Ahmedabad હવામાન વિભાગની આગાહી,આજે સુરત અને ડાંગમાં પડી શકે છે ભારે વરસાદ

ગુજરાતમા આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે રાજયમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં ગુજરાતમાં અગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયમાં સાયકલોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદ સારો આપશે,તો માછીમારોને અગામી 5 દિવસ દરિયો ના ખેડવા સૂચના આપી છે. આજે કયાં પડી શકે છે ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો આજે સુરત, ડાંગ,તાપી, નવસારી, વલસાડ,દાદરાનગર હવેલી,નર્મદા, ભરૂચ, આણંદ,અમદાવાદ,બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા,ભાવનગર, ગીરસોમનાથ,જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.અગામી પાંચ દિવસ સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે. રાજયમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત અને વલસાડ જિલ્લામાં પડ્યો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ બે ઈંચથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ક્યાં નોંધાયો. 24 કલાકમાં 18 તાલુકામાં પડયો 1થી 2 ઈંચ વરસાદ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો. જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 17થી 24 જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતી જોવા મળી શકે છે. પવનની ગતિ 30 કી.મી પ્રતિ કલાકથી 50 કી.મી. પ્રતિ કલાકની રહેશે. તેમજ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

Ahmedabad હવામાન વિભાગની આગાહી,આજે સુરત અને ડાંગમાં પડી શકે છે ભારે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમા આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે
  • રાજયમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે
  • 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં ગુજરાતમાં અગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયમાં સાયકલોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદ સારો આપશે,તો માછીમારોને અગામી 5 દિવસ દરિયો ના ખેડવા સૂચના આપી છે.

આજે કયાં પડી શકે છે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો આજે સુરત, ડાંગ,તાપી, નવસારી, વલસાડ,દાદરાનગર હવેલી,નર્મદા, ભરૂચ, આણંદ,અમદાવાદ,બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા,ભાવનગર, ગીરસોમનાથ,જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.અગામી પાંચ દિવસ સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે.

રાજયમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત અને વલસાડ જિલ્લામાં પડ્યો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ બે ઈંચથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ક્યાં નોંધાયો.

24 કલાકમાં 18 તાલુકામાં પડયો 1થી 2 ઈંચ વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 17થી 24 જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતી જોવા મળી શકે છે. પવનની ગતિ 30 કી.મી પ્રતિ કલાકથી 50 કી.મી. પ્રતિ કલાકની રહેશે. તેમજ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.