Surat News : મિત્ર એ જ મિત્રના ઘરે ચોરી કરાવી

કાપોદ્રા વિસ્તારમાં અનોખો કિસ્સો સામે આવ્યો ચોરી કરવા રૂ 20 હજારની સોંપારી આપવામાં આવી કાપોદ્રા પોલીસે CCTV ફૂટેજ તપાસ કરતા ભાંડો ફૂટ્યો સુરત શહેરમાં વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે,ટોકન મની માટે જેની પાસે હાથ લંબાવ્યો તેણે જ ચોરી કરાવી,મિત્રના ઘરની ચાવી ચોરી ભાડુ આતી ચોર મોકલી રૂ.4.30 લાખ ચોર્યા અને ત્યારબાદ શેરડીના ખેતરમાં ખાડો ખોદી ચોરી કરી મેળવેલા નાણાં દાટી દીધા હતા.પુણાગામ ક્રિષ્ણાનગરમાં રહેતા શાકભાજી વિક્રેતાએ મકાન ખરીદવા ટોકન મની ઓછી પડતી હોઈ પાડોશી વિક્રેતા પાસે મદદની અપેક્ષાએ હાથ લંબાવ્યો હતો, પરંતુ આ જ યુવકે 20 હજારમાં ભાડુઆતી ચોરને હાયર કરી રોકડ ચોરી કરાવી હતી. પોલીસે રૂપિયા કર્યા જપ્ત પોલીસે આ બંન્નેને પકડી લઇ કોસમાડા ગામે આવેલાં શેરડીના ખેતરમાં ખાડો ખોદી દાટી દેવાયેલા રૂપિયા પણ કબજે કર્યા હતા,પુણા ગામ સ્થિત ક્રિષ્ણાનગરમાં રહેતા અને સરથાણા યોગીચોકમાં શાકભાજીની લારી ચલાવતા ચંચલસિંહ અશોકસિંહ ચૌહાણે કાપોદ્રા પોલીસનો સંપર્ક કર્યો હતો. તેના ઘરમાં રહેલા રોકડાં ૪.૩૦ લાખ રૂપિયા સાથેની સૂટકેસ ૧૫ મી એપ્રિલે ચોરી થઈ ગઇ હતી. ૧૫મીએ બપોરે ચારથી સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તે શાકભાજીની લારી ઉપર હતો તે વખતે કોઈ મકાનનું તાળું કોઇ પણ રીતે ખોલી કે તોડી રોકડ ચોરી ગયું હતું. તાળું પણ ચોર લઈ ગયો હોઈ જાણ ભેદુની સંડોવણી હોવાની આશંકા ગઇ હતી.પોલીસે સીસીટીવી ચેક કરતાં ઘરમાંથી જે સૂટકેસ ચોરી થઇ હતી તે લઈને જતો એક અજાણ્યો વ્યક્તિ દેખાઈ આવ્યો હતો. થોડેક આગળ જઈને તે પહેલેથી મોપેડ લઇ ઊભા રહેલા શખ્સની પાછળ બેસીને આગળ જતો જણાયો હતો. આ સીસીટીવી ફૂટેજ ચંચલસિંહ ને બતાવતાં મોપેડસવાર શખ્સને તે પોતાની બાજુમાં જ લારી ચલાવતાં અને નજીકમાં આવેલી કલ્યાણનગર સોસાયટીમાં રહેતા સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ હોવાનું ઓળખી ગયો હતો. પોલીસે સુનિલને ઊંચકી લાવતાં તેણે સેકન્ડમાં જ બધું કબૂલી લીધું હતું. જુગારમાં દેવું થઇ જતાં ચોરીનો પ્લાન બનાવ્યો સુનિલને જુગારની લત હતી. સરથાણા અને કામરેજમાં તે પોલીસને હાથ ઝડપાઇ પણ ચૂક્યો છે. જુગાર અને બીજા કારણોસર પાંચથી સાત લાખનું દેવું થઇ ગયું હતું. બીજી તરફ ચંચલસિંહે કલ્યાણનગરમાં જ ૨૫ લાખમાં મકાન ખરીધું હતું. ટોકન મની આપવા માટે તેને નાણાંની જરૂર હતી. પોતાની પાસે બે લાખ હોવાનું બીજા બે લાખની જરૂર હોઇ મદદ માંગી હતી. ચંચલના ઘરમાં નાણાં હોવાની ખબર પડી જતાં તેણે એક દિવસ પહેલાં ચંચલના ભાઇના ખિસ્સામાંથી યેનકેન રીતે ચાવી ચોરી લીધી હતી. ચોરી કરવા માટે તેણે મિત્ર મનોજ નાથુ કાપરે ને ૨૦ હજાર માં ભાડે રાખી ચાવી આપી દીધી હતી. પોલીસે મનોજની પણ ધરપકડ કરી હતી. ચોરીના રૂપિયા જ્યાં દાટી દેવાયા હતા તે કોસમાડાના શેરડીના ખેતરમાંથી કબજે કરાયા હતા.ચોરી થયા બાદ ફરિયાદ નોંધાવા પણ ગયો આરોપી મિત્રના ઘરે ચોરી કરાવ્યા બાદ સુનિલ ચંચલસીંગ સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પણ સાથે ગયો હતો.જેથી કોઈને તેના ઉપર શંકા નહીં જાય.પોલીસે જયારે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ત્યારે પહેલા મનોજ ઘરમાંથી પૈસા ભરેલી સૂટકેસ લઈ બહાર નીકળતો નજરે ચઢ્યો હતો.બાદમાં તે થોડે દૂર જઈ મોપેડ પર બેસી નીકળ્યો તે વ્યક્તિ સુનિલ હોય પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Surat News : મિત્ર એ જ મિત્રના ઘરે ચોરી કરાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાપોદ્રા વિસ્તારમાં અનોખો કિસ્સો સામે આવ્યો
  • ચોરી કરવા રૂ 20 હજારની સોંપારી આપવામાં આવી
  • કાપોદ્રા પોલીસે CCTV ફૂટેજ તપાસ કરતા ભાંડો ફૂટ્યો

સુરત શહેરમાં વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે,ટોકન મની માટે જેની પાસે હાથ લંબાવ્યો તેણે જ ચોરી કરાવી,મિત્રના ઘરની ચાવી ચોરી ભાડુ આતી ચોર મોકલી રૂ.4.30 લાખ ચોર્યા અને ત્યારબાદ શેરડીના ખેતરમાં ખાડો ખોદી ચોરી કરી મેળવેલા નાણાં દાટી દીધા હતા.પુણાગામ ક્રિષ્ણાનગરમાં રહેતા શાકભાજી વિક્રેતાએ મકાન ખરીદવા ટોકન મની ઓછી પડતી હોઈ પાડોશી વિક્રેતા પાસે મદદની અપેક્ષાએ હાથ લંબાવ્યો હતો, પરંતુ આ જ યુવકે 20 હજારમાં ભાડુઆતી ચોરને હાયર કરી રોકડ ચોરી કરાવી હતી.

પોલીસે રૂપિયા કર્યા જપ્ત

પોલીસે આ બંન્નેને પકડી લઇ કોસમાડા ગામે આવેલાં શેરડીના ખેતરમાં ખાડો ખોદી દાટી દેવાયેલા રૂપિયા પણ કબજે કર્યા હતા,પુણા ગામ સ્થિત ક્રિષ્ણાનગરમાં રહેતા અને સરથાણા યોગીચોકમાં શાકભાજીની લારી ચલાવતા ચંચલસિંહ અશોકસિંહ ચૌહાણે કાપોદ્રા પોલીસનો સંપર્ક કર્યો હતો. તેના ઘરમાં રહેલા રોકડાં ૪.૩૦ લાખ રૂપિયા સાથેની સૂટકેસ ૧૫ મી એપ્રિલે ચોરી થઈ ગઇ હતી. ૧૫મીએ બપોરે ચારથી સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તે શાકભાજીની લારી ઉપર હતો તે વખતે કોઈ મકાનનું તાળું કોઇ પણ રીતે ખોલી કે તોડી રોકડ ચોરી ગયું હતું. તાળું પણ ચોર લઈ ગયો હોઈ જાણ ભેદુની સંડોવણી હોવાની આશંકા ગઇ હતી.પોલીસે સીસીટીવી ચેક કરતાં ઘરમાંથી જે સૂટકેસ ચોરી થઇ હતી તે લઈને જતો એક અજાણ્યો વ્યક્તિ દેખાઈ આવ્યો હતો. થોડેક આગળ જઈને તે પહેલેથી મોપેડ લઇ ઊભા રહેલા શખ્સની પાછળ બેસીને આગળ જતો જણાયો હતો. આ સીસીટીવી ફૂટેજ ચંચલસિંહ ને બતાવતાં મોપેડસવાર શખ્સને તે પોતાની બાજુમાં જ લારી ચલાવતાં અને નજીકમાં આવેલી કલ્યાણનગર સોસાયટીમાં રહેતા સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ હોવાનું ઓળખી ગયો હતો. પોલીસે સુનિલને ઊંચકી લાવતાં તેણે સેકન્ડમાં જ બધું કબૂલી લીધું હતું.

જુગારમાં દેવું થઇ જતાં ચોરીનો પ્લાન બનાવ્યો

સુનિલને જુગારની લત હતી. સરથાણા અને કામરેજમાં તે પોલીસને હાથ ઝડપાઇ પણ ચૂક્યો છે. જુગાર અને બીજા કારણોસર પાંચથી સાત લાખનું દેવું થઇ ગયું હતું. બીજી તરફ ચંચલસિંહે કલ્યાણનગરમાં જ ૨૫ લાખમાં મકાન ખરીધું હતું. ટોકન મની આપવા માટે તેને નાણાંની જરૂર હતી. પોતાની પાસે બે લાખ હોવાનું બીજા બે લાખની જરૂર હોઇ મદદ માંગી હતી. ચંચલના ઘરમાં નાણાં હોવાની ખબર પડી જતાં તેણે એક દિવસ પહેલાં ચંચલના ભાઇના ખિસ્સામાંથી યેનકેન રીતે ચાવી ચોરી લીધી હતી. ચોરી કરવા માટે તેણે મિત્ર મનોજ નાથુ કાપરે ને ૨૦ હજાર માં ભાડે રાખી ચાવી આપી દીધી હતી. પોલીસે મનોજની પણ ધરપકડ કરી હતી. ચોરીના રૂપિયા જ્યાં દાટી દેવાયા હતા તે કોસમાડાના શેરડીના ખેતરમાંથી કબજે કરાયા હતા.


ચોરી થયા બાદ ફરિયાદ નોંધાવા પણ ગયો આરોપી

મિત્રના ઘરે ચોરી કરાવ્યા બાદ સુનિલ ચંચલસીંગ સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પણ સાથે ગયો હતો.જેથી કોઈને તેના ઉપર શંકા નહીં જાય.પોલીસે જયારે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ત્યારે પહેલા મનોજ ઘરમાંથી પૈસા ભરેલી સૂટકેસ લઈ બહાર નીકળતો નજરે ચઢ્યો હતો.બાદમાં તે થોડે દૂર જઈ મોપેડ પર બેસી નીકળ્યો તે વ્યક્તિ સુનિલ હોય પોલીસ પણ ચોંકી ઉઠી હતી.