Lakhtar: લખતરમાં 22 મિમી, દસાડામાં 2 મિમી હળવી મેઘમહેર

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં ભારે બફારો, સાંજ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નહીંઝાલાવાડમાં બુધવારે થાન-ચોટીલામાં વરસાદ બાદ ગુરુવારે લખતર-દસાડામાં વરસાદ વરસ્યો બુધવારે જિલ્લાના થાન, ચોટીલા, સાયલા અને લીંબડીમાં વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગુરૂવારે જિલ્લાના લખતર અને દસાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં લખતરમાં 22 મિમી વરસાદ બપોરે 12થી 2ના સમયમાં નોંધાયો છે. જયારે દસાડામાં 2 મિમી વરસાદ ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસતો નથી. બુધવારે જિલ્લાના થાન, ચોટીલા, સાયલા અને લીંબડીમાં વરસાદ બાદ ગુરૂવારે લખતર અને દસાડામાં વરસાદ વરસ્યો હતો. જેમાં લખતરમાં ગુરુવારે બપોરના 12થી રના સમયમાં 22 મિમી વરસાદ વરસ્યો હતો. અને લખતરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જયારે સાંજે 4થી 6 દરમિયાન દસાડા તાલુકામાં ર મિમી વરસાદ ઝાપટા સ્વરૂપે આવ્યો હતો. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં દિવસભર લોકો બફારો અનુભવતા હતા. પરંતુ સાંજ સુધી વરસાદનું નામો નીશાન જોવા મળ્યુ નથી. હવામાન વિભાગે આગામી દિવસોમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવારો ઉપર વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે શુક્રવારે તા. 23મીએ પણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શકયતા વર્ણવાઈ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ જિલ્લામાં વરસાદ વરસે તેવુ ખાસ કરીને ખેડૂતો ઈચ્છી રહ્યા છે. માંડલમાં લાંબા વિરામ બાદ મોસમે કરવટ બદલી : વરસાદી ઝાપટું વરસ્યું । છેલ્લાં એક પખવાડિયાથી અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. જેના પગલે બફારાસભરની ગરમી વરસી રહી હતી. એથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ત્યારે ગુરુવારે બપોરના સુમારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યના કેટલાંક વિસ્તારમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. માંડલ પંથકમાં લાંબા વિરામ બાદ મોસમે કરવટ બદલી અને બે વાગ્યા બાદ વરસાદી ઝાપટું વરસ્યું હતું. ઠંડો પવન અને વીજ કડાકા સાથે ઝાપટું વરસતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.

Lakhtar: લખતરમાં 22 મિમી, દસાડામાં 2 મિમી હળવી મેઘમહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં ભારે બફારો, સાંજ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નહીં
  • ઝાલાવાડમાં બુધવારે થાન-ચોટીલામાં વરસાદ બાદ ગુરુવારે લખતર-દસાડામાં વરસાદ વરસ્યો
  • બુધવારે જિલ્લાના થાન, ચોટીલા, સાયલા અને લીંબડીમાં વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગુરૂવારે જિલ્લાના લખતર અને દસાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં લખતરમાં 22 મિમી વરસાદ બપોરે 12થી 2ના સમયમાં નોંધાયો છે. જયારે દસાડામાં 2 મિમી વરસાદ ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસતો નથી. બુધવારે જિલ્લાના થાન, ચોટીલા, સાયલા અને લીંબડીમાં વરસાદ બાદ ગુરૂવારે લખતર અને દસાડામાં વરસાદ વરસ્યો હતો. જેમાં લખતરમાં ગુરુવારે બપોરના 12થી રના સમયમાં 22 મિમી વરસાદ વરસ્યો હતો. અને લખતરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જયારે સાંજે 4થી 6 દરમિયાન દસાડા તાલુકામાં ર મિમી વરસાદ ઝાપટા સ્વરૂપે આવ્યો હતો. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં દિવસભર લોકો બફારો અનુભવતા હતા. પરંતુ સાંજ સુધી વરસાદનું નામો નીશાન જોવા મળ્યુ નથી. હવામાન વિભાગે આગામી દિવસોમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવારો ઉપર વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે શુક્રવારે તા. 23મીએ પણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શકયતા વર્ણવાઈ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ જિલ્લામાં વરસાદ વરસે તેવુ ખાસ કરીને ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

માંડલમાં લાંબા વિરામ બાદ મોસમે કરવટ બદલી : વરસાદી ઝાપટું વરસ્યું । છેલ્લાં એક પખવાડિયાથી અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. જેના પગલે બફારાસભરની ગરમી વરસી રહી હતી. એથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ત્યારે ગુરુવારે બપોરના સુમારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યના કેટલાંક વિસ્તારમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. માંડલ પંથકમાં લાંબા વિરામ બાદ મોસમે કરવટ બદલી અને બે વાગ્યા બાદ વરસાદી ઝાપટું વરસ્યું હતું. ઠંડો પવન અને વીજ કડાકા સાથે ઝાપટું વરસતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.