Bhavnagarના આંબલા ગામે ફેકટરીના મશીનમાં આવી જતા 2 બાળકોના મોત,પરિવારમાં હૈયાફાટ રૂદન

ફેક્ટરીમાં મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત દાહોદનો પરિવાર ફેક્ટરીમાં આવ્યો હતો કામ કરવા બાળકે મશીનની સ્વીચ ચાલુ કરતા કરંટ પણ આવ્યો હતો ભાવનગર જિલ્લાના આંબલા ગામે 2 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે,ફેકટરીમાં મશીન ચાલુ કરતા પહેલા કરંટ આવ્યો અને પછી મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત થયા છે,પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથધરી છે. ફેકટરીમાં બની ઘટના બ્લોક બનાવતી ફેકટરીમાં મશીનમાં આવી જતા બે બાળકોના મોત થયા છે.આંબલા ગામે એક ખાનગી ફેકટરીમાં દાહોદનો આદિવાસી પરિવાર ફેકટરીમાં મજૂરી માટે આવ્યો હતો તે દરમિયાન ફેકટરીમાં બાળકે મશીનની સ્વીચ ચાલુ કરી નાખતા બે બાળકનો શોર્ટ લાગ્યો અને ત્યારબાદ મશીનમાં આવી જતા બન્ને સગ્ગા ભાઈના મોત થયા છે.બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 22 માર્ચ 2024ના રોજ પણ બની આવી જ એક ઘટના ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો દબાતા તેમના મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.લાખણકા ગામ નજીક પુલ પરથી મશીન નીચે ખાબક્યુ હતુ. જેમા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માત સર્જાતા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો નીચે દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમા ત્રણ લોકોને ગંભીર ઈજા આવતા તેમના મોત નિપજ્યા હતા. રાજકોટમાં 1 મહિના પહેલા બાળકનું મશીનમાં પગ અડતા મોત રાજકોટની જનાના હોસ્પિટલમાં 3 મહિનાનાં બાળકને સારવાર માટે મશીન ઉપર રખાયો હતો. આ મશીનમાં બાળકનો પગ દાઝી જતા ગણતરીની કલાકોમાં મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બાળકને માત્ર તાવ હોવા છતાં ડોક્ટરે આંચકીનું કહી તેને સારવાર માટે મશીનમાં રાખ્યો હોવાનું માતાએ જણાવ્યું હતું. જેને લઈને જનાના હોસ્પિટલની સારવાર સામે સવાલો ઉઠયા હતા.

Bhavnagarના આંબલા ગામે ફેકટરીના મશીનમાં આવી જતા 2 બાળકોના મોત,પરિવારમાં હૈયાફાટ રૂદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફેક્ટરીમાં મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત
  • દાહોદનો પરિવાર ફેક્ટરીમાં આવ્યો હતો કામ કરવા
  • બાળકે મશીનની સ્વીચ ચાલુ કરતા કરંટ પણ આવ્યો હતો

ભાવનગર જિલ્લાના આંબલા ગામે 2 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે,ફેકટરીમાં મશીન ચાલુ કરતા પહેલા કરંટ આવ્યો અને પછી મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત થયા છે,પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથધરી છે.

ફેકટરીમાં બની ઘટના

બ્લોક બનાવતી ફેકટરીમાં મશીનમાં આવી જતા બે બાળકોના મોત થયા છે.આંબલા ગામે એક ખાનગી ફેકટરીમાં દાહોદનો આદિવાસી પરિવાર ફેકટરીમાં મજૂરી માટે આવ્યો હતો તે દરમિયાન ફેકટરીમાં બાળકે મશીનની સ્વીચ ચાલુ કરી નાખતા બે બાળકનો શોર્ટ લાગ્યો અને ત્યારબાદ મશીનમાં આવી જતા બન્ને સગ્ગા ભાઈના મોત થયા છે.બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


22 માર્ચ 2024ના રોજ પણ બની આવી જ એક ઘટના

ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો દબાતા તેમના મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.લાખણકા ગામ નજીક પુલ પરથી મશીન નીચે ખાબક્યુ હતુ. જેમા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માત સર્જાતા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો નીચે દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમા ત્રણ લોકોને ગંભીર ઈજા આવતા તેમના મોત નિપજ્યા હતા.

રાજકોટમાં 1 મહિના પહેલા બાળકનું મશીનમાં પગ અડતા મોત

રાજકોટની જનાના હોસ્પિટલમાં 3 મહિનાનાં બાળકને સારવાર માટે મશીન ઉપર રખાયો હતો. આ મશીનમાં બાળકનો પગ દાઝી જતા ગણતરીની કલાકોમાં મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બાળકને માત્ર તાવ હોવા છતાં ડોક્ટરે આંચકીનું કહી તેને સારવાર માટે મશીનમાં રાખ્યો હોવાનું માતાએ જણાવ્યું હતું. જેને લઈને જનાના હોસ્પિટલની સારવાર સામે સવાલો ઉઠયા હતા.