Junagadh News : કેશોદમાં પ્રસુતાની ડીલીવરી બાદ મોત થયાનો ડોકટર પર આક્ષેપ

પ્રસુતિ બાદ મહીલાનુ મોત થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ કેશોદ તાલુકાના રાણીગપરા ગામે રહેતી હતી મહિલા પોલીસે સમગ્ર ઘટનાને લઈ હાથધરી તપાસ જુનાગઢ જીલ્લામાં વધુ એક પ્રસૂતાનું ડીલીવરી દરમીયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે..અગાઉ માણાવદર તાલુકામાં ત્રણ પ્રસુતા અને ત્યારબાદ જુનાગઢમાં ત્રણ પ્રસુતા મહિલાના ડીલીવરી બાદ મૃત્યુ થયા ના બનાવો સામે આવ્યા છે.ત્યારે વધુ એક પ્રસુતા મહિલાનું ડીલીવરી બાદ મૃત્યુ થયું છે.જુનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાના રાણીગપરા ગામમાં રહેતી શારદાબેન લખમણભાઈ સોલંકીની 25 વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડીલીવરી દરમિયાન મૃત્યુ થયા હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. બે વર્ષ પહેલા થયા હતા લગ્ન સવિતાબહેનના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા જેઓ ડીલીવરી માટે કેશોદમાં આવેલ ડો અઘેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમને પુત્રીનો જન્મ થયો હતો અને પુત્રીના જન્મ બાદ માતાને કઈ અચાનક શરીરમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ,તો ડોકટરે વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જયા સારવાર દરમિયાન મોત થયું હતુ.બીજી તરફ કેશોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મહિસાગરમાં એક મહીના પહેલા બની ઘટના મહિસાગરના લુણાવાડામાં આવેલી હેલી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી,અગાઉ પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે,મહિલા પ્રસૂતિ માટે હોસ્પિટલ આવ્યા હતા,દરમિયાન બાળકનો જન્મ પણ થયો તો અચાનક મહિલા અને બાળક બન્ને મોતને ભેટતા પરિવારજનોએ ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો.પરિવારજનોનું કહેવુ છે કે મહિલા સારવાર માટે આવ્યાં ત્યારે તેમની તબિયત સારી હતી.

Junagadh News : કેશોદમાં પ્રસુતાની ડીલીવરી બાદ મોત થયાનો ડોકટર પર આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રસુતિ બાદ મહીલાનુ મોત થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ
  • કેશોદ તાલુકાના રાણીગપરા ગામે રહેતી હતી મહિલા
  • પોલીસે સમગ્ર ઘટનાને લઈ હાથધરી તપાસ

જુનાગઢ જીલ્લામાં વધુ એક પ્રસૂતાનું ડીલીવરી દરમીયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે..અગાઉ માણાવદર તાલુકામાં ત્રણ પ્રસુતા અને ત્યારબાદ જુનાગઢમાં ત્રણ પ્રસુતા મહિલાના ડીલીવરી બાદ મૃત્યુ થયા ના બનાવો સામે આવ્યા છે.ત્યારે વધુ એક પ્રસુતા મહિલાનું ડીલીવરી બાદ મૃત્યુ થયું છે.જુનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાના રાણીગપરા ગામમાં રહેતી શારદાબેન લખમણભાઈ સોલંકીની 25 વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડીલીવરી દરમિયાન મૃત્યુ થયા હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.

બે વર્ષ પહેલા થયા હતા લગ્ન

સવિતાબહેનના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા જેઓ ડીલીવરી માટે કેશોદમાં આવેલ ડો અઘેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમને પુત્રીનો જન્મ થયો હતો અને પુત્રીના જન્મ બાદ માતાને કઈ અચાનક શરીરમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ,તો ડોકટરે વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જયા સારવાર દરમિયાન મોત થયું હતુ.બીજી તરફ કેશોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


મહિસાગરમાં એક મહીના પહેલા બની ઘટના

મહિસાગરના લુણાવાડામાં આવેલી હેલી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી,અગાઉ પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે,મહિલા પ્રસૂતિ માટે હોસ્પિટલ આવ્યા હતા,દરમિયાન બાળકનો જન્મ પણ થયો તો અચાનક મહિલા અને બાળક બન્ને મોતને ભેટતા પરિવારજનોએ ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો.પરિવારજનોનું કહેવુ છે કે મહિલા સારવાર માટે આવ્યાં ત્યારે તેમની તબિયત સારી હતી.