Surat News: Kyrgyzstanમાં સુરતના 100થી વધુ ફસાયા,3 દિવસથી એરપોર્ટની બહાર છે વિદ્યાર્થીઓ

વિદેશીઓ પર હુમલામાં સુરતના વિદ્યાર્થીઓ ફસાયા વિદ્યાર્થિનીએ બચવા માટે સો. મીડિયા પર મદદ માગી સ્થાનિકના ટોળાં ભારત, બાંગ્લાદેશના લોકોને કરે છે ટાર્ગેટ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક અને આસપાસના વિસ્તારોમાં ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે કિર્ગિસ્તાનમાં જાય છે. કિર્ગિસ્તાનમાં મેડિકલ શિક્ષણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં ઘણું સસ્તું છે. બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ સામે હિંસાની તાજેતરની ઘટનાઓથી એમ્બેસી ચિંતિત છે. જોકે, કિર્ગીઝ સત્તાવાળાઓ દ્વારા ઝડપી કાર્યવાહીને કારણે બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બિશ્કેકમાં કોઈ અપ્રિય ઘટના નોંધાઈ નથી. પરિવહન અથવા લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. સાવચેતીના રૂપે વર્ગો ઓનલાઈન મોડમાં ચલાવવામાં આવી રહ્યા છે. સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા કિર્ગિસ્તાનની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ ફસાયા છે. આ સાથે ભારતના પણ 17,000થી વધુ વિદ્યાર્થીઓ આ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. જેમાં સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. તેઓ હોસ્ટેલ કે ફ્લેટમાંથી બહાર આવી પણ શકતા નથી. કિર્ગિસ્તાનના સ્થાનિક યુવાન છોકરાઓ તેમની હોસ્ટેલ અને ફ્લેટની બહાર ઊભા છે અને તેમની સાથેની સતામણીનો ડર વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. સ્થાનિકના ટોળાં ભારત, બાંગ્લાદેશના લોકોને ટાર્ગેટ કરે છે. વિદ્યાર્થિનીએ બચવા માટે સો. મીડિયા પર મદદ માગી છે.સુરતની વિદ્યાર્થીનીએ માંગી મદદસુરતની વિદ્યાર્થીનીએ મદદ માંગી છે અને કહ્યું છે કે મારે જલ્દી ભારત આવવું છે. અહીં ભયનો માહોલ છે.  સ્થાનિક યુવાનો દ્વારા અમારા ઘરનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અમે દરવાજા પાછળ ખૂરશીઓ રાખી દેતા 2 કલાક બહાર દરવાજો તોડવાનો પ્રયાસ કરતા આખરે દરવાજો ન તૂટ્યો તો તે લોકો ચાલ્યા ગયા હતા. પોલીસ પણ અમારી મદદ કરી રહી નથી. શું આવી રહી છે મુશ્કેલીઓ અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. જમવાનું પણ અમે બહાર લેવા જઈ શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અમને આમારી યુનિવર્સિટીના શિક્ષકો જમવાનું આપી જાય છે. તેઓ નીચે આવે ત્યારે અમે તેમને જોઈએ ત્યારે અમે દરવાજો ખોલીએ છીએ. હાલ તમામ લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીયોમાં ભયનો માહોલ છે. તેઓ છેલ્લા 3 દિવસથી એરપોર્ટની બહાર બેઠા છે. 

Surat News: Kyrgyzstanમાં સુરતના 100થી વધુ ફસાયા,3 દિવસથી એરપોર્ટની બહાર છે વિદ્યાર્થીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિદેશીઓ પર હુમલામાં સુરતના વિદ્યાર્થીઓ ફસાયા
  • વિદ્યાર્થિનીએ બચવા માટે સો. મીડિયા પર મદદ માગી
  • સ્થાનિકના ટોળાં ભારત, બાંગ્લાદેશના લોકોને કરે છે ટાર્ગેટ

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક અને આસપાસના વિસ્તારોમાં ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે કિર્ગિસ્તાનમાં જાય છે. કિર્ગિસ્તાનમાં મેડિકલ શિક્ષણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં ઘણું સસ્તું છે. બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ સામે હિંસાની તાજેતરની ઘટનાઓથી એમ્બેસી ચિંતિત છે. જોકે, કિર્ગીઝ સત્તાવાળાઓ દ્વારા ઝડપી કાર્યવાહીને કારણે બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બિશ્કેકમાં કોઈ અપ્રિય ઘટના નોંધાઈ નથી. પરિવહન અથવા લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. સાવચેતીના રૂપે વર્ગો ઓનલાઈન મોડમાં ચલાવવામાં આવી રહ્યા છે.

સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

કિર્ગિસ્તાનની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ ફસાયા છે. આ સાથે ભારતના પણ 17,000થી વધુ વિદ્યાર્થીઓ આ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. જેમાં સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. તેઓ હોસ્ટેલ કે ફ્લેટમાંથી બહાર આવી પણ શકતા નથી. કિર્ગિસ્તાનના સ્થાનિક યુવાન છોકરાઓ તેમની હોસ્ટેલ અને ફ્લેટની બહાર ઊભા છે અને તેમની સાથેની સતામણીનો ડર વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. સ્થાનિકના ટોળાં ભારત, બાંગ્લાદેશના લોકોને ટાર્ગેટ કરે છે. વિદ્યાર્થિનીએ બચવા માટે સો. મીડિયા પર મદદ માગી છે.

સુરતની વિદ્યાર્થીનીએ માંગી મદદ

સુરતની વિદ્યાર્થીનીએ મદદ માંગી છે અને કહ્યું છે કે મારે જલ્દી ભારત આવવું છે. અહીં ભયનો માહોલ છે.  સ્થાનિક યુવાનો દ્વારા અમારા ઘરનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અમે દરવાજા પાછળ ખૂરશીઓ રાખી દેતા 2 કલાક બહાર દરવાજો તોડવાનો પ્રયાસ કરતા આખરે દરવાજો ન તૂટ્યો તો તે લોકો ચાલ્યા ગયા હતા. પોલીસ પણ અમારી મદદ કરી રહી નથી.

શું આવી રહી છે મુશ્કેલીઓ

અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. જમવાનું પણ અમે બહાર લેવા જઈ શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અમને આમારી યુનિવર્સિટીના શિક્ષકો જમવાનું આપી જાય છે. તેઓ નીચે આવે ત્યારે અમે તેમને જોઈએ ત્યારે અમે દરવાજો ખોલીએ છીએ. હાલ તમામ લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીયોમાં ભયનો માહોલ છે. તેઓ છેલ્લા 3 દિવસથી એરપોર્ટની બહાર બેઠા છે.