસ્ટેલમાં સીસીટીવી કેમેરાની સંદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા માગ કરી હતી, ત્યારે આખરે હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ છે અને સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીના મૃતદેહ પાસેથી બ્લેડ મળી આવી હતી

એક અઠવાડિયા પહેલા જ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરની LD કોલેજની હોસ્ટેલના રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા હોસ્ટેલમાં ચર્ચાએ જોર પકડ્યુ હતું. LD કોલેજની હોસ્ટેલના D બ્લોકમાં આ બનાવ બન્યો હતો. વિદ્યાર્થીએ હાથ અને ગળાના ભાગે બ્લેડના ઘા માર્યા હતા અને વિદ્યાર્થીના મૃતદેહ પાસેથી બ્લેડ મળી આવી હતી. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો અને ત્યારબાદ સતત તે ટેન્શનમાં રહેતો હતો, વિદ્યાર્થી પાસેથી સજાના ભાગરૂપે તેનો મોબાઈલ જમા લઈ લેવામાં આવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી 

ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે રહેતા હોય છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ વિદ્યાર્થીની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કોલેજની હોસ્ટેલમાં ઘણા પ્રકારના બનાવ બન્યા છે પણ હવે આખરે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી ઉઠ્યુ છે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મોટો નિર્ણય લીધો છે.