Surat News : હેતલ પટેલ નકલી ડેપ્યુટી કલેકટર બની કરતી હતી ઠગાઈ

સુરતમાં ઠગબાજ મહિલા સામે વધુ એક ગુનો નોંધાયો 1.40 લાખ ફરિયાદી પાસેથી પડાવ્યાની નોંધાઈ ફરિયાદ ઠગબાજ હેતલ પટેલ સામે અગાઉ 3 ગુનાઓ નોંધાયા છે નકલી ડેપ્યુટી કલેકટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર હેતલ પટેલ સામે વધુ એક ગુનો સલાબતપુરામાં નોંધાયો છે.મનપામાં નોકરી આપવાના બહાને આ મહિલા છેતરપિંડી કરતી હતી,આરોપી હેતલે ફરિયાદી પાસેથી 1.40 લાખ પડાવ્યા હતા,તો ફરિયાદીને પાલિકાના ખોટા સહી સિક્કા વાળા લેટરો બનાવીને આપ્યા હતા.આજ હેતલ પટેલ સામે સુરતમાં પણ અગાઉ 3 ગુના નોંધાઈ ચૂકયા છે.બોગસ મહિલા સામે સુરતમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચુક્યા.જવેલર્સ જોડે પણ આચરી છેતરપિંડી રીંગરોડ-માનદરવાજાના ચામુંડા જવેલર્સમાં ગત 31 માર્ચના રોજ ગાંધીનગરના નાયબ ક્લેકટર હેતલ પટેલ તરીકેની ઓળખ આપી રૂ. 12.38 લાખના દાગીના ખરીદયા બાદ પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા. પરંતુ આ ચેક રીટર્ન થતા દોડતા થયેલા જવેલર લખાભાઇ રબારીએ ગાંધીનગર ખાતે તપાસ કરાવતા હેતલ પટેલ નામનું કોઇ નાયબ ક્લેકટર ન હોવાનું જાણવા મળતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં પોલીસે ઠગ મહિલા હેતલ ખાનસીંગ ચૌધરી અને તેના પ્રેમી કે જેની સાથે તે હાલ લીવ ઇનમાં રહે છે તે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સેમરાજભાઇ પટેલની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મોબાઈલ સ્નેચિંગમાં પણ ગુનો છે ઠગ હેતલ પટેલે ગત 30 માર્ચના રોજ સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચીંગની ફરિયાદ નોંધાવવા ગઇ હતી. જયાં પોલીસ સમક્ષ અડાજણના શો-રૂમમાં મહેન્દ્રા થાર કાર નોંધાવવા ગઇ હતી અને ત્યાંથી પરત ઓટો રીક્ષામાં બારડોલી જઇ રહી હતી ત્યારે સહારા દરવાજા નજીક જલારામ મસાલા પાસે મોપેડ સવાર મોબાઇલ આંચકીને ભાગી ગયા હતા.

Surat News : હેતલ પટેલ નકલી ડેપ્યુટી કલેકટર બની કરતી હતી ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ઠગબાજ મહિલા સામે વધુ એક ગુનો નોંધાયો
  • 1.40 લાખ ફરિયાદી પાસેથી પડાવ્યાની નોંધાઈ ફરિયાદ
  • ઠગબાજ હેતલ પટેલ સામે અગાઉ 3 ગુનાઓ નોંધાયા છે

નકલી ડેપ્યુટી કલેકટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર હેતલ પટેલ સામે વધુ એક ગુનો સલાબતપુરામાં નોંધાયો છે.મનપામાં નોકરી આપવાના બહાને આ મહિલા છેતરપિંડી કરતી હતી,આરોપી હેતલે ફરિયાદી પાસેથી 1.40 લાખ પડાવ્યા હતા,તો ફરિયાદીને પાલિકાના ખોટા સહી સિક્કા વાળા લેટરો બનાવીને આપ્યા હતા.આજ હેતલ પટેલ સામે સુરતમાં પણ અગાઉ 3 ગુના નોંધાઈ ચૂકયા છે.બોગસ મહિલા સામે સુરતમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચુક્યા.

જવેલર્સ જોડે પણ આચરી છેતરપિંડી

રીંગરોડ-માનદરવાજાના ચામુંડા જવેલર્સમાં ગત 31 માર્ચના રોજ ગાંધીનગરના નાયબ ક્લેકટર હેતલ પટેલ તરીકેની ઓળખ આપી રૂ. 12.38 લાખના દાગીના ખરીદયા બાદ પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા. પરંતુ આ ચેક રીટર્ન થતા દોડતા થયેલા જવેલર લખાભાઇ રબારીએ ગાંધીનગર ખાતે તપાસ કરાવતા હેતલ પટેલ નામનું કોઇ નાયબ ક્લેકટર ન હોવાનું જાણવા મળતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં પોલીસે ઠગ મહિલા હેતલ ખાનસીંગ ચૌધરી અને તેના પ્રેમી કે જેની સાથે તે હાલ લીવ ઇનમાં રહે છે તે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સેમરાજભાઇ પટેલની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


મોબાઈલ સ્નેચિંગમાં પણ ગુનો છે

ઠગ હેતલ પટેલે ગત 30 માર્ચના રોજ સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચીંગની ફરિયાદ નોંધાવવા ગઇ હતી. જયાં પોલીસ સમક્ષ અડાજણના શો-રૂમમાં મહેન્દ્રા થાર કાર નોંધાવવા ગઇ હતી અને ત્યાંથી પરત ઓટો રીક્ષામાં બારડોલી જઇ રહી હતી ત્યારે સહારા દરવાજા નજીક જલારામ મસાલા પાસે મોપેડ સવાર મોબાઇલ આંચકીને ભાગી ગયા હતા.