Surat News : નાડીદોષ ફિલ્મના પોડયુસરે કરોડોનું ફુલેકુ ફેરવતા પોલીસે દબોચ્યો

નાડીદોષ અને રાડો ફિલ્મના પોડયુસરની સુરત આર્થિક ગુનાનિવારણ શાખાએ કરી ધરપકડ પોન્ઝી સ્કીમ આપી 46 લોકો પાસેથી 3.74 કરોડની આચરી છે ઠગાઈ ફરિયાદ દાખલ થઈ તે વખતથી ચાર મહિનાથી હતો ફરાર રાડો, નાડીદોષ, જેવી ફિલ્મોના પોડયુસર પ્રદીપ શુકલા વિરુદ્ધ સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. સુરતના વેસુમાં શુકુલ ગૃપ ઓફ કંપનીઝ નામથી ઓફિસ શરૂ કરી રોકાણની વિવિધ સ્કીમ રજુ કરનારા સંચાલકો કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થઇ ગયા હતા. આ કંપનીએ રોકાણ સામે માસિક 4 ટકા વળતરની લોભામણી જાહેરાત કરી એજન્ટ માફરતે બજારમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. પહેલા 65 લાખના ચિટિંગની ફરિયાદ નોંધી આર્થિક ગુના નિવારણ શાખાએ ત્રણ એજન્ટની ધરપકડ કરી હતી, જ્યારે ચાલાક સંચાલકો ફરાર થઇ ગયા હતાં. શુકુલ ગ્રુપની કંપનીએ ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવી હતી. કઈ રીતે ઝડપાયો આરોપી સુરત ઈકો સેલ પોલીસે ફિલ્મી ઢબે પ્રદીપ શુક્લાને ઝડપ્યો છે.પત્નીનો જન્મ દિવસ હોવાથી પોલીસ ગિફ્ટ આપવાના બહાને પાર્ટીમાં ઘુસી અને આરોપીને ઝડપી લીધો છે,આ પહેલા પણ પોલીસે આજ કેસમાં 4 સાગરિતોની ધરપકડ કરી છે,આરોપી પોન્ઝી સ્કીમ ચલાવી કૌભાંડ કરી 46 લોકો સાથે 3.74 કરોડની ઠગાઈ કરી ફરાર થઈ ગયો હતો,પોલીસ ચાર મહીનાથી પ્રદીપ શુકલાને શોધી રહી હતી.તેણે આ જ રીતે મહારાષ્ટ્ર્રના ડોન્ડેચ્યામાં પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે. કઈ રીતે આચરતા છેતરપિંડી કંપનીના અધ્યક્ષ પ્રદીપ શુક્લા હોવાનું જે તે સમયે પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ.જે પૈકી શુકુલ વેલ્થ ક્રિએટર એલએલપી કંપનીએ મની ફાઉન્ડર નામની સ્કીમ લોકોના હિતમાં શરુ કરી હતી, વિમલ પંચાલે આ કંપનીમાં રોકાણ કરવાથી મળનારૂ વળતર અને ફાયદા સમજાવ્યા હતાં. તેમણે કહ્યું કે, 10 હજારનું રોકાણ કરવાથી 1 યુનિટ મળશે. યુનિટની ખરીદી પર 3 ટકા એન્ટ્રી ફી આપવાની અને જ્યારે યુનિટ પરત કરવામાં આવે ત્યારે 3 ટકા કાપી પૈસા ચૂકવાશે. આ યુનિટમાં રોકાણ કરવાથી મહિને 4 થી 22 ટકા વળતર આપવાનું કહી રોકાણ એક વર્ષ સુધી પરત માગી શકાશે નહીં, એવી શરત પણ જણાવી હતી. આરોપીઓ ફિલ્મ બનાવવાનું કરે છે કામ ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવી ઉંચા વળતરની લાલચે રોકાણ કરાવનાર શુકુલ ગ્રૂપ ઓફ કંપનીઝ ફિલ્મ બનાવતી હતી. શુકુલ શો બીઝ નામથી આ કંપનીના ડિરેક્ટરોએ ફિલ્મ પણ પ્રોડ્યૂસ કરી હતી. તેઓએ માત્ર ગુજરાતી જ નહીં મરાછી અને પંજાબી ફિલ્મ પણ બનાવી છે. જે ગુજરાતી ફિલ્મો બનાવી એ કોઇ ચીલાચાલુ ન હતી. આ ટોળકીએ રાડો, નાડીદોષ, ચાસણી, કલરફૂલ, લોચાલાપસી વિગેરેનો સમાવેશ થાય છે. મિત્રાનું શોક હથિયાર દા નામની પંજાબી અને મરાઠી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.  

Surat News : નાડીદોષ ફિલ્મના પોડયુસરે કરોડોનું ફુલેકુ ફેરવતા પોલીસે દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાડીદોષ અને રાડો ફિલ્મના પોડયુસરની સુરત આર્થિક ગુનાનિવારણ શાખાએ કરી ધરપકડ
  • પોન્ઝી સ્કીમ આપી 46 લોકો પાસેથી 3.74 કરોડની આચરી છે ઠગાઈ
  • ફરિયાદ દાખલ થઈ તે વખતથી ચાર મહિનાથી હતો ફરાર

રાડો, નાડીદોષ, જેવી ફિલ્મોના પોડયુસર પ્રદીપ શુકલા વિરુદ્ધ સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. સુરતના વેસુમાં શુકુલ ગૃપ ઓફ કંપનીઝ નામથી ઓફિસ શરૂ કરી રોકાણની વિવિધ સ્કીમ રજુ કરનારા સંચાલકો કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થઇ ગયા હતા. આ કંપનીએ રોકાણ સામે માસિક 4 ટકા વળતરની લોભામણી જાહેરાત કરી એજન્ટ માફરતે બજારમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. પહેલા 65 લાખના ચિટિંગની ફરિયાદ નોંધી આર્થિક ગુના નિવારણ શાખાએ ત્રણ એજન્ટની ધરપકડ કરી હતી, જ્યારે ચાલાક સંચાલકો ફરાર થઇ ગયા હતાં. શુકુલ ગ્રુપની કંપનીએ ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવી હતી.

કઈ રીતે ઝડપાયો આરોપી

સુરત ઈકો સેલ પોલીસે ફિલ્મી ઢબે પ્રદીપ શુક્લાને ઝડપ્યો છે.પત્નીનો જન્મ દિવસ હોવાથી પોલીસ ગિફ્ટ આપવાના બહાને પાર્ટીમાં ઘુસી અને આરોપીને ઝડપી લીધો છે,આ પહેલા પણ પોલીસે આજ કેસમાં 4 સાગરિતોની ધરપકડ કરી છે,આરોપી પોન્ઝી સ્કીમ ચલાવી કૌભાંડ કરી 46 લોકો સાથે 3.74 કરોડની ઠગાઈ કરી ફરાર થઈ ગયો હતો,પોલીસ ચાર મહીનાથી પ્રદીપ શુકલાને શોધી રહી હતી.તેણે આ જ રીતે મહારાષ્ટ્ર્રના ડોન્ડેચ્યામાં પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે.


કઈ રીતે આચરતા છેતરપિંડી

કંપનીના અધ્યક્ષ પ્રદીપ શુક્લા હોવાનું જે તે સમયે પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ.જે પૈકી શુકુલ વેલ્થ ક્રિએટર એલએલપી કંપનીએ મની ફાઉન્ડર નામની સ્કીમ લોકોના હિતમાં શરુ કરી હતી, વિમલ પંચાલે આ કંપનીમાં રોકાણ કરવાથી મળનારૂ વળતર અને ફાયદા સમજાવ્યા હતાં. તેમણે કહ્યું કે, 10 હજારનું રોકાણ કરવાથી 1 યુનિટ મળશે. યુનિટની ખરીદી પર 3 ટકા એન્ટ્રી ફી આપવાની અને જ્યારે યુનિટ પરત કરવામાં આવે ત્યારે 3 ટકા કાપી પૈસા ચૂકવાશે. આ યુનિટમાં રોકાણ કરવાથી મહિને 4 થી 22 ટકા વળતર આપવાનું કહી રોકાણ એક વર્ષ સુધી પરત માગી શકાશે નહીં, એવી શરત પણ જણાવી હતી.

આરોપીઓ ફિલ્મ બનાવવાનું કરે છે કામ

ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવી ઉંચા વળતરની લાલચે રોકાણ કરાવનાર શુકુલ ગ્રૂપ ઓફ કંપનીઝ ફિલ્મ બનાવતી હતી. શુકુલ શો બીઝ નામથી આ કંપનીના ડિરેક્ટરોએ ફિલ્મ પણ પ્રોડ્યૂસ કરી હતી. તેઓએ માત્ર ગુજરાતી જ નહીં મરાછી અને પંજાબી ફિલ્મ પણ બનાવી છે. જે ગુજરાતી ફિલ્મો બનાવી એ કોઇ ચીલાચાલુ ન હતી. આ ટોળકીએ રાડો, નાડીદોષ, ચાસણી, કલરફૂલ, લોચાલાપસી વિગેરેનો સમાવેશ થાય છે. મિત્રાનું શોક હથિયાર દા નામની પંજાબી અને મરાઠી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.