Gujarat Rain : અગામી ત્રણ કલાક વરસાદની ભારે આગાહી,હવામાનનું નાવકાસ્ટ બુલેટીન જાહેર

વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી કરાઈ આગાહી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,મેહસાણામાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે આપેલી આગાહી જોઇએ. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપી છે. કયાં આપી ભારે વરસાદની આગાહી નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી,દાહોદ,મહીસાગર,નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. કયાં આપી મધ્યમ વરસાદની આગાહી રાજકોટ,જામનગર,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,દ્વારકા,ગીર સોમનાથ,અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલ,વડોદરા,છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.યલો એલર્ટની આપી આગાહી  હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશ એકટિવ છે દક્ષિણ ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશ બનેલું છે. જેના કારણે આજે ચાર જિલ્લામાં અત્યંત ભારે, અતિ ભારે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે રથયાત્રાના દિવસે અમદાવાદના હવામાન અંગે જણાવ્યુ છે કે, સાતમી તારીખે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. વરસાદની ચાર સિસ્ટમ સક્રિય ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાથે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઈન છે. આ સિસ્ટમોને કારણે ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તે સિવાય અન્ય 25 જેટલા રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

Gujarat Rain : અગામી ત્રણ કલાક વરસાદની ભારે આગાહી,હવામાનનું નાવકાસ્ટ બુલેટીન જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી કરાઈ આગાહી
  • ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,મેહસાણામાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે આપેલી આગાહી જોઇએ. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપી છે.

કયાં આપી ભારે વરસાદની આગાહી

નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી,દાહોદ,મહીસાગર,નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

કયાં આપી મધ્યમ વરસાદની આગાહી

રાજકોટ,જામનગર,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,દ્વારકા,ગીર સોમનાથ,અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલ,વડોદરા,છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

યલો એલર્ટની આપી આગાહી 

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. 

સાઇક્લોનિક સર્ક્યુલેશ એકટિવ છે

દક્ષિણ ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશ બનેલું છે. જેના કારણે આજે ચાર જિલ્લામાં અત્યંત ભારે, અતિ ભારે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે રથયાત્રાના દિવસે અમદાવાદના હવામાન અંગે જણાવ્યુ છે કે, સાતમી તારીખે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

વરસાદની ચાર સિસ્ટમ સક્રિય

ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાથે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઈન છે. આ સિસ્ટમોને કારણે ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તે સિવાય અન્ય 25 જેટલા રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.