Surat News : કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ

દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સુરત,વલસાડ,નવસારી,ભરૂચમા બે દિવસ છે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય જેના કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. 3 દિવસ બાદ ફરી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે. જો કે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે 13 થી 15 એપ્રિલના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે.બીજી તરફ કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે.કેરીના પાકને નુકશાન થવાની સંભાવના છે,સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આ સ્થિતિ સર્જાઈ છે.વરસાદ પાડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટાપાયે નુકસાન થાય તો કેરીમાં સડો પડી જાય છે.ખેડૂતોને પાક બચાવવાનો પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલે અપીલ કરી છે. ઓછી ઠંડી અને ઉનાળો જામતા જ કેરીના મોર પર અસર પડી ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલર સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટાપાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમા આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવનાં દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ આંબા પર નાની નાની ખાખટી જોવા મળી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું હતું. ઉત્પાદનમાં ઘટાડો એપ્રિલના પ્રારંભે મહોરમાં ફળ આવવાના ટાણે જ અચાનક આંબાઓ પર નવી કૂપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા હતા. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો. તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબાઓ પર કેરીનું 60 થી 70% એટલે કે સામાન્યથી પણ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. માવઠાની કેરી પર અસર તળાજા તાલુકા પંથકના સોસીયા, ભાંખલ, મણાર, દાઠા, વાલર સહિતના ગ્રામ્ય વિસ્તારનાં પ્રગતિશિલ બાગાયતકાર ખેડૂતો કેસર કેરીના શ્રેષ્ઠ ઉત્પાદન માટે ખૂબ જ જાણીતા છે. અહીંની કેસર કેરી સોસિયાની કેસર તરીકે પ્રખ્યાત છે, જેની માંગ માત્ર દેશમાં જ નહિ વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. વર્ષે અંદાજે 5 હજાર ટન કેરીનું આ પંથકમાં ઉત્પાદન થતું હોય છે. પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગની અસર અને વિષમ તાપમાનના કારણે કેસર કેરીનો સફળ પાક લેવો પડકારરૂપ બની રહ્યો છે. જેના કારણે આ વર્ષે માત્ર 1500 થી 2000 ટન કેરીનું ઉત્પાદન થવાની સંભાવના જોવા મળી રહી છે. કુદરતના ક્રમ મુજબ ડિસેમ્બર જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં આંબા ઉપર મોર બેસવા લાગે છે અને ફેબ્રુઆરીમાં આંબા પૂર્ણ કક્ષાએ મોહરી ઊઠે છે. પરંતુ આ વર્ષે દિવાળી બાદ વિષમ વાતાવરણને કારણે આંબા ઉપર પાંખા મોર બેઠા હતા અને ઉનાળા પહેલાની વધારે ગરમીના કારણે નાના ફળ ખરી જવાનુ પ્રમાણ વધી જતાં કસમયે આંબા પર નવા પાન આવવા લાગ્યા છે, જેની કેરીના કુદરતી ઉત્પાદનને ગંભીર અસર થઈ છે. જેના કારણે કેરીનો ભાવ બમણો થઈ શકે છે. 

Surat News : કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી
  • કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ
  • સુરત,વલસાડ,નવસારી,ભરૂચમા બે દિવસ છે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય જેના કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. 3 દિવસ બાદ ફરી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે. જો કે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે 13 થી 15 એપ્રિલના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે.બીજી તરફ કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે.કેરીના પાકને નુકશાન થવાની સંભાવના છે,સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આ સ્થિતિ સર્જાઈ છે.વરસાદ પાડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટાપાયે નુકસાન થાય તો કેરીમાં સડો પડી જાય છે.ખેડૂતોને પાક બચાવવાનો પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલે અપીલ કરી છે.

ઓછી ઠંડી અને ઉનાળો જામતા જ કેરીના મોર પર અસર પડી

ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલર સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટાપાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમા આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવનાં દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ આંબા પર નાની નાની ખાખટી જોવા મળી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું હતું.


ઉત્પાદનમાં ઘટાડો

એપ્રિલના પ્રારંભે મહોરમાં ફળ આવવાના ટાણે જ અચાનક આંબાઓ પર નવી કૂપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા હતા. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો. તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબાઓ પર કેરીનું 60 થી 70% એટલે કે સામાન્યથી પણ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે.

માવઠાની કેરી પર અસર

તળાજા તાલુકા પંથકના સોસીયા, ભાંખલ, મણાર, દાઠા, વાલર સહિતના ગ્રામ્ય વિસ્તારનાં પ્રગતિશિલ બાગાયતકાર ખેડૂતો કેસર કેરીના શ્રેષ્ઠ ઉત્પાદન માટે ખૂબ જ જાણીતા છે. અહીંની કેસર કેરી સોસિયાની કેસર તરીકે પ્રખ્યાત છે, જેની માંગ માત્ર દેશમાં જ નહિ વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. વર્ષે અંદાજે 5 હજાર ટન કેરીનું આ પંથકમાં ઉત્પાદન થતું હોય છે. પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગની અસર અને વિષમ તાપમાનના કારણે કેસર કેરીનો સફળ પાક લેવો પડકારરૂપ બની રહ્યો છે. જેના કારણે આ વર્ષે માત્ર 1500 થી 2000 ટન કેરીનું ઉત્પાદન થવાની સંભાવના જોવા મળી રહી છે. કુદરતના ક્રમ મુજબ ડિસેમ્બર જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં આંબા ઉપર મોર બેસવા લાગે છે અને ફેબ્રુઆરીમાં આંબા પૂર્ણ કક્ષાએ મોહરી ઊઠે છે. પરંતુ આ વર્ષે દિવાળી બાદ વિષમ વાતાવરણને કારણે આંબા ઉપર પાંખા મોર બેઠા હતા અને ઉનાળા પહેલાની વધારે ગરમીના કારણે નાના ફળ ખરી જવાનુ પ્રમાણ વધી જતાં કસમયે આંબા પર નવા પાન આવવા લાગ્યા છે, જેની કેરીના કુદરતી ઉત્પાદનને ગંભીર અસર થઈ છે. જેના કારણે કેરીનો ભાવ બમણો થઈ શકે છે.