Jagannath Rathyatra 2024: આજે સરસપુરમાં જગન્નાથજી,સુભદ્રાજી અને બળદેવજીનું મામેરુ,જુઓ તૈયારીઓ

આજે વસ્ત્રાલમાં નીકળશે શોભાયાત્રા ભગવાનના વાઘા ખાટલી વર્કથી તૈયાર કરાયા સુભદ્રાજીના શણગાર ડાયમંડથી બનાવાયા ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ સતત ચાલી રહી છે. આ સમયે આજે પ્રભુ સરસપુર જશે, અહીં તેમનું મામેરું ભરવામાં આવશે. આ વખતે મામેરો લ્હાવો મૂળ સાબરકાંઠાના ઈડરના ગાંઠિયોલ ગામના વિનોદ પ્રજાપતિને મળ્યો છે. તેઓ પરિવાર સાથે મામેરું ભરશે. આ માટેની ખાસ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. વસ્ત્રાલ વિસ્તારમાં નીકળશે શોભાયાત્રા આજે અમદાવાદના વસ્ત્રાલમાં જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. આ સાથે તેમાં 42 ગામના લોકો પણ જોડાશે અને દર્શનનો લાભ લેશે. ગામ લોકો માટે વસ્ત્રાલમાં જ જમણવારનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ સિવાય વસ્ત્રાલ વિસ્તારના લોકો ચણિયાચોળી પહેરીને ભગવાનનું સામૈયું કરશે. આ સાથે જ મામેરાના કાર્યક્રમમાં મહંત દિલિપદાસજી મહારાજને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેવું હશે ભગવાનનું મામેરું મામેરાની વાત કરીએ તો આ વખતે ભગવાનના વાઘા ખાટલી વર્કથી તૈયાર કરવામાં આવ્યા છે. સુભદ્રાજીની વાત કરીએ તો તેમના માટેના તમામ શણગાર ડાયમંડના તૈયાર કરાયા છે. અમદાવાદમાં 147મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરને લાઇટિંગ દ્વારા વિશેષ રીતે ડેકોરેટ કરાશે. જગન્નાથ મંદિરને રામ મંદિરની થીમ પર ડેકોરેટ કરવામાં આવશે. મંદિરના મુખ્ય ગેટ પર મુવેબલ કેમેરાથી કરાયું સજ્જ. ડોગ સ્કોર્ડ અને બૉમ્બ સ્કોર્ડ દ્વારા સમગ્ર મંદિરમાં ચેકીંગની વ્યવસ્થા છે. રથયાત્રા નજીક આવતા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ પણ છે સજ્જ અમદાવાદમાં રથયાત્રાને લઇ પોલીસ સજ્જ થઈ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જગન્નાથ મંદિર પહોંચ્યા છે. રથયાત્રા રૂટ પર પોલીસ સુરક્ષા રિહર્સલ કરશે. સુરક્ષાની કચાસ ન રહી જાય માટે રૂટ પર પેટ્રોલિંગ કરશે.

Jagannath Rathyatra 2024: આજે સરસપુરમાં જગન્નાથજી,સુભદ્રાજી અને બળદેવજીનું મામેરુ,જુઓ તૈયારીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે વસ્ત્રાલમાં નીકળશે શોભાયાત્રા
  • ભગવાનના વાઘા ખાટલી વર્કથી તૈયાર કરાયા
  • સુભદ્રાજીના શણગાર ડાયમંડથી બનાવાયા

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ સતત ચાલી રહી છે. આ સમયે આજે પ્રભુ સરસપુર જશે, અહીં તેમનું મામેરું ભરવામાં આવશે. આ વખતે મામેરો લ્હાવો મૂળ સાબરકાંઠાના ઈડરના ગાંઠિયોલ ગામના વિનોદ પ્રજાપતિને મળ્યો છે. તેઓ પરિવાર સાથે મામેરું ભરશે. આ માટેની ખાસ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં નીકળશે શોભાયાત્રા

આજે અમદાવાદના વસ્ત્રાલમાં જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. આ સાથે તેમાં 42 ગામના લોકો પણ જોડાશે અને દર્શનનો લાભ લેશે. ગામ લોકો માટે વસ્ત્રાલમાં જ જમણવારનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ સિવાય વસ્ત્રાલ વિસ્તારના લોકો ચણિયાચોળી પહેરીને ભગવાનનું સામૈયું કરશે. આ સાથે જ મામેરાના કાર્યક્રમમાં મહંત દિલિપદાસજી મહારાજને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

કેવું હશે ભગવાનનું મામેરું

મામેરાની વાત કરીએ તો આ વખતે ભગવાનના વાઘા ખાટલી વર્કથી તૈયાર કરવામાં આવ્યા છે. સુભદ્રાજીની વાત કરીએ તો તેમના માટેના તમામ શણગાર ડાયમંડના તૈયાર કરાયા છે.

અમદાવાદમાં 147મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરને લાઇટિંગ દ્વારા વિશેષ રીતે ડેકોરેટ કરાશે. જગન્નાથ મંદિરને રામ મંદિરની થીમ પર ડેકોરેટ કરવામાં આવશે. મંદિરના મુખ્ય ગેટ પર મુવેબલ કેમેરાથી કરાયું સજ્જ. ડોગ સ્કોર્ડ અને બૉમ્બ સ્કોર્ડ દ્વારા સમગ્ર મંદિરમાં ચેકીંગની વ્યવસ્થા છે. રથયાત્રા નજીક આવતા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

પોલીસ પણ છે સજ્જ

અમદાવાદમાં રથયાત્રાને લઇ પોલીસ સજ્જ થઈ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જગન્નાથ મંદિર પહોંચ્યા છે. રથયાત્રા રૂટ પર પોલીસ સુરક્ષા રિહર્સલ કરશે. સુરક્ષાની કચાસ ન રહી જાય માટે રૂટ પર પેટ્રોલિંગ કરશે.