Ambaji: માઈ ભક્તો માટે ST વિભાગનો મોટો નિર્ણય, 5500 એકસ્ટ્રા બસો દોડાવાશે
આજથી જ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને લાખોની સંખ્યામાં માં અંબાના ભક્તો દર્શન કરવા માટે પહોંચશે. ત્યારે આ માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેના માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.ગુજરાત એસ.ટી દ્વારા 5500 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી ચાલીને જતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો વ્હીકલમાં પણ દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને એસ.ટી.વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત એસ.ટી દ્વારા 5500 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેના કારણે કોઈ પણ ભક્તોને અવર જવર કરવામાં અગવડ ના પડે. રાજ્યના વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની ગુજરાત એસ.ટી. એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે. તમામ ભક્તોને અનેક સુવિધાઓ મળશે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ બને તે માટે 5500 એક્સ્ટ્રા બસ મુકવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોને હંગામી પેસેન્જર શેડ, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ, બેનર હોર્ડિંગ, સરળતા માટે માઈક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે ભાદરવી પૂનમના મેળામાં જતા મા અંબાના ભક્તોની યાત્રા બનશે સરળ અને સફળ બનશે. આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ તમને જણાવી દઈએ કે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે 12 સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024નો પ્રારંભ થઈ ગયો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની શરૂઆત જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 7 દિવસ સુધી યાત્રાધામને સાંકળતા તમામ રસ્તાઓ 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠશે અને રસ્તામાં ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવાયા છે. માં અંબાને નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરથી અનેક શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માં અંબાના ધામે પહોંચશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી જ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને લાખોની સંખ્યામાં માં અંબાના ભક્તો દર્શન કરવા માટે પહોંચશે. ત્યારે આ માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેના માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.
ગુજરાત એસ.ટી દ્વારા 5500 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી ચાલીને જતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો વ્હીકલમાં પણ દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને એસ.ટી.વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત એસ.ટી દ્વારા 5500 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેના કારણે કોઈ પણ ભક્તોને અવર જવર કરવામાં અગવડ ના પડે. રાજ્યના વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની ગુજરાત એસ.ટી. એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે.
તમામ ભક્તોને અનેક સુવિધાઓ મળશે
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ બને તે માટે 5500 એક્સ્ટ્રા બસ મુકવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોને હંગામી પેસેન્જર શેડ, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ, બેનર હોર્ડિંગ, સરળતા માટે માઈક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે ભાદરવી પૂનમના મેળામાં જતા મા અંબાના ભક્તોની યાત્રા બનશે સરળ અને સફળ બનશે.
આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ
તમને જણાવી દઈએ કે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે 12 સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024નો પ્રારંભ થઈ ગયો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની શરૂઆત જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 7 દિવસ સુધી યાત્રાધામને સાંકળતા તમામ રસ્તાઓ 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠશે અને રસ્તામાં ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવાયા છે. માં અંબાને નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરથી અનેક શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માં અંબાના ધામે પહોંચશે.