Ahmedabad Western Railway: અમદાવાદમાં રેલવેના ભવ્ય ઐતિહાસિક વારસાનું પ્રદર્શન યોજાયું

વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનના રેલવે મેનેજરની ઓફિસમાં પ્રદર્શનનું આયોજન કરાયું18 એપ્રિલ 2024ના વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પશ્ચિમ રેલવેના ભવ્ય ભૂતકાળના હેરિટેજનું પ્રદર્શન નેરેગેજ ટ્રેનો ઈતિહાસ, અપ અને ડાઉન લાઈન બ્લોક સિસ્ટમ, ટ્રેઈલ લેમ્પ વગેરે હેરિટેજ સામગ્રીવેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસમાં 18 એપ્રિલ 2024 ના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પશ્ચિમ રેલ્વેના ભવ્ય ભૂતકાળની જૂની અને હેરિટેજ વસ્તુઓનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર, શ્રી થંગાબાલન સ્વામીનાથન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.પશ્ચિમ રેલવે વિભાગે ઘણી જૂની હરેટેજ વસ્તુઓ પ્રદર્શનમાં મુકીમળતી માહિતી અનુસાર, આ હેરિટેજ એક્ઝિબિશનમાં ભૂતકાળની અને હેરિટેજ મહત્વની ઘણી જૂની હેરિટેજ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં નેરોગેજ ટ્રેનનો ઈતિહાસ, લાકડાની દિવાલ ઘડિયાળ, અપ અને ડાઉન લાઇન બ્લોક સિસ્ટમ, ટ્રેઇલ લેમ્પને પ્રદર્શનમાં મુકવામાં આવ્યાં હતા.દુરબીન, ફોનિક્સ, સ્કેલ, પ્રેસિંગ મશીન વગેરે હેરિટેજ સામગ્રીઓનું નિરિક્ષણઆ સાથે જ રેલવે દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં બીજા ઉપકરણો જેવા કે, દૂરબીન, ફોનિક્સ, સ્કેલ, પ્રેસિંગ મશીન, હેન્ડ સિગ્નલ, સીલ મશીનો, સ્ટેમ્પ, પુસ્તકો, જૂની ટિકિટ અને ટિકિટ મશીન, થર્મોમીટર, જૂના સ્ટેશનોના ફોટોગ્રાફ્સ, પ્રેશર ગેજ અને અન્ય ઘણી હેરિટેજ સામગ્રીઓ નિરીક્ષણ માટે મૂકવામાં આવી હતી. રેલવે વિભાગે તેના સમૃદ્ધ રેલવે વારસાને જાળવવાનો સંકલ્પ કર્યોતેમજ આ પ્રદર્શન દ્વારા રેલવે વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે અમારા સમૃદ્ધ રેલવે વારસાને જાળવવાનો સંકલ્પ કર્યો છે અને અમને બધાને અમારા વારસાના મહત્વને સમજવાની અને તેના સંરક્ષણ વિશે સભાન બનાવવાની તક આપી છે. તેમજ આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી લોકેશ કુમાર સહિત વિભાગના તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad Western Railway: અમદાવાદમાં રેલવેના ભવ્ય ઐતિહાસિક વારસાનું પ્રદર્શન યોજાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનના રેલવે મેનેજરની ઓફિસમાં પ્રદર્શનનું આયોજન કરાયું
  • 18 એપ્રિલ 2024ના વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પશ્ચિમ રેલવેના ભવ્ય ભૂતકાળના હેરિટેજનું પ્રદર્શન
  •  નેરેગેજ ટ્રેનો ઈતિહાસ, અપ અને ડાઉન લાઈન બ્લોક સિસ્ટમ, ટ્રેઈલ લેમ્પ વગેરે હેરિટેજ સામગ્રી

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસમાં 18 એપ્રિલ 2024 ના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પશ્ચિમ રેલ્વેના ભવ્ય ભૂતકાળની જૂની અને હેરિટેજ વસ્તુઓનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર, શ્રી થંગાબાલન સ્વામીનાથન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલવે વિભાગે ઘણી જૂની હરેટેજ વસ્તુઓ પ્રદર્શનમાં મુકી

મળતી માહિતી અનુસાર, આ હેરિટેજ એક્ઝિબિશનમાં ભૂતકાળની અને હેરિટેજ મહત્વની ઘણી જૂની હેરિટેજ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં નેરોગેજ ટ્રેનનો ઈતિહાસ, લાકડાની દિવાલ ઘડિયાળ, અપ અને ડાઉન લાઇન બ્લોક સિસ્ટમ, ટ્રેઇલ લેમ્પને પ્રદર્શનમાં મુકવામાં આવ્યાં હતા.

દુરબીન, ફોનિક્સ, સ્કેલ, પ્રેસિંગ મશીન વગેરે હેરિટેજ સામગ્રીઓનું નિરિક્ષણ

આ સાથે જ રેલવે દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં બીજા ઉપકરણો જેવા કે, દૂરબીન, ફોનિક્સ, સ્કેલ, પ્રેસિંગ મશીન, હેન્ડ સિગ્નલ, સીલ મશીનો, સ્ટેમ્પ, પુસ્તકો, જૂની ટિકિટ અને ટિકિટ મશીન, થર્મોમીટર, જૂના સ્ટેશનોના ફોટોગ્રાફ્સ, પ્રેશર ગેજ અને અન્ય ઘણી હેરિટેજ સામગ્રીઓ નિરીક્ષણ માટે મૂકવામાં આવી હતી.

 રેલવે વિભાગે તેના સમૃદ્ધ રેલવે વારસાને જાળવવાનો સંકલ્પ કર્યો

તેમજ આ પ્રદર્શન દ્વારા રેલવે વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે અમારા સમૃદ્ધ રેલવે વારસાને જાળવવાનો સંકલ્પ કર્યો છે અને અમને બધાને અમારા વારસાના મહત્વને સમજવાની અને તેના સંરક્ષણ વિશે સભાન બનાવવાની તક આપી છે. તેમજ આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી લોકેશ કુમાર સહિત વિભાગના તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.